________________
गुजरातना ऐतिहासिक लेख
સંગાત્ર અને વાજિ માધ્યન્દિન સબ્રહ્મચારી, અને ( તેના પિતાના મૃત્યુ પછી) શ્રી ગાવિશ્વ રાજ તરફથી રાજ જોશીના શબ્દ પ્રાપ્ત કરનાર, યાગને, કાશÒડ વિષયમાં, પૂસિલાવિલ્લિ ગામ જેની સીમાઃ—પૂર્વે વેહિચ્ચ નદી; અને વારીવદ્રક ગામ, દક્ષિણે ચતુઃસરી ગામ; પશ્ચિમે–તસિલાવલિ ગામઃ ઉત્તરે વિન્ડુચવલિ ગામ. આ ગામ તેની ચાર સીમા સહિત, ઉદૂંગ સહિત, ઉપરિકર સહિત, દશ અપરાધની શિક્ષા અને દંડની સત્તા સહિત, ભૂતવાત પ્રત્યાય સહિત, વેઢ સહિત, અન્ન અને સુવર્ણની આવક સહિત, ચાટ અને ભટના પ્રવેશ મુકત, રાજ પુરૂષાના હસ્ત પ્રક્ષેપણુ મુક્ત, ચંદ્ર, સુરજ, સાગર, પૃથ્વી, નદીઓ, અને પર્વતાના અસ્તિતકાળ સુધી પુત્ર પૌત્ર અને વંશએના ઉપભેગ માટે, પૂર્વે મંદિશ અને દ્વિજોને કરેલાં દાન વર્ષે કરી–ભક્તિ થી શનૃપના કાળ પછી સં. ૭૫૭ કાર્તિક શુદ્ધિ ૧૫, કૃત્તિકામાં જે મહાન ક્રિને પૂર્ણ ઇન્દુ હો તે દિન સ્નાન કરીને, આજે, લિ, ચરૂ, વૈશ્વદેવ, અગ્નિહેાત્ર, અને અતિથિ સત્કારના પંચમહાયજ્ઞના અનુષ્ઠાન અર્થે, પાણીના અધ્યેથી આપ્યું છે.
( પંક્તિ. ૩૯ ) આથી જ્યારે તે બ્રહ્માય અનુસાર ( આ ગામના ) ઉપ@ાગ કરે, ઉપભાગ કરાવે, ખેતી કરે, કે ખેતી કરાવે, અથવા અન્યને સાંપે, ત્યારે કાઈ એ પ્રતિબંધ કરવા નહિ. અને અમારા વંશના કે અન્ય ભાવિ નૃપાએ ભૂમિદાનનું ફળ સર્વે નપને સામાન્ય છે અને રાજ્યશ્રી વિદ્યુત સમ ચંચળ છે, અને જીવિત તૃણાગ્ર પરના જળબિંદુ સમાન અસ્થિર છે, એમ વિચારીને આ અમારા જ્ઞાનને પાતાના દાન સમાન ગણવું, અને અનુમતિ આપવી. અને અજ્ઞાનના ઘન તિમિરથી આવૃત થએલા ચિત્ત વડે, ને કાઈ આ દાન જપ્ત કરશે અથવા જપ્તિમાં અનુમતિ આપશે, તે પંચમહાપાપ અને અલ્પ પાપાના દોષી થશે.
( પંક્તિ. ૪૪) અને ભગવાન્ વેદવ્યાસે કહ્યું છે—ભૂમિદાન દેનાર, સ્વગૅમાં, ૬૦ હજાર વર્ષે વસે છે પણ તે જપ્ત કરનાર, કે તેમાં અનુમતિ આપનાર, તેટલાંજ વર્ષ ન૭માં વાસ કરે છે. ભૂમિદાન જપ્ત કરનાર વિધ્યા પર્વતના નિર્જલ વનમાં શુષ્ક વૃક્ષના કાટરમાં વસતા કાળા સર્પી જન્મે છે. સુવર્ણ અગ્નિનું પ્રથમ બાળ છે; પૃથ્વી વિષ્ણુની છે, ધેનુએ સૂર્યની પુત્રી છે. સુવર્ણ, ધેનુ અને ભૂમિ દેનારથી ત્રિભુવન દેવાશે. સગરથી માંડીને ઘણા તૃપાએ પૃથ્વીના ઉપભાગ કર્યાં છે. જયાં સુધી જે નૃપ ભૂમિના પતિ, ત્યાંસુધી તેને દાનનું ફળ છે, નૃપાથી પૂર્વે થએલાં પુણ્ય, લક્ષ્મી અને યશના ફળવાળાં દાન જે દેવાને આતિ સમાન કે ઉલટી કરેલા અન્ન સમાન છે તે કયા સુજન પુનઃ હરી લેશે ? નૃપામાં શ્રેષ્ઠ હું નૃપ ! તારાથી કે અન્યથી અપાએલી ભૂમિનું સંભાળથી રક્ષણ કર. ભૂમિનું રક્ષણ દાન કરતાં અધિક છે. આથી રશ્રી અને જીવિત કમળપત્ર પરના જળબંદુ સમાન ચંચળ છે એમ વિચારીને, વિમળ મનના અને નિગ્રહવાળા જનાએ અન્યના યશના નાશ કરવા નહિ.
( પંક્તિ. ૫૩ ) આ દાનના હૃતક શ્રી દેવરાજ છે, અને શ્રી દુભટના પુત્ર સંધિવિગ્રહિ નારાયણથી લખાયું છે.
( પંક્તિ ૫૪ ) ઉપરનું લખેલું, મારી શ્રી રાજદેવના પુત્ર શ્રી વરાજદેવની ઈચ્છાથી છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com