________________
નં૦ ૧૪ સિદ્ધરાજ જયસિંહને ગાળાનો શિલાલેખ
વિ. સં. ૧૧૭ વૈ. વ. ૧૪ કાઠિયાવાડમાં ઝાલાવાડ પ્રાંતમાં ધ્રાંગધરાથી આઠ માઈલ ઉપરગાળા અને દુદાપુર ગામથી સરખે અંતરે ચન્દ્રભાગા નદીને પશ્ચિમ કાંઠે જાના મંદિરનાં ખંડેર છે. કાઠિયાવાડ ગેઝેટીઅરમાં તેમ જ વર્ગસ્થ કર્નલ જે. ડબલ્યુ. વોટસને રચેલ પ્રાંગધરા સ્ટેટના વૃત્તાંતમાં તેના સંબંધી સહેજ પણ ઈસાર નથી તે ઉપરથી એમ માની શકાય કે તે મંદિર અત્યાર સુધી કેઈન પણ જાણવામાં આવ્યું નહતું. પરિણામે મંદિર તદન અરક્ષિત દશામાં પડેલું છે. પરંતુ હવે તે મંદિરની ઐતિહાસિક ઉપ
ગિતા સ્ટેટને સમજાવ્યા પછી તેની પૂરતી સંભાળ લેવાશે એમ મને ખાત્રી છે. અત્યારે જેટલા ભાગ મંદિરને હયાત છે તે ઉપરથી તે મંદિર કયા દેવનું હશે તેનું અનુમાન થઈ શકે તેમ નથી.
જવાના માર્ગ એક નાની ચાલીના જે છે અને તેનું માપ ૮-૪૪-૪ છે. પરંત સભામંડપની પશ્ચિમ તેમ જ ઉત્તર બાજુએ નિજ મંદિરનું નામ નિશાન નથી. માત્ર દક્ષિણ તરફ ઉત્તરાભિમુખ નાનું મંદિર છે અને તેમાં ગણેશની ખંડિત મૂર્તિ છે. આ મંદિરમાંના બધા લેખા ભૂખરા પત્થર ઉપર કતરેલા હેવાથી ઘસાઈ ગએલા છે. જોકે આ એક લેખ પ્રમાણમાં સહુથી વધુ સુરક્ષિત છે. લિપિ લગભગ બારમી સદીની દેવનાગરી છે. માત્રા બધે હાલની માફક અક્ષરની ઉપર નહીં, પણું અક્ષરની પહેલાં લખેલ છે. ભાષા અશુદ્ધ સંસ્કૃત છે.
લેખ વિ. સ. ૧૧૯૩ R. વ. ૧૪ ગુરૂવારની સાલને છે અને તેમાં ચૌલુક્ય રાજા સિદ્ધરાજ ધ્યસિંહને ઉલ્લેખ છે. આ રાજા મૂળરાજથી સાતમો છે અને ગુજરાતમાં સરે જયાસિંગ તરીકે ઓળખાય છે. તેણે ઈ. સ. ૧૯૪ થી ૧૧૪૩ સુધી રાજ્ય કર્યું. સિદ્ધરાજને આ પહેલામાં પહેલા શિલાલેખ છે.
જયસિંહદેવના બિરૂદે પૈધનાં નીચેના ત્રણ આ લેખમાં આપેલ છે. ૧ સમસ્ત રાજાવલિ વિરાજિત ૨ સિદ્ધચક્રવર્તિ ૩ અવતિનાથ. ત્રીજી પંક્તિમાં ખજાનચી (વ્યયકરણે મહામાત્ય)
ખરસાદનું નામ આપેલું છે. તે જ મંદિરમાં વિ. સં. ૧૨૧૫ ના બીજા લેખમાં બીજા અમલદાર કલાપ્રસાદનું નામ પણ વાંચી શકાય છે. આ બે નામો માટે સિંહદેવના પ્રસિદ્ધ થએલા લેખમાં મેં હું પણ કયાંઈ મળતાં નથી, તેથી આ લેખમાંથી તે પહેલી જ વખ્ત જાણવામાં આવ્યાં છે.
બપી પંક્તિને શરૂવાતને ભાગ તેમ જ મધ્યમાંને છેડે ભાગ ઘસાઈ ગએલ છે, છતાં લેખની મતલબ સમજી શકાય છે. લેખમાંથી સમજાય છે કે અંબપ્રસાદના સંબંધીઓએ ગણેશ તેમ જ ભટ્ટારિકાનું દેવળ બંધાવ્યું છે.
સિદ્ધરાજ જયસિંહે માળવા જિત્યાની તારીખચેકસ રીતે હજુ જણાઈ નથી.ઉજનમાંથી મળેલ તામ્રપત્રમાં પરમાર યશોવર્માને વિ. સં. ૧૧૯૧ મહારાજાધિરાજ લખેલો છે. તે ઉપરથી સમજાય છે કેવિ સં. ૧૧૯૧ સુધી માળવા જિતાયું નહતું. ઉંજનમાં બી શિલાલેખ વિ. સં. ૧૧લ્ય ને
છે, જેની હકીક્ત આર્કે. સ. . સ. ના ૧૯૧૫આખરના રીપોર્ટમાં આપેલી છે. તેમાં સિહરાજને અવન્તિનાથ લખેલે છે. આ ઉપરથી અનુમાન કરેલું કે માળવા વિ. સ. ૧૧૯૧ અને ૧૧૫ વચ્ચે જિતાયું હશે. પરંતુ આ ગાળાને લેખ વિ. સં. ૧૧૯૩ ને છે અને તેમાં સિદ્ધરાજને અવન્તિનાથ લખ્યું છે તેથી માળવા ૧૧૯૧ અને ૧૧૯૩ વચ્ચે જિતાયું દેવું જોઈએ.
૧ જ. બો. છે. ર. એ. સે
વો. ૨૫ ૫. ૩૨૪ જી. વી. આચાર્ય.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com