________________
गोविन्द ५ मानां सांगलीनां ताम्रपत्रो
१५३ પક્ષ વિખેરી નાંખ્યા અને અનિમિષ નયનથી દર્શન એગ્ય (જેમ ઇન્દ્ર દવેથી દર્શન યોગ્ય છે તેમ) તે ઈન્દ્રરાજ આ ભૂમિપર સત્ય રીતે કહેવાતે,
(પ. ૨૦) દશકંઠને દર્પ હણનાર શ્રીહૃદયના વશમાં કોલ્લ જન્મ્યા હતા અને તેને ગુણમાં વિખ્યાત અર્જુન પુત્ર હતો. તેને મહાબળવાન અમ્મણ દેવ પુત્ર હતા અને તેનાથી પદ્મા જેમ સાગરમાંથી અને ઉમા હિમવાન નામના ગિરીશમાંથી જેમ જન્મી હતી તેમ બ્રિજામ્બા જન્મી.
(પં. ૨૨) શ્રી ઈન્દ્ર નૃપથી તેનામાં (દ્વિજામ્બામાં) ગોવિન્દરાજ નામને કામદેવથી અધિક રૂપ અને લાવણ્યવાળો પુત્ર જન્મે. તે સમર્થ હતો છતાં નિન્દિત ક્રૂરતા અગ્રજ બધુ તરફ તેણે બતાવી નહતી. બધુજનની સ્ત્રીગમન આદિ કુચરિતથી તેણે દોષ કર્યો ન હતો. શૌચ અને અશૌચ પરમુખ ( દુષ્કોના કારણું રૂ૫) પિશાચપણું ભયથી કદિ ધાર્યું ન હતું. તેનાં દાન અને અતુલ સાહસેથી પૃથ્વીમાં સાહસ માટે વિખ્યાત થયો. દાનવૃષ્ટિ વડે, સુવર્ણવૃષ્ટિ વરસાવી, અને અતિવૃષ્ટિથી તેણે કનકની વૃષ્ટિ કરી, અખિલ ભુવન ફક્ત કાંચનનું બનાવ્યું, એમ પ્રજા તરફથી કહેવાય છે. અતિ ભય ઉપજાવતા તેના દેશોના વિજય સમયે પૃથ્વી ખરેખર તેનાં મહાન પાલિદવજ રૂપે પોતાના ઉંચા કરેલા કર સહિત અને અન્ય દુષ્ટ નૃપથી મુક્ત થઈ આનંદથી નૃત્ય કરે છે. ઉદય પામતે તે અન્ય દર્પવાળા નૃપને સહન કરતો નથી, એ વિચારથી ભયથી ભરેલા મન સહિત સૂર્ય અને ચંદ્ર (તેઓ પોતે અન્ય દર્પવાળા મંડળને સહન કરતા નથી તે) પણ તેની આગળ નાશી ગયા. તેને સુંદર મહેલ જેમાં શત્રુ મડલેશ્વરે તેને નમન કરે છે તે વિજયથી ઉજજવલ છે અને તેના તેરણના નિયમિત ભૂષણ માટે ચન્દ્ર છે અને તે સદા તેના તજ સંપન્ન છે તેથી (મહેલ) વિરાજે છે. ખરેખર તે શત્રુઓનાં વિશેષ ગુણવાળાં સમાન સૈન્ય સહન કરતો નથી તેથી ગંગા અને યમુના (જેઓ તેમના સમાન નદીએ સહન કરતી નથી તે) તેના રાજમંદિરની સેવા કરે છે. જ્યારે તે નૃપ સુરાજ્ય કરતો હતો ત્યારે કોઈ પણ ભાગમાં કંઈ પણ વિમાન સ્થિતિ કદ્ધિ થતી નહીં. તેના અબદ્ધ પ્રતાપ અગ્નિની અસંખ્યા વાળાનું કાજળ તે નલ મેઘ છે, તેની અસિધારાના કુરતાં કિરણે તે ખચિત વિદ્યુતના ચમકારા જ છે. અંકુશમાં રાખવા કઠિણ અરિના ગજેનાં કુમ્ભ તે ભેદે છે ત્યારે , ઝરતાં મૌક્તિક તે તારા છે, અને તેના યશનાં બિંદુપાત જે વિશ્વભરે છે તે ચન્દ્ર, પદધિ અને શેષ છે. તેનું ચિત્ત કટક દૂર કરવા ઉત્સુક છે તેથી કમળનલિની તેના ભયથી જલમાંથી ( લઈ
છે. તેથી ) ઉંચાં થતાં નથી, પણ લકમી જે તેની કળીઓમાં વસે છે તે તેમનાથી ઉપહાર તરીકે દેવાઈ છે. પવનમાં ઉડતા તેને પંજરજથી અંધકારવાળા પૃથ્વીના ઉદર-ગર્ભમાં કેતકી આશ્રય લે છે. અને ફણસનાં વૃક્ષ અને વેત્રલતા તેના દ્વારમાં પિતાના બચાવ માટે સેવક માફક ઉભાં રહે છે અને તે અચિત્ય કદર્પનું રૂપ અને સૌંદર્ય ધારી હરના લોચનની ભસ્મ કરવાની શક્તિને ધિક્કારતાં હસતે તે ખચિત નિત્ય કન્દર્પ થયે. નિજ પ્રભુત્વ અને મંત્રશક્તિથી મહાન બનેલા ઉત્સાહથી શતમુખના સુખપર હાસ્ય કરતો તે ચાણ્યકેમાં ચતુર્મુખ થયો. તેના વિખ્યાત અને અતિ પ્રસિદ્ધ પ્રતાપથી ભરેલી પૃથ્વીનું શ્રેય કરવાની ઉત્સુક્તાવાળો તે પરાક્રમી વીરેમાં સાક્ષાત્ શ્રી નારાયણ થયા. (અને ) તેના હસ્ત ટેવાયેલા હતા તે શસ્ત્રથી શત્રુઓનાં વક્ષ:સ્થળક્ષેત્ર ભેદી તે શ્રી ત્રિનેત્ર સાક્ષાત્ નૃપમાં થયે.
(પ. ૩૯) પરમભટ્ટારક, મહારાજાધિરાજ, પરમેશ્વર, શ્રીમાન નિત્યવર્ષ દેવને પાદાનુધ્યાત પરમભટ્ટારક, મહારાજાધિરાજ, પરમેશ્વર, અતિપૂજાપાત્ર શ્રીમાન સુવર્ણવર્ષદેવ પૃથ્વીવલભ શ્રીમદ્ વલભનરેન્દ્રદેવ કુશળ ક્ષેમ હોઈને રાષ્ટ્રપતિ, વિષયપતિ, ગ્રામકૂટ, મહત્તર, આયુક્તક, ઉપયુક્તક અને આધિકારિકને તેમના સંબંધ અનુસાર જાહેર કરે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com