SearchBrowseAboutContactDonate
Page Preview
Page 216
Loading...
Download File
Download File
Page Text
________________ गोविंद ५ मानां सांगलीनां ताम्रपत्रो ૪૭ આ લેખમાં ગોવિંદ ૫ માને સુવર્ણવર્ષ (બીજો) અને વલ્લભનરેન્દ્ર (બીજો) એવાં બિરૂદ આપેલાં છે, અને તેમજ ઈન્દ્ર ૪ થાને નિત્યવર્ષ (૧) લખે છે. લેખની તિથિ શ. સં. ૮૫૫ (ઈ. સ. ૯૩૩-૩૪) વિજય સંવત્સર શ્રાવણ સુદિ ૧૫ ગુરૂ વાર આપેલ છે. દાનમાં રામપુરી વિગેરે ૭૦૦ ગામના જથામાંથી લેહગ્રામ ગામ આપેલું છે, અને તે પુડવર્ધનમાંથી પિતે અગર તેને પિતા નીકળી આવેલ કૌશિક ગોત્રના બ્રાહ્મણ કેશવ દીક્ષિતને આપેલું છે. આ પુણ્યવર્ધન તે હયુએનસેંગનું પુન્નતન્ન ગામ હાય એમ સંભવે છે. તેને જનરલ કનીંગહામે બંગાળામાં ગંગાનદીના કાંઠાના પબના અથવા પુનાની સાથે બંધ બેસારેલ, પણ પાછળથી તેને ઉત્તર બંગાળામાં બેગ્રાની ઉત્તરે ૭ માઈલ ઉપરના કારતયા ઉપરનું મહાસ્થાન તરીકે ઓળખાવવામાં આવેલ છે. ગોવિંદ ૫ માને શ. સં. ૮૫૧–પર (ઈ. સ. ૯૩૦–૩૧) વિકત સંવત્સર માઘ સુદિ પૂર્ણમાની તિથિને બીજો લેખ ધારવાડ પ્રગણુના બંકાપુર તાલુકાના કળશ ગામમાંથી મળેલ મારી પાસે છે અને તેમાં પણ તેને ગોજિગદેવ, નૃપતંગ, વરનારાયણ અને રક્તકંદર્પ એવાં બીરૂદે આવેલાં છે. સર વોટર ઈલીયટની માલીકીનાં, પૂર્વ તરફના ચાલુક્યનાં તામ્રપત્રમાં શક ૮૪૫ થી ૮૫૭ સુધી રાજ કરતા ભીમ ૨ જાના હાથે ગોવિંદ ૫ માની હાર થયાનું લખ્યું છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara. Surat www.umaragyanbhandar.com
SR No.034506
Book TitleGujaratna Aetihasik Lekho Bhag 02
Original Sutra AuthorN/A
AuthorGirjashankar Vallabhji Acharya
PublisherFarbas Gujarati Sabha
Publication Year1935
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy