________________
૨y,
गोविंद ४ थाना खंभातनां ताम्रपत्री
ભાષાન્તરમાંથી અમુક ભાગ ૫. ૪૦ પરમભટ્ટારક મહારાજાધિરાજ પરમેશ્વર શ્રીનિત્યવર્ધદેવના પાદનું ધ્યાન ધરનાર ૫. મ. ૫. શ્રીસુવર્ણવર્ષદેવ પૃથ્વીવલ્લભ શ્રીવલ્લભનરેન્દ્રદેવ કુશળ હેઈને રાષ્ટ્રપતિ વિગેરે અધિકારીઓને આજ્ઞા કરે છે કે
તમે બધાને વિદિત થાય કે હું મંદિરે વિગેરેને આપેલાં દાન આગલા રાજાઓએ જપ્ત કરેલાં છતાં પાછાં ચાલુ કરનાર, અને પ્રતિદિન નવાં દાન ચિરકાળ ટકે તેવાં આપનાર, માન્યખેટમાં સ્થિત થઈને શક સંવત ૮૫ર ના સુદિ ૧૦ વાર સેમ ખર સંવત્સર અને હસ્ત નક્ષત્રમાં કપિત્થ ગામમાં ૫ટબધના ઉત્સવપ્રસંગે તુલાપુરૂષમાં ચડીને નીચે મુજબ દાન આપે છું. ( ૧ ) બલિ, ચરૂ, વૈશ્વદેવ ઈત્યાદિ માટે બ્રાહ્મણને ૬૦૦ અગ્રવાર તથા ૩ લાખ સુવર્ણ, (૨) દેવાલયના ઉપલેગ માટે તેમ જ તેના જીર્ણોદ્ધાર, તેલ, ગબ્ધ, પુષ્પ, દીપ અને બીજા પૂપચાર માટે, તથા અન્ન અને વસ્ત્રના સદાવ્રત માટે ૮૦૦ ગામડાંઓ, ચાર લાખ સુવર્ણ અને ૩ર લાખ દ્રમ તલાપુરૂષ ઉપરથી ઉતયો પહેલાં વિશેષમાં માતાપિતાના પુણ્ય માટે લટ દેશના ખેટક મંડલમાંના તીર્થ કાવિકામાંથી આવેલા અને માન્ય ખેટમાં આવીને શ્રી વલ્લભ નરેન્દ્રદેવના આશ્રયમાં રહેતા, માઠા ગોત્રના વાજિકાવ શાખાના મહાદેવના પુત્ર નાગમાર્યને લાટ દેશના ખેટક મંડલમાંના કેવજ ગામનું દાન કર્યું છે. તે કેવજ કાવિકાના તીર્થની પાસે આવેલું હતું. આ દાન નીચેના હેતુઓ માટે આપવામાં આવ્યું હતું. ( ૧ ) બલિ, ચ, વિશ્વદેવ અને અતિથિતર્પણ માટે, ( ૨ ) કામ્ય, નિત્ય, અને નૈમિત્તિક કર્મ માટે, (૩) દર્શ, પૂર્ણમાસ, ચાતુર્માસ, અષ્ટકા, આગ્રયરું પાક્ષિક શ્રાદ્ધ વિગેરે કર્મ માટે, (૪) ઈષ્ટક્રિયાની પ્રવૃત્તિ માટે ( ૫ ) ચરુ, પુરાડેશ, સ્થાલીપાક પકાવવા માટે, (૬) હમ, નિયમ, સ્વાધ્યાય માટે તેમ જ અધ્યયનની દાનદક્ષિણ માટે (૭) રાજસૂય, વાજપેય, અગ્નિષ્ટોમ ઈત્યાદિ સાત સમય માટે, ( ૮ ) મિત્રાવરૂણ, અવ, હેતા વિગેરે ઋત્વિજોનાં વસ્ત્ર, અને અલંકારથી સત્કાર તથા દાન દક્ષિણ માટે ( ૯ ) અને સત્ર, પ્રપા, પ્રતિશ્રય, વૃષેત્સર્ગ, વાવ, કુવા, તળાવ, વાડી, દેવાલય વિગેરે કરાવવા માટે.
દાનમાં આપેલા ગામની સીમા નીચે મુજબ હતી. પૂર્વમાં કાવિકા તીર્થની સીમા, દક્ષિણમાં સામગામ નામનું ગામડું પશ્ચિમમાં સીહક ગામડું; અને ઉત્તરમાં કાવિકા તીર્થની જમીનની સીમા.
ત્યાર બાદ બાકીના ભાગમાં શાપ દર્શાવનારા શ્લોકો છે. શ્લે. ૩૭ ગેવિંદરાજનું આ દાનપત્ર ગંગાધરાર્થના પુત્ર નાગવર્મનથી લખાયું હતું.
છે.
૧
Shree Sudharmaswami Gyanbhandar-Umara. Surat
www.umaragyanbhandar.com