________________
નં. ૧૪૬ ચૌલુકય રાજા કુમારપાલને ચિતોડગઢને શિલાલેખ
| વિક્રમ સંવત ૧૨૦૭ આ લેખ રાજપુતાનાના ઉદયપુર સ્ટેમાં ચિતડગઢમાં મેકલિજના મંદિરમાં સાચવેલી એક કાળા આરસની શિલા ઉપર કતરેલા છે. - લેખમાં ૧૪૮ પહોળી અને ૧૪૩” ઉંચી જગ્યા રેતી ર૮ પંક્તિઓના લખાણને સમાવેશ થાય છે. ૧ થી ૧૪ પંક્તિઓ સાધારણ રીતે સારી સ્થિતિમાં છે. પણ પાછળની પંક્તિઓમાં અમુક લખાણુને ભાગ તદ્દન ગયે છે. બરાબર જમણી બાજુએ પત્થર છેલાઈ જવાથી અને તેવા જ કારણથી ડાબી તરફ ૨૪-૨૮ પંક્તિઓમાં ઘણું અક્ષર પણ અદશ્ય થયા છે. લખાણની વચ્ચે ૧૭–૨૩ પંક્તિઓમાં ભંગાણ પાડતી ૩૩ ચોરસ અલંકારિત ચિત્રાકતિ છે. જેમાં આશરે ૩” વ્યાસવાળો એક ગેળાકાર છે. આ ગેળાકારના પરિઘની પાસે અને ચેરસની વચ્ચે ઉભી અને આવી રીતે કંઈક લખાણ ( ક જેવું જણાતું) જેને મોટે ભાગ વાંચવા માટે ઘણે ઝાંખે છે તે છે. અક્ષરનું માપ ” અને ” ની વચ્ચેનું છે. નાગરી લિપિ છે, ભાષા સંસ્કૃત
અને લગભગ આખો લેખ લેકમાં છે. તે સંભાળપૂર્વક લખાયેલા અને કતરેલો છે, અને લેખન પદ્ધતિના સંબંધમાં સુ એ ના નિશાનથી જણાવેલ છે એટલું જ કહેવું આવશ્યક છે, અને દન્તસ્થાની ઉષ્માક્ષર ઘણી વખત તાલુ0ાની માટે અને તાલુસ્થાની ઉષ્માક્ષર દત્તસ્થાની ઉન્માક્ષર માટે એક જ વખત વપરાય છે.
પંક્તિ ૨૮ માં) સં. ૧૨૦૭, વિક્રમ સંવત પ્રમાણે ઈ. સ. ૧૧૪૯-૫૦ કે ૧૧૫૦-૫૧ ને મળતી તિથિવાળે છે. અને તેને આશય સૈલુક્ય નૃપ કુમારપા લની ચિત્રકૂટ ગિરિ, હાલન ચિતોડગઢની મુલાકાત અને તે સમયે ગિરિ પર સમિદ્ધિવર (શિવ) દેવના મંદિરને રાજાએ કરેલાં કેટલાંક દાનની નોંધ લેવાને છે. “! નમઃ સર્વજ્ઞાય ” એ શબ્દ પછી લેખમાં પાંચ શ્લોક છે, જેમાંના ત્રણ શિવની શર્વ, મૃડુ અને સમિઢેશ્વરના નામથી સ્તુતિ કરે છે અને બીજા વાણીની દેવી સરસ્વતીની સહાયની આરાધના કરે છે, અને કવિએનાં કાર્યોની સ્તુતિ કરે છે. કર્તા પછી (૫. ૫ માં) ચલુના કુળની સ્તુતિ કરે છે. તે કુળમાં મૂલરાજ નુપ જન્યો હતે. (૫. ૬) અને તે અને તે વશના અન્ય ઘણું નૃપે સ્વર્ગમાં ગયા હતા ત્યારે સિદ્ધરાજ નૃપાલ (૫. ૭) આવ્યું, જેની પછી કુમારપાલ (પં. ૯) આવ્યું. જ્યારે આ નૃપે શાકભરીના નૃપને પરાજ્ય કર્યો હતે (પં. ૧૦ ) અને સપાદલક્ષ મંડળ ઉજજડ કર્યું (૫. ૧૧) ત્યારે તે શાલિપુર નામે સ્થાનમાં ગયો (પં. ૧૨) અને ત્યાં પિતાની મહાન છાવણું નાંખીને તે ચિત્રકૂટ પર્વતનું મહત સન્દર્ય નિરખવા આ મનિ, મહેલ, સરવરે કે તડાગે, ઢળાવ અને વનેની ૧૩–૧૯ પંક્તિઓમાં પ્રશંસા થઈ છે. કુમારપાલે ત્યાં જે જોયું તેનાથી તે પ્રસન્ન થયે હતું અને તે પર્વતના ઉત્તર તરફના ઢળાવ પર આવેલા સમિઢેશ્વર દેવના મન્દિરમાં આવીને (૫. રર) તેણે દેવની અને તેની સહચરીની પૂજા કરી અને મન્દિરને એક ગામ (જેનું નામ સારી હાલતમાં નથી તે) આપ્યું(પં. ૨૬). બીજ દાને (ઘાણુક અથવા દીપ માટે તેલની ઘાણી વિગેરે) માટે પં. ર૭ માં કહેવાયું છે, અને પ. ૨૮ આપણને કહે છે કે, આ પ્રશસ્તિ જયકીર્તિના શિષ્ય દિગમ્બરના નાયક રામેકીર્તિથી રચાઈ હતી અને ઉપર દર્શાવેલી તિથિ ટાંકે છે.
આ લખાણુના સારાંશમાંથી જણાશે કે આ લેખ અતિ મહત્તવને નથી; પણ એ એટલું તે જણાવે છે કે કુમારપાલને રાજપુતાનામાં શાકશ્મરી(સાંભર)ના રાજનગરવાળા સપાદપક્ષ મડળના નૃપ અર્ણરાજ ઉપરને વિખ્યાત વિજય વિ. સં. ૧૨૦૭ કે તે પહેલાં ઘણું ટુંક સમયમાં થયે જોઈએ. જે શાલિપુર ગામમાં કુમારપાલે છાવણી કરી કહેવાય છે અને જે ગામ ચિત્રકૂટ પાસે હેવું જોઈએ તે ગામનું અભિજ્ઞાન કરવા હું અશક્તિમાન છું.
એ. ઈ. ૧. ૨ પા. ૪૨ પ્રો. જિજ્હોન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com