________________
६६
गुजरातना ऐतिहासिक लेख (૧૩) તે (કુમારપાલે) તેના સ્વહરતથી તેને અલંકાર કર્યો. તેના કંઠપર મૌક્તિક માળા મૂકી, બે ચરણને ચંદનનો લેપ કર્યો, આદરથી શિષ તેની આગળ નમાવ્યું, મમતા મૂકી તેને પિતાની મુદ્રા આપી, અને પુરાણુ ધર્મનું પાલન થતું, અને નિત્ય અન્ન વહેંચાતું તે સ્થાનનું દાન કર્યું.
(૧૪) કલાસ પર્વત સમાન શંકરનું દેવાલય બનેલું જોઈ નૃપે અતિ પ્રસન્ન થઈ મહામતિવાળા શ્રીમદ્ ગંડને આ પ્રમાણે કહ્યું-“તમને ગંડનું પદ તમારા પુત્ર પૌત્રને શશિ, તારા અને સૂર્યના અસ્તિત્વ કાળ સુધી અર્પણ કરું છું.
(૧૫) સર્વને સ્વામી અને ગુણને નિધિ તેવા ગંડનું મંદિર સોમરાજે સુવર્ણથી બનાવ્યું રાવણ સમાન બલવાન કૃષ્ણ રૂપાનું બનાવ્યું અને શ્રી ભીમદેવે મોટા સરસ પત્થર અને ઘણાં રત્નાથી જડિત બનાવ્યું. સમય જતાં તે જીર્ણ થવાથી તેને ઉદ્ધાર શ્રેષ્ઠ અને મહાન વિખ્યાત નૃપથી થયે અને મેરૂ નામ અપાયું.
(૧૬) અતિ પ્રસન્ન થયેલા ગુર્જર દેશના નૃપે વૃક્ષ, જળ વગેરે સહિત બ્રહ્મપુરી નામનું ગામ આખી સભા સમક્ષ ત્રાંબાના પતરા ઉપર લેખિત શાસનથી પુત્ર, પૌત્ર અને વંશજેને પ્રતિબંધ વિના ઉપભોગ માટે આપ્યું.
(૧૭) બૃહસ્પતિ સમાન આ ગંડે સેમની વ્યવસ્થાથી( સહાયથી) મંદિર પુનઃ બાંધ્યું. એથી સ્પષ્ટ થાય છે કે પૂર્વે કદિ આવે પુરૂષ થયું નથી અને ભાવિમાં થશે નહિ.
(૧૮) આ મંદિરને નાશ રાજાઓના દુષ્ટ, કુમતિ, અને લેભથી અંધ થએલા સચિવાથી થયે હતે ! તેને ઉદ્ધાર ભૂમિને દાંત પર ધારણ કરનાર મહાન વરાહ ભગવાનની સ્પર્ધા કરતા હાય તેવી રીતે લીલા માત્રમાં ગુરૂ ગંડે કર્યો.
(૧૯) તે પ્રતાપીથી નૃપની સમક્ષ કયા શત્રુઓ અજિત રહ્યા હતા? કેનાં મુખ કલંક વિનાનાં રહ્યાં હતાં? કોને દર્પ ઉતર્યો ન હતો? કોની સ્થિતિ તેમનાં મસ્તક પર તેને ચરણ મૂકીને બલથી તેણે હલાવી ન હતી? અને ક્યા શત્રુઓ ભિક્ષુક થયા ન હતા?
(૨૦) આ વિશ્વને કુંભ બાહ્ય ભાગમાં તેના સદગુણેથી સારી રીતે દબાયે ન હેત તે જરૂર છે તેની અંદરના મહાન યશથી ફૂટી જાત.
(૨૧)ખરે ખર! ઇન્ટે તેનું રૂપ નિહાપવા સહસ્ત્ર ચક્ષુ ધારણ કર્યો છે, બ્રહ્માને તેના અસંખ્ય ગુણનું ગાન કરવાના નિશ્ચયથી ચાર મુખ ધારવાં પડ્યાં છે. તેના મહિમાથી દૂજેલી પૃથ્વી પર્વતેથી સ્થાનમાં રખાઈ છે. અને પૃથ્વી ન સમાવી શકે તે યશ સમાવવા ત્રણ ભુવન સર્જેલાં ભાસે છે.
(૨૨) યશની પ્રાપ્તિના અભિલાષથી તેણે ચાર વર્ણનાં ચાર બાહ્યા અને ચાર અત્યંતર કર્મોને ઉદ્ધાર કરીને પ્રત્યેક વર્ણને એક એક આપ્યાં.
(૨૩) મર્યાદા નિર્માણ કરીને દેવાલયના યોગ્ય સ્થાનના ઉદ્ધાર માટે તેણે પાંચસે પંચાવન (૫૫૫) સંતની પૂજા કરી.
(૨૪) મંદિરની દક્ષિણમાં અને ઉત્તરમાં મજબૂત દુર્ગ બંધાવી નગર વિસ્તાર કર્યો.
(૨૫) ગૌરી, ભીમેશ્વર, કપર્દિ (શિવ), સિદ્ધેશ્વર વગેરે દેવનાં મંદિર પર તેણે સુવર્ણના કળશ મૂક્યા.
(૨૬) નૃપને એકત્ર ભેગા મળવા માટે દરબાર બનાવ્યું. રસોડાં અને સ્નાન માટે શુદ્ધ જળ માટે સરસ્વતિને વાપી બંધાવ્યું.
(૨૭) શંકરના મંદિરના અગ્ર સ્થાનમાં સુંદર સ્તંભના આધારવાળે એક ઓરડે બનાવ્યું અને રૂપાના જલમાર્ગવાળું મંડકના આકારનું શિવનું આસન બનાવ્યું,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com