________________
ચોલુક્ય વંરાના લેખો
નં૦ ૧૩૭
મૂલરાજનું દાનપત્ર
વિ. સ. ૧૦૪૩ માઘ વ, ૧૫
અણહિલવાડના ચૌલુક્યોનાં અગિયાર દાનપત્રા સંબંધી ઐતિહાસિક નોંધ
રૂવાકાંઠાના કામચલાઉ પેાલિટીકલ એજન્ટ મેજર જે, ડબલ્યુ વેટસને ઘેાડા સમય પહેલાં મને ખબર આપી કે ગાયકવાડના ઉત્તર મહાલના મુખ્ય ગામ કડીની ગાયકવાડી કચેરીમાં કેટલાંક જૂનાં તામ્રપત્રા પડેલાં છે. એનરેખલ સર ઇ. સી. એઈલીની વિનતિ ઉપરથી ગવર્નમેંટ એફ ઇંડીયાના ફારીન સેક્રેટરી ડૉ થાનટને વડાદરાના એજન્ટ મારફત ગાયકવાડના દીવાન સર. ટી. માધવરાવ ઉપર વગ ચલાવી ૨૦ પતરાં એટલે કે ન૰૧ અને નં.૩ થી ૧૧ એમ લેખા પ્રસિદ્ધિ માટે મેળવી આપ્યા. નં. ૨ પાલનપુરના પે. એ. કર્નલ શાર્ટે રાધનપુરના દરબાર પાસેથી મેળવી આપેલ.
અત્યાર સુધીર અણુહિલવાડના ચાલુક્ય રાજાઓનાં ત્રણ દાનપત્રા પ્રસિદ્ધ થયાં છેઃ (૧) કુમારપાલનાં નાડાલનાં પતરાં (૨) ભીમદેવ ૧ લાનાં કચ્છનાં પતરાં' (૩) લીમદેવ ખીજાનાં અમદાવાદનાં પતરાં.૫
આટલાં સામટાં પતરાંની શેાષ તેટલા માટે ગુજરાતના ઇતિહાસ માટે બહુ ઉપયાગી છે. ખીજા વંશના કરતાં આ વંશની દંતકથાઓ વધુ પ્રમાણમાં જૈન પંચાયત મારફ્ત સુરક્ષિત રહેલ છે.૬ તાપણુ ઘણી ઐતિહાસિક હકીકત ઉપર હજી વધુ અજવાળું પાડવાની જર છે. આ વંશની ઉત્પત્તિ તથા મૂલરાજ કેવી રીતે ગાદીએ આવ્યા તે ચાક્કસ થયેલ નથી. રાજાએની સંખ્યા પણ શંકાસ્પદ છે. ભીમદેવના લેખમાં ૪ થા રાજા વલ્લભને છેાડી દીધા છે. મુસલમાન ગ્રંથકારાનું ગુજરાત ઉપર મહમુદ ગઝનવીની ચઢાઈનું વર્ણન જૈન ગ્રંથાની સાથે બંધ બેસતું નથી. ભીમદેવ ૨ જાના રાજ્યના સમય અને વાઘેલા વંશની ઉત્પત્તિ સંબંધી પણ વિશેષ અજવાળું પાડવાની જરૂર છે. મી. કીનલેક ફાર્બસની રાસમાળામાં આ ખાખત બહુ જ નુજ માહિતી છે. કારણકે તેને સામેશ્વરની કીર્તિકૌમુદી, રાજશેખરના પ્રબંધ કેશ અને હસ્તગણુિનું વસ્તુ પાલચરિત ઉપલબ્ધ નહાતાં. આટલા માટે આહીં આ લેખેાનાં અક્ષરાન્તર વિગેરે ઉપરાંત ઐતિહાસિક નોંધ મૂકવી જરૂરની છે.
ગુજરાતના ઘણાખરા જૈન કથાકાર લખે છે કે ગુજરાતના પહેલા ચૌલુક્ય રાજા, કનાજની રાજધાની ક્લ્યાણુમાં રાજકર્તા ભુવનાહિત્યના દીકરા રાજથી તથા અણહિલવાડ પાટણના છેલ્લા
૧ ઈ. એ. વા. ૬ પા. ૧૮૦ જી. બ્યુલર ૨ ઈ. સ. ૧૮૭૭ ૩ ટાડ રાજસ્થાન વા. ૧ યા. ૭૦૭ ૪ ફોર્મસ રાસમાળા વે।. ૧ પા. ૬૫ કચ્છના ઇતિહાસ આત્મારામ કે. ત્રિવેદીકૃત પા. ૧૭. ૬ અત્યાર સુધી નીચેના ગ્રંથો સુરક્ષિત છે— ૧ ) હેમચંદ્ર અને અભય તિલકના હ્રયાશ્રય કાશ, લખ્યા ઈ. સ. ૧૧૬૦ સુધાર્યાં ઈ. સ. ૧૨૫૫—૪૬ (૨) સેામેશ્વરની કીર્તકૌમુદી ઈ.સ.૧૨૨૦-૩૫ (૩) કૃષ્ણ ભટ્ટની રત્નમાલા ઈ. સ. ૧૨૭૦. ( ૪ ) મેરૂતુ ંગની પ્રબંધ ચિંતામણિ ઈ. સ.૧૩૦૮. (૫) મેરૂતુ`ગની વિચારશ્રેણી ઈ. સ. ૧૩૧૦, (૬) રાજશેખરના પ્રબંધકાશ ઈ. સ. ૧૩૪૦ ( ૭) હર્ષગણિનું વસ્તુપાલચરિત ઈ. સ. ૧૪૪૦-૪૧. ( ૮ ) જીનમંડનનુ કુમારપાલચરિત ઈ. સ. ૧૪૭૫–૩૬ તથા તેમાંથી ગુજરાતી ઉતારા,
છે. ૧૪
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com