________________
अंकुलेश्वरनुं कृष्ण २ जानुं एक दानपत्र
११३
ભાષાન્તર
( ૨૦ ) આ... ... શ્રી દક્તિવર્મનને પ્રબળ પ્રતાપવાળ • • પુત્ર •
( ૨૧ ) મહાન નૃપમંડલથી સ્તુત્ય અને જેનાં ચરણકમળ ... ... જે શત્રુઓના હાથીનાં કુમ્ભસ્થળ પિતાની ઉત્સાહપૂર્વક ખેંચેલી તરવારના પ્રહારથી ભેદતા, જે શૂરે, સજજન, વત્સલ અને અતિ સરળ હતા તેનાથી ••• •••••••••••
A ( ૨૨ ) [ કેઈ વિજયના ઉત્સવમાં ઉજાણુનું વર્ણન આપતું જણાય છે ] જ્યારે દ્ધાઓએ મદિરા અને શત્રુઓના યશનું એકી જ કાળે પાન કર્યું.' | ( ર૩ ) કૂરમાં તરવાર ધારીને જેણે દૂર પ્રદેશમાં યશ સ્થાપે હતું, તેણે વલ્લભ નપની નજરેજ ઉજજયિનીમાં શત્રુઓને પરાજય કર્યો.
(૨૪) તેણે જીવિતને અસાર અને પવન અથવા વિદ્યુત જેવું ચંચલ માનીને, પરમપુણ્ય ભૂમિદાનનું આ ધર્મદાન કર્યું છે
(૨૫) મહાન સામન્તનો નાથ, અને સર્વ મહાશબ્દ પ્રાપ્ત કરનાર શ્રીમદ્દ અકાલવર્ષ શ્રી કૃષ્ણરાજ સમસ્ત રાજપુરૂષને (નીચેની આજ્ઞા ) જાહેર કરે છે –
તમને જાહેર થાઓ કે મારાં માતાપિતા અને મારા આ લેક તેમજ પર લોકમાં પુણય અને યશ માટે અંલેશ્વરમાં નિવાસ કરી, નર્મદા નદીમાં ભગવતતીર્થમાં સ્નાન કરીને, ચૈત્રી અમાસ ને સૂર્યગ્રહણ વખતે શકરાજાના સમય પછી સંવત ૮૧૦ માં– અજવાસાવકના પુત્રે, વરિઅવિના નિવાસી, ઉક્તસ્થાનના ત્રિવેદિ મધ્યેના કુડિન ગોત્રના, યજુર્વેદનું અધ્યયન્ કરતા તણુઅવાસાવક અને તેના ભાઈ ગુહેશ્વ૨ આ બે બ્રાહ્મણોને બલિ, ચરૂ, વૈશ્વદેવ, અગ્નિહોત્ર આદિ વિધિનાં અનુષ્ઠાન માટે કવિઠસાઠિ નામનું ગામ મેં પાણુના અર્થ સાથે આપ્યું છે. તેની સીમા – પૂર્વમાં વલછ ગામ; દક્ષિણમાં ઉત્તરપઢવણુક-ગામ; પશ્ચિમે વરિઅવિ બંદર અને ઉત્તરે વસુહારિક ગામ .... ... ... ... કમ(પૈસા)દાન દેવાયેલા પુરૂષને ત્રણ હફતે આપવાના છે. એક ભાદ્રપદમાં બીજે કાર્તિકમાં ને ત્રીજો માઘમાં;
આ દાનપત્રને હૃતક અતિ મહાન મહામાત્ય અલેયક નામને બ્રાહ્મણુ. આ દાનપત્ર મેં કલુકના પુત્ર મહા સાંધિ વિગ્રહિક શ્રી જજજકે લખ્યું છે. આ મારા શ્રીમદ્ અકાલવર્ષ કૃષ્ણરાજના સ્વહસ્ત છે.
૧ સરખા રધુવંશ ૪, ૪ર ૧ વાસાવ એ વાસાપકનું પ્રાકત ૩૫ છે, વાસા૫ક કોઈ પદવીષારી વર્ગ બતાવે છે. ( રાઠોડ દાનપત્ર નં. ૩ પતરૂં બીજું બી. પંકિત ૩ );- જુએ છે, મ્યુલહરની એ ભાગ ઉપરની નેટ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com