SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ નં॰૧ ધ્રુવસેન ૧ લાનાં ગણેશગઢનાં પતરાંએ* [ ગુપ્ત ] સંવત ૨૦૭ વૈશાખ વદ ૧૫ ( અમાવાસ્યા ) આ તામ્રપત્ર વડોદરા રાજ્યના દામનગર તાલુકાના ગણેશગઢના એક ખેતરમાંથી મળી આવ્યાં હતાં. ૧૮૯૪ ના માર્ચમાં તે વખતના વડાદરાના આસિસ્ટન્ટ એન્ડ્રુટ ટુ ધી ગર્વનર જનરલ મેજર ડબ્લ્યુ. ખી. ક્રીસે ડૉ. ટ્વીટને તે તામ્રપત્રા મેલ્યાં હતાં. અને તેમણે પ્રસિદ્ધ કરવા માટે મારી તરફ મેકલ્યાં. હાલ તે પતરાંએ વડાદરા પાછાં મેકલી આપ્યાં છે. પતરાંની સંખ્યા એ છે અને તેનું માપ આશરે ૧૧”×૭” થાય છે. લેખના રક્ષણુ માટે તેના અન્દરના કાંઠા વાળી દીધા છે. કોતરકામ એટલું બધું ઊંડુ` છે કે ઘણા અક્ષરા પતરાંએના પાછળના ભાગમાં ચાખ્ખા દેખાય છે. પહેલા પતરાને છેડે અને બીજા પતરાની ઉપરના ભાગમાંનાં બબ્બે કાણાંએામાંથી લગભગ ? ઇંચ જાડા ત્રાંમાંના તારના એ કકડા પસાર કરેલા છે. જમણી તરફના તાર કડી કરી વાળેલા છે, પણ સાંધેલ નથી, બીજે તાર પણ તે જ પ્રમાણે વાળેલે છે, અને મને પતરાંએ મળ્યાં ત્યાં સુધી કાવ્યે નહાતા. તારના બે છેડા એક ૨- ઇંચ× ૧ટ્ટ ઇંચની સુરક્ષિત લખગેાળ મુદ્રાની નીચે ગ્રન્થીમાં ખાંધી દીધેલા છે. મુદ્રાનેા પૃષ્ઠભાગ ગાળ ઉપડતા છે. ઉપરનેા ભાગ ૧૦ૢ ઇંચ × ૧ ઇંચના માપને સપાટ લમ્બ ગોલાકૃતિવાળા એ આડી પંક્તિથી એ ખાનામાં વહેંચી નાંખેલે છે. આમાંથી ઉપરના ખાનામાં બહાર ઘેાડાક ઉપસી આવેલા ભાગમાં જમણી તરફ મુખવાળા બેઠેલા નંદીની આકૃતિ છે. નીચેના ખાનામાં ઉપસાવેલા અક્ષરામાં હંમેશ મુજબના શ્રી ભટકક” લેખ છે. એ પતરાંએનું વજન ૩ પૌંડ ૭ ઔંસ છે. અને એ કડીઓ તથા મુદ્રાનું વજન ઉર્ફે ઔંસ છે, કુલ વજન ૩ પૉડ ૧૫ ઔંસનું થાય છે. હસ્તકવપ્રાહરણીના પેટા વિભાગ અક્ષરસરક પ્રાપના હરિયાનક નામના ગામડાની આઠ ખંડ જમીન તથા બે ટાંકીએ એક બ્રાહ્મણને દાનમાં આપ્યાં તે શાસન ધ્રુવસેન ૧ લાએ પેાતાના મુખ્ય શહેર વલભીમાંથી કાઢ્યું તેનું વર્ણન લેખમાં છે. તુરિયાનક તથા જે પેટા વિભાગમાં તે આવેલું છે તે બન્નેની ઓળખ આપવી શક્ય નથી. હસ્તવપ્રાહરણી, હસ્તકવપ્રાહરણી અથવા હસ્તવપ્રાહારના પ્રદેશ વલભીનાં અન્ય ત્રણ પતરાંએમાં પણ બતાવેલે છે. ભાવનગર સ્ટેટના ઘાઘાની દક્ષિણે ૬ મૈલપર આવેલું વ્હાલનું હાથખ, તથા ટોલેમી અને પરિપ્લુસનું ‘ અસ્તકપ્ર ’ એ જ હસ્તવપ્ર અગર હસ્તકવપ્ર છે, એવું માનવામાં આવે છે. દ્વારપાળ મમ્મક દૂતક હતા. અને લેખક ક્રિક્મક હતા. ધ્રુવસેન ૧ લાનાં પ્રસિદ્ધ થન્મેલાં અન્ય ત્રણ શાસનના લેખક પણ તે જ હતા. અને તેમાંના એક શાસનના દૂતક મમ્મક હતા. નીચે આપેલ લેખ ( ગુપ્ત ) સવત ૨૦૭, મેટલે, ઇ. સ. ૫૨૬-૨૭, ના વૈશાખવદ ૧૫ ને દિવસે લખાયા છે. પ્રેસર ખુલ્હરે પ્રસિદ્ધ કરેલ ધ્રુવસેન ૧ લાના એક બીજો લેખ પણુ તે જ સંવતના છે. આ સમય અત્યાર સુધી લેખા ઉપરથી જાણવામાં આવેલે, વલભી વંશના વહેલામાં વહેલા છે. * એ, ઈ, વેા. ૩ ૫, ૩૧૮, ૪, હુલ્ય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.unaragyanbhandar.com
SR No.034505
Book TitleGujaratna Aetihasik Lekho Bhag 01
Original Sutra AuthorN/A
AuthorGirjashankar Vallabhji Acharya
PublisherFarbas Gujarati Sabha
Publication Year1933
Total Pages394
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy