SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ राष्ट्रकूट राजा कर्क २ जानां ताम्रपत्रो (૨૪) અને તેનું જગમાં વિખ્યાત અપર નામ પૃથ્વીવલ્લભ હતું, અને ચાર સાગરથી બંધાએલી પૃથ્વી તેણે એકલા હસ્તે શરણે કરી. (૨૫) આત્મા એક છે છતાં ભેદવાદિઓથી બહુ રૂપી મનાય છે તેમ તે શત્રુના સૈન્યને અનંત સાગર પિતાના ભુજબળથી ઓળંગતે હતો ત્યારે એક રૂપ વાળે તે હતું છતાં શત્રુએને યુદ્ધમાં અનેક રૂપધારી લાગતું. (૨૬) “ હું એકલે છું અને અસજજ ( શસ્ત્ર વિનાને) છું આ શત્રુઓ ઘણું અને સજજ છે ” આ વિચાર તેને સ્વમમાં પણ આવતે નહીં, તે પછી ચુદ્ધમાં તે કયાંથી જ સંભવે ? (૨૭) સ્તંભ આદિ પ્રબળ અનેક નૃપેએ એકત્ર બની, પિતાના પિતાએ રાજ્યાભિષેક કળશમાંથી સિચેલા જળથી અપેલું રાજાધિરાજ અને પરમેશ્વરનું પદ, તેમના બાહુબળથી હરી લેતા હતા એવું જોઈને, (૨૮) તેણે એકલાએ મહાન યુદ્ધમાં તેમને અન્ય ગૃપ મંડળ સહિત, તેની ઉંચી કરેલી અસિધારાના પ્રહારથી સંતાપી, તેમને સર્વેને બધીવાન કર્યા. અને શ્રીને, સુંદર અને મૂલ્યવાળી ચૌરી ધારતી, અને પોતાના ગુરૂઓ, દ્વિજે, ગુણિજને, મિત્રો અને બધુજને જેઓ નિરાશ થઈ ગયા હતા તેમનાથી ઉપભેગા થાય તેવી સ્થિર બનાવી. (૨૯) પિતાના શત્રુમંડળને ધ્રુજાવનાર તે વર્ગમાં ગમે ત્યારે તેને પુત્ર શ્રીમાન મહારાજ શ જે ગુણ માટે વિખ્યાત હતું તે નૃપ થશે. (૩૦) આર્થિજનેને, સર્વ અભિલાષ પૂર્ણ કરી સંતુષ્ટ કર્યાંથી, અમોઘવર્ષ નામની પૂર્ણ યેગ્યતા તેણે સિદ્ધ કરી. (૩૧) તેના પિતૃવ્યક, તેના શત્રુઓના જગતના યશ અને વૈભવના નાશને હેતુ, ઉદયવાળે, શ્રીસંપન્ન, અને ગુણ નૃપના ચિત્તમાં સ્તુતિ પ્રગટાવતે ઈન્દ્રારાજ નૃપ થયો. રાજ્યશ્રી દીનતાથી અને તેના તરફ પ્રેમથી અન્ય નૃપને ત્યજી સર્વ કવિઓ પાસે મોટેથી તેના સ્વભાવનું ગાન કરાવતી. (૩ર) પિતાના એકલા કરથી વિજય પ્રાપ્ત કરનાર, એવા તે સાહસમાં પ્રીતિવાળાને, સૈન્ય ફક્ત, રાજ્યચિહ્ન સમાન હતું. મેદસંપન્ન હોવાથી તે, અખિલ વિશ્વના સ્વામિ પરમેશ્વર સિવાય અન્ય દેવેને પણ નમન કરતો નહીં. (૩૪) તેને, વંશને સાર, રાજ્ય ભાર સંભાળનાર, નય સાથે મેળવેલા પરાકમવાળે, અનેક બધુજનેને તેની શ્રીથી રંજનાર, ધનુષ્યના પ્રયોગમાં પાર્થ સમાન વિજયી, ચાર્જમાં પ્રથમ શ્રી કકર્કરાજ નામે પુત્ર હતા. (૩૫) દાન, પ્રતિષ્ઠા, ધર્મરાજ્ય, શૌર્ય અને વિકમમાં તેના સમો અન્ય નૃપ છે કે નહીં તે જાણવાની જિજ્ઞાસાવાળે તેને યશ પૃથ્વીમાં ભ્રમણ કરે છે. (૫૫૬૯) અને તે મહાસામંત અધિપતિ સુવર્ણવર્ષદેવ શ્રી કર્કરાજ જેણે સર્વ મહાશબ્દ પ્રાપ્ત કર્યા છે, તે રાષ્ટ્રપતિ, વિષયપતિ, ગ્રામકૂટ, આયુક્તક, નિયુક્તક, આધિકારિક મહત્તર આદિને તેમના સંબંધ અનુસાર શાસન કરે છે ૧ આ શ્લોક પોતાની મેળે એક પૂર્ણ વાકય નથી, નીચેના શ્લોક સાથે વાંચે છે અને તે બનેને જોડવા માટે “ અવલોક્ય” કે એવો કોઈ શબ્દ અધ્યાહાર લેવો જોઈએ. ૨ આ પછી શ્લોકને સમજી શકાય તે અનુવાદ કરવાના સર્વ પ્રયત્નો નિષ્ફળ નિવડયા છે. ગુજરાતના રાષ્ટ્રકૂટ વંશના ધ્રુવ બીનાનાં બગુમર દાનપત્રનાં વાંચનથી આ શ્લોકનાં વાંચનમાં ઘણું જ ભેદ છે, પરંતુ આ વાંચન, મારી પાસે આ જ રાજાનું એક અપ્રસિદ્ધ દનપત્ર છે તેમાંનાં વાંચન સાથે લગભગ સમાન છે. તેથી આ શ્લોકનું ખરેખરૂં તાત્પર્ય કરવું બીલકુલ અશકય છે એટલું જ નહીં પરંતુ માનસ, ઇન્દ્રરાજને મિત્ર રાજા હતા તે ઐતિહાસિક વાત સાબિત કરવી, એ ઘણું જ જોખમભરેલું છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034506
Book TitleGujaratna Aetihasik Lekho Bhag 02
Original Sutra AuthorN/A
AuthorGirjashankar Vallabhji Acharya
PublisherFarbas Gujarati Sabha
Publication Year1935
Total Pages398
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy