________________
गुजरातना ऐतिहासिक लेख
ગુજરાતના બ્રાદ્ધમાં સૌથી અગત્યની નાગર જ્ઞાતિનું આ અસલ નિવાસસ્થાન છે, એ જ ણીતું છે. આ જ્ઞાતિ ગુજરાતના રાજાઓ સાથે બહુ મોટી વગ ધરાવતી હતી એ હકીકત ૧૦ મા સૈકાથી સિદ્ધ થતી આવી છે. આ સ્થળનું પ્રાચીન મહત્ત્વ જોતાં, પ્રશસ્તિમાં કહ્યું છે તેમ છે તેની આસપાસ કુમારપાલના રાજ્ય પહેલાં કિલે ન હોય તે એ આશ્ચર્યકારક છે.
શ્લેક ૩૦ માં કર્તાનું નામ આપ્યું છે. તેમાં કહ્યું છે કે, શ્રીપાલને જયસિહ-સિદ્ધરાજે બંધુ તરીકે સ્વીકાર્યો હતો, અને તેણે “ વિવાવર્ત '' “કવિઓમાં સર્વોપરિ રાજા” ને ઈલ્કાબ ધારણ કર્યો હતો. જયાંસહના રાજકવિ તરીકે પ્રબંધ” માં શ્રીપાલને ઘણી વાર નામ આવે છે. “પ્રભાવક ચરિત્ર' માં તેની મુખ્ય કૃતિ તરીકે “વૈરોચનપરાજય આપી છે, અને કહ્યું છે કે, શ્રીસ્થલસિદ્ધપુરના રૂદ્રમહાલય તથા દુર્લભરાજ મેરૂ માટે તેણે પ્રશસ્તિઓ લખી હતી. “પ્રબંધચિન્તામણિ” માં મેરૂતુંગે, અણહિલવાડ પાટણ પાસે જયસિંહે દાવેલા પ્રખ્યાત સહસ્ત્રલિંગ તળાવની તેણે કરેલી પ્રશંસા વિષે લખ્યું છે. તેને એક ગ્લૅક સારધરે “પદ્ધતિ” ૧૩૩, ૭ (નં. ૩૭૮૯, પીટર્સન )માં લીધેલ છે. આપણી પ્રશસ્તિમાંથી જણાય છે કે તેને રાજકવિ તરીકે અધિકાર કુમારપાલ પાસે પણ ચાલુ રહ્યું હતું. રાજશેખરના “પ્રબંધકેશ” પ્રમાણે, તેના પછી તેને પુત્ર રત્નપાલ આવ્યું હતું.
આ પ્રશસ્તિને લેખક નાગર બ્રાહ્મણ પંડિત વાલણ હતું, અને તારીખ વિ. સં. ૧૨૦૮ ના આશ્વિન સુદિ ૫ (?) ગુરૂવાર ઈ. સ. ૧૧૫૦ અને ૧૧પર વચ્ચે આવવી જોઈએ. તે કદાચ ઈ. સ. ૧૧૫૧ ના સપ્ટેબરની ૨૮ ને ગુરૂવાર હશે. - વેણી, એટલે વેણીલાલ અથવા વેણીદાસના પુત્ર નાગર જેશી વિષ્ણુજીએ ઉમેરેલા બે લેકે. માંના પહેલા શ્લોકમાં કિલાને જીર્ણોદ્ધાર તથા કેટલાક ભાગોનું સમારકામ અમુક રાજાએ કે જેનું નામી વાંચી શકાતું નથી, તેણે કર્યા વિષેનું વર્ણન છે, તથા જે સ્થળેથી આ શિલા મળી આવેલ છે તે અર્જુનબારિકા, એટલે અર્જુન બારી પણ તેમાં આપેલી છે. બીજામાં તિથિ વિ. સ. ૧૬૮૯ ચૈત્ર સુદિ ૧, ગુરૂવાર આપેલી છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara. Surat
www.umaragyanbhandar.com