________________
कुमारपालना राज्यनी वडनगरप्रशस्ति
३९
',
એમ ધારવાને એક વધુ પ્રમાણ મળે છે કે પહેલા ચૌલુકયે જિત મેળવીને ગુજરાત લીધું હતું; અને પ્રબંધમાં કહ્યું છે તેમ પેાતાના નજીકના સંબંધી છેલ્લા ચાપોત્કટને દગાથી મારીને નાંહું. ૬ ઠ્ઠા શ્લેાકમાં ચામુંડે સિંધના રાજાને લડાઈમાં હરાવ્યાનું કહ્યું છે. આ બાબત ખીજા કેાઈ લેખમાં આપી નથી, પણ અસંભવિત નથી. કારણ કે ચૌલુકયના રાજ્યની પશ્ચિમની સીમા ઉપર સિંધ આવ્યું હતું, તથા ત્યાર બાદ ભીમદેવ અને તેને પુત્ર કર્ણ બન્નેને ત્યાંના રાજાએ સાથે તકરાર હતી. વહૂભરાજ વિષે લેખમાં (Àાક ૭) કહ્યું છે કે તેણે માળવા ઉપર ચઢાઈ કરી હતી. આ હકીકત “ કીર્તિ કૌમુદી, ” “સુકૃતસંકીર્તન’’ તથા ત્યાર પછીના ‘ પ્રબંધ'માં પણ આપી છે, જ્યારે હેમચંદ્રનું આ વિષે મૌન છે. જ્યાં સુધી સેામેશ્વર અને અરિસિંહની સાક્ષીને તેની પહેલાંના પુરાવાના ટંકા નહાતા મળ્યા ત્યાંસુધી આ હકીકતમાં સંશય રહેતા હતા. હવે આ દંતકથાની સચ્ચાઈ ઉપર દોષારોપણ થઈ શકે તેમ નથી; દુર્લભરાજે લાટ જિત્યે એમ કહ્યુ છે. પણ આ પરાક્રમનું વર્ણન ખીજે કાંઈ આપ્યું નથી. સાધારણ રીતે મધ્ય ગુજરાતને ચૌલુકયોના રાજ્ય સાથે મૂલરાજે જોડયું, એમ ગણાય છે. આપણી પ્રશસ્તિમાં ભીમદેવે ધારા જિતવાનું લખ્યું છે તે પણુ તેટલીજ જાણવા જેવી હકીકત છે. આ હકીકત પણ “ કીર્તિકૌમુદી, સુકૃતસંકીર્તન ” અને ત્યાર પછીના ‘ પ્રબંધ ' ની હકીકતને મળતી આવે છે. તેમાં લખ્યું છે કે ભીમે ભેાજના નાશ કરાવ્યેા. આ આખત હેમચંદ્રે લક્ષમાં લીધી નથી, તે વાત હવે નિરૂપયાગી છે.
દુર્ભાગ્યે જયસિઁહ–સિદ્ધરાજ સંબંધી શ્લેાકેા (૧૧–૧૩) ભૂંસાઈ ગયા છે. ફક્ત એક જ શ્લોક આપ્યા છે. તેમાં કહ્યું છે કે તેણે માળવાના રાજા યશાવર્માને અંદિવાન કર્યાં હતા, તથા તેને પારસમણિ અગર અર્ક મળ્યા હતા તે વડે પોતાની સર્વ પ્રજાનું કરજ આપ્યું હતું. ૧૨ મા Àાક ઉપરથી જણાય છે કે ભુતપ્રેત ઉપર તેની સત્તા હતી. આથી જણાય છે કે, હેમચંદ્રના યાશ્રય કાવ્યમાં છે તેમ, શ્રીપાલને પણ પેાતાના સ્વામીને અલૌકિક સત્તા આપવાની જરૂર જણાઈ હતી. કુમારપાલ સંબંધી પાંચ શ્લેાકેા, ૧૪થી૧૮, તેણે મેળવેલી એ પ્રખ્યાત જિતની બહુ પ્રશંસા આપે છે. તેમાંની એક, ઉત્તરના, એટલે રાજપૂતાનામાં શાકંભરી–સાંભરના રાજા અણ્ણારાજ ઉપર મેળવેલી, તથા ખીજી પૂર્વમાં માળવાના રાજા ઉપર મેળવેલી હતી. માળવાના રાજાએ સ્વદેશનું રક્ષણ કરતાં પાતાની જીંદગી શુમાવી હાય એમ લાગે છે, કારણ કે ૧૫ મા શ્ર્લાકમાં કહ્યુ` છે કે, તેનું મસ્તક કુમારપાલના મહેલના દ્વાર ઉપર લટકાવ્યું હતું, તથા ૧૭ મા àાકમાં પણ ફરીથી તેનાં છેદાયેલા મસ્તક વિષે લખ્યું છે.
આ બન્ને લડાઈ ખીજાં ઘણાં સ્થળે આપેલી છે. તેમ છતાં આપણી પ્રશસ્તિમાંથી જાણવું જરૂરનું છે કે, તે લડાઈ એ વિક્રમ સંવત્ ૧૨૦૮ પહેલાં બંધ થઈ હતી. અત્યાર સુધી, નાંડાલના દાનપત્રના આધારે ફક્ત એટલું જ કહી શકાતું હતું કે, અનારાજને વિક્રમ સંવત્ ૧૨૧૩ પહેલાં જિવવામાં આન્યા હતા. હવે આપણે જાણીએ છીએ કે જયસિંહે અગાઉ ગુજરાત સાથે એડી દીધેલા માળવામાં થયેલે મળવા પણ પાંચ વર્ષ વહેલા દાબી દીધેા હતેા.
લેક ૧૯ થી ૨૯ માં બ્રાહ્મણાનાં પ્રાચીન રહેઠાણુ નગર અથવા આનંદપુર તથા તેને ફરતા કુમારપાલે બંધાવેલા કિલ્લાનાં વખાણુ, તથા તેના લાંખા આયુષ્ય માટેની ઇચ્છા દર્શાવેલ છે. આ નંતપુર જેને હાલ સાધારણ રીતે વડનગર અથવા સંસ્કૃતમાં વૃદ્ધિનગર કહેવામાં આવે છે તે વડાદરા રાજ્યના કડી ડિસ્ટ્રિકટના ખેરાળુ મહાલમાં આવ્યું છે. હ્યુએન સીઆંગના પ્રવાસ (સી-યુકિ, વા ૨. પા. ૨૧૮)માં તેના અસ્તિત્વની વહેલામાં વહેલી નાંધ છે. ત્યાર બાદ થાડા સમય પછી તેનું નામ વલભીનાં જમીનનાં દાનપત્રામાં આવે છે. અને જ્યાં શીલાદિત્ય ૬ ઠ્ઠા પ્રભટે તેનું (ગુપ્ત)-સંવત ૪૪૭નું શાસન કાઢ્યું હતું તે કદાચ આજ આનંદપુર હાય.
× ઈ. એ. વા. ૭ પા. ૮૧ અને કે. ઈ. ઈ. વા. ૩ પા. 1% ગેરેં
છે. ૬૩
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com