SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ कपडवंजनुं कृष्ण २ जानुं दानपत्र १२१ ૧૬ પવનપુત્ર(હનુમાન ) જે ધવલપ થયો, જેણે સઘળા શત્રુઓને જિત્યા, જેનું નામ બહુ પ્રસિદ્ધ થયું અને જેણે યશ વડે જગને ધવલ કર્યું ૧૭ યશ મેળવવાની ઇચ્છાવાળા જે ધવલખે સિહ સમાન બનીને શત્રુને તાકીદે હો અને એ શત્રુથી ખૂંચવી લેવામાં આવતું રાજ્ય પિતાના સ્વામીને આપ્યું _ ૧૮ એનો પુત્ર પ્રચંડ થયે, જે રણમાં કીર્તિલંપટ હ; અને અદ્ભવ પણ થયે, જે નિર્મલ અને ખવડે પૃથ્વીમાં વિખ્યાત હતા. ૧૯ શેલુના જેવા લલિત હાથવાળા સેલવિદ્યારે પણ લડાઈમાં શત્રુઓને હણને યશ વડે કુલને અલંકૃત કર્યું. ૨૦ શ્રીમાનું વલલભરાજ અકાલવર્ષ શ્રીહર્ષપુરથી ઓળખાતાં સાડા સાતસે ગામે ભગવે છે. પંક્તિ ૩૧ આવનારા (ભવિષ્યમાં થનારા) બધા ભદ્ર નૃપતિઓને, મહાસામન્તોને, અમાત્યને લશ્કરના અધિકારીઓને, જીલાના હાકેમોને અને જ્હોટેરાઓને (વડા મુખીઓને) (એ રાજા) જણાવે છે. તમારે જાણવું જે, શ્રી ખેટક, હર્ષપુર અને કાસદ્રહનાં હાડા સાતસે ગામમાં જ્યારે પંચમહાશદને પામેલા મહાસામત પ્રચંડના દંડનાયક શ્રી ચન્દ્રગુપ્ત હતા ત્યારે, મેં હર્ષપુરનાં રહાડા સાતસે(ગામે )ની અંદર આવેલી કર્પટવાણિજ્ય રાશીમાં રહેલ સૂરિદ્ધા દશકમાં આવતું વ્યાધ્રાસ ગામ, વૃક્ષમાલા સહિત, દંડની અને દશ-અપરાધની શિક્ષાની સત્તા સાથે, સીમા સુદ્ધાં, કાઇ, તૃણ, કૂપ, તડાગ સમેત, ભેગ અને ભાગ સહિત, સુવર્ણ સહિત, ચાર સીમા સાથે, ઘાસ તૃણુ સુદ્ધાં, લખી આપ્યું છે. સીમા લખવામાં આવે છે. પૂર્વે પંથેડા ગામ અને વિખાવલી, દક્ષિણે કેરડવલ્લી ગામ અને અરધુવક ગામ, પશ્ચિમે નાવાલિકા અને અપૂર વલી, અને ઉત્તરે અવાઉચ ગામ; એવી ચતુઃસીમાથી એાળખાતું વલૂરિકા ગામ, ભટ્ટ નિવાસી ભરદ્વાજસત્ર વાજિમાધ્યદિન(શાખા) ભણનાર, વવના પુત્ર, બ્રાહ્મણ બ્રહ્મભટને, બલ, ચરૂ, અને વૈશ્વદેવ અર્થે, સ્નાન ઉદક ત્યાગપૂર્વક, દાનમાં આપવામાં આવે છે. માટે અમે આપેલું ધર્મદાન બધા ભાવિ રાજાઓએ, અમારું ઉલંઘન કર્યા વગર, પાળવું અને માન્ય રાખવું. પં. ૪૪ અને વ્યાસ ઋષિએ કહ્યું છે કે (રિવાજ મુજબના બાર શ્લોક છે) પં. ૫૯ શ્રી ધવલ૫ પુત્ર શ્રી અકુકને આ સ્વહસ્ત (દત) છે. શક સંવત ૮૩૨, વૈશાખ શુદ્ધ પૂર્ણિમાએ, મહાવૈશાખી તિથિએ, પૂર્વે કરાયેલા દેવદાન કે બ્રાદાનને અપવાદ રાખીને, દાન કર્યું છે. તેમાદિત્યના પુત્ર કુલપત્રક અઐયકે આ શાસન લખ્યું છે. આમાં જ્યાં અક્ષર ઊન કે અધિક હોય તે સઘળું પ્રમાણ છે; વ્યાસ જેવા પણ ભૂલે છે. શ્રી ચન્દ્રગુપ્તને આ સ્વહસ્ત( દસ્કત) છે. ૧ આ પ્રચંડ અને આકકુવનો ભાઈ હશે. ૨ દ૬ ૨ જાના ઈલાવ દાનપત્રમાંનું ગ્રામ અરલૌમ સાથે સરખાવો. ( ઈ. એ. વો. ૧૩, પા ૧૧૭ ) Shree Sudharmaswami Gyanbhandar-Umara. Surat www.umaragyanbhandar.com
SR No.034506
Book TitleGujaratna Aetihasik Lekho Bhag 02
Original Sutra AuthorN/A
AuthorGirjashankar Vallabhji Acharya
PublisherFarbas Gujarati Sabha
Publication Year1935
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy