________________
गुजरातना ऐतिहासिक लेख તેણે આખું જીવિત વિદ્યુત સમાન ચંચળ અને અસાર છે એમ જોઈ, ભૂમિદાન હોવાથી પરમ પુણ્યવાળું આ ધર્મદાન કર્યું છે. અનેjમહાસામન્તાને અધિપતિ, સર્વ મહાશબ્દ ધારનાર પ્રભૂતવર્ષ શ્રીગોવિન્દરાજ પિતાની સાથે કઈ પણ સંબંધવાળા તેના સમરત રાષ્ટ્રપતિ, વિષયપતિ, ગ્રામકુટ, આયુક્તક, આષિકારિક, મહત્તર, આદિને આ શાસન જાહેર કરે છે –
તમને જાહેર થાઓ કે મેં ભરૂછમાં વસી મારાં માતાપિતા અને મારા આલેક અને પરલોકમાં ફળ પ્રાપ્તિ, અને પુણ્ય યશની વૃદ્ધિ અર્થ, કાપીકામાં આવેલા કોટિપુરમાં આવેલું શ્રીમદ્જ્યાદિત્ય નામવાળા સૂર્ય ભગવાન( ના મંદિર)ને ખંડિત અને ફાટ પડેલા ભાગના સમારકામ માટે, ગબ્ધ, પુષ્પ, ધૂપ, દીપ અને નૈવેદ્યના ખર્ચ માટે પૂર્ણવિ નામનું ગામ જેની સીમા પૂર્વે વટપદ્રકઃ દક્ષિણે જદ્વાણગામઃ પશ્ચિમે . . મગન અને કાલીયર ગામે ઉત્તરે રૂહાડ ગામઃ આ ચાર સીમાવાળું આ ગામ, .. ... ... સહિત, ... ... ... સહિત, લીલી અને સૂકી ઉત્પન્ન સહિત, દશ અપરાધના દંડના નિર્ણયની સત્તા સહિત, ઉદુભવતી વેઠના હકક સહિત, અન્ન અને સુવર્ણની આવક સહિત, પૂર્વે દે અને બ્રાહ્મણને કરેલાં દાન વર્જ કરી, ભૂમિછિદ્રન્યાય અનુસાર, સૈનિકાના પ્રવેશ મુક્ત, રાજ પુરૂષના હસ્ત પ્રક્ષેપણ મુક્ત, ચંદ્ર, સૂર્ય, પૃથ્વી, સાગર, સરિતાઓ, અને પર્વતાના અસ્તિત્વ કાળ સુધી . . •• શક નૃપના કાળપછી સંવત્સર ૭૪૯ વૈશાખ શુદ્ધિ ૧૫ ને દિને નર્મદા નદીમાં નાન કરી, પાણીના અર્ધથી દાનને અનુમતિ આપી આપ્યું છે.
આ શ્રી શ્રીગોવિન્દરાજના સ્વહસ્ત છે. અને આ શ્રીગેવિન્દરાજની આજ્ઞાથી મારાથી સાંધિ વિગ્રહીક શ્રી અવેલેકિતના પુત્ર કુલપુત્ર શ્રી મેગેશ્વરથી લખાયું છે. અહીં દતક શ્રીકુમુદ છે.
૧ અનુવાદ કયો વગરનો અખરો ભાગ, હંમેશ મુજબ ભાવિ રાજાઓને સૂચનાઓના છે. અને ભૂમિદાન જત ન કરવા સંબંધ મહાભારતના ઓ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com