SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ નં. ૨૪ ધ્રુવસેન ૧ લાનાં તામ્રપત્રો સંવત ૨૧૦ ભાદ્રપદ વદિ ૯ આ શાસનનું પહેલું પતરું પાલીતાણુમાં શત્રુંજય દરવાજા પાસેના તળાવમાંથી ગાળ કાઢતી વખતે મળી આવ્યું હતું. સ્વસ્થાન ભાવનગરના દરબારે તે પતરૂં મુંબઈમાંના પ્રિન્સ ઓફ વેલ્સ મ્યુઝીયમને ઈ. સ. ૧૯૧૮ માં ભેટ આપેલું છે. બીજું પતરું કાઠીયાવાડના ગોહિલવાડ પ્રાંતમાંના પાલીતાણાથી નિત્ય ખૂણે ૧૦ માઈલ ઉપર આવેલા અયાવેજ નામના નાના ગામડામાંથી મી. ટયુડર એવન આઈ. સી. એસ. એડમીજીટર પાલીતાણુ સ્ટેટ ને ઈ. સ. ૧૮૯૪માં મળ્યું હતું અને તે અત્યારે રાજકેટમાંના વોટસન મ્યુઝીયમ એફ એન્ટીવીટીઝમાં સુરક્ષિત છે. બને પતરાંની એક જ બાજુએ લેખ કતરેલો છે. પતરાનું માપ ૧૦૨ ઇંચ પહોળાઈ અને દફ ઇંચ ઉંચાઈ છે. પતરાંની કેર હેજ ઉપડતી છે અને તે બને સુરક્ષિત છે. અક્ષરે ઉંડા કેરેલા છે અને પતરાંની બીજી બાજુએ દેખાય છે. કોતરકામ સારી રીતે કરવામાં આવ્યું છે. પહેલા પતરાનું વજન ૫૬ તેલા છે. પતરાંના નીચલા અને ઉ૫લ્યા છેડા ઉપર બને સાથે બાંધવા માટે તેમ જ સીલ માટે છે. અને પતરાંમાં ૧૫ લીંટી કરેલી છે. સં. ૨૧૦ માં ધ્રુવસેન ૧ લાએ આપેલા દાનની હકિકત આમાં છે. (૧) નગરકના રહેવાશી, આત્રેય ગેત્રના, અને વાજસનેય શાખાના શાબ્લિશર્મન નામના બ્રાહ્મણને સુરાષ્ટ્રમાંના ભણિકા ગામના અગ્નિખૂણાના પાદરમાંની દસ પાદાવર્ત જમીન આપેલી હતી (૨) તેમજ તેજ બ્રાહ્મણના ભાઈ દેવશર્મન ને તે જ પાદરમાં ૧૦૦ પારાવર્ત જમીન, અને બાર પાઠાવર્તિ ક્ષેત્રફળવાળું વાપી ભોલર આપેલું હતું. વાપી ભેલરને અર્થ ખાત્રીપૂર્વક આપી શકાતે નથી પણ માટીથી ભરી દીધેલ વગર વપરાશની વાવ હોય એમ સંભવ છે. ભણિકા અત્યારે મળી શકતું નથી જ્યારે નગરક ઘણું કરીને નાગર બ્રાહ્મણનું મૂળ વતન વડનગર હાય એ સંભવ છે. દૂતક રુદ્રધર હતો. આની પહેલાનાં દાનપત્રોમાં દૂતક મમ્મક આપેલ છે. જ્યારે આ અને આની પછીનામાં રૂદ્રધર આપેલ છે. લેખક તે બધાં શાસનમાં તેમજ આમાં કિક છે. ITI BY પહેલું પતરૂં એ. ઈ. વ. ૧૭ ૫. ૧૮ કે. વી. એસ સુકથંકર બીજી ૫તરૂ એ. ઈ. વો ૧૯ ૫. ૧૨૫ મી. ડી. બી. હોસલકર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034505
Book TitleGujaratna Aetihasik Lekho Bhag 01
Original Sutra AuthorN/A
AuthorGirjashankar Vallabhji Acharya
PublisherFarbas Gujarati Sabha
Publication Year1933
Total Pages394
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy