________________
गुजरातना ऐतिहासिक लेख
ભાષાન્તર
( પંક્તિ ૧) સ્વસ્તિ ! વિજયી અનિરૂદ્ધપુરમાંથી ત્રૈકુટકાના વંશના, માતાપિતાનાં ચરણનું ધ્યાન ધરનાર, ભગવતના ( વિષ્ણુના ) ચરણના સેવક, અપરાન્ત અને ( પાતે) મેળવેલા અથવા વારસામાં પ્રાપ્ત કરેલા અન્ય સમૃદ્ધ દેશના પતિ, જેનાં ચરણકમળને અસંખ્ય નૃપે નમન કરે છે, જેણે નિજ રાજ્યનું શાસન કરીને અને વિજય મેળવીને સ્વભુજથી પ્રાપ્ત કરેલા મહાન સંચયનું દાન આપીને સર્વે દિશામાં પ્રસરતા ઉજ્જવળ યશ પ્રાપ્ત કર્યો છે, જેનું અંગ શરદઇન્દુ સમાન પ્રકાશે છે, જેના આચાર પ્રાચીન ઉત્તમ જનાના આચાર જેવા ઉમદા છે, જે સદાચારના ઉદાહરણ રૂપે સર્જાયેલા હાય તેવા છે, જેણે નજીકના શત્રુએને હંફાવ્યા છે, જે અન્ય નૃપે કરતાં અધિક સમ્પન્ન છે, જે નિજ કુળનું ભૂષણ મન્યે છે, જેણે અનેક મહાન વીરાની સેનાથી, દુર્ગ, નગરો અને સાગર મેળવ્યા છે, જેની પ્રકૃતિ સાગર સમાન ગંભીર છે, અને હિમાલય સમાન સ્થિર છે, જે પ્રકૃતિ વડે જનેાનાં હૃદય અનુરંજે છે, જેની લક્ષ્મીના વિદ્વાન, આશ્રિત, વડીલ, બન્ધુજન, અને સંતાથી વ્યય થાય છે, ( અને ) જેણે નિજ વંશને છાજતા પ્રકાર વડે નિગ્રહ આચરી, અભિલાષિત વેશ પ્રાપ્ત કર્યાં છે, તે મહારાજ શ્રી વ્યાઘ્રસેન ઈશરકી આહારમાં આવેલા પુરોહિતપલ્લિકાના સર્વે નિવાસિગ્માને શાસન કરે છે:--
( પં. ૯) તમને જાહેર થાએ કે અમારાં માતપિતા અને અમારા પુણ્યની વૃદ્ધિ અર્થે અમે ભારદ્વાજ ગાત્રના બ્રાહ્મણ નાગશર્મનને, આ પલ્લિકા, લુટારા કે મહાન દ્રોહના ગુન્હાવાળા જનાના ( પકડવાના પ્રસંગ ) સિવાય ચાટ (અને) ભદ્રના પ્રવેશથી મુક્ત, સર્વ કર અને વેઢથી મુકત, દાન લેનાર પુરૂષના વંશજોના ચન્દ્ર, સુરજ, સાગર અને પૃથ્વીના અસ્તિત્વકાળ સુધી અગ્રહારના નિયમાનુસાર ઉપલેગ અર્થે આપી છે.
( પં. ૧૨ ) પ્રભુતા ( ઐશ્વર્ય) અનિત્ય છે, જીવન વિયેાગથી અનુસરાયેલું છે, અને ફકત ગુણા જ દીર્ઘ કાળ ટકે છે, એ વિચારીને તેમ જ સજ્જનાને દાન એ ઉમદા કાર્ય છે, એ સત્ય મુલ કરીને, ઈન્સુકિરણ સમાન ઉજ્જવળ યશના દીર્ઘ કાળ સુધી સંચયની અભિલાષવાળા, અમારા વંશના કે અન્ય નૃપાએ આ પલ્લિકાના દાનને અનુમતિ આપવી અને રક્ષવું જોઈએ.
( પં. ૧૫) કારણ કે ભગવાન વેદવ્યાસે કહ્યું છે કેઃ—
(અહીં ચાલુ શ્યામાંના એ શ્તાક આવે છે. )
( પં. ૧૭) આ (દાનની અગત્યની હકીકત ) તપાસી, ( આ દાન ) જેમાં હાલાહલ તક હતા તે મારાથી, મહાસાંધિવિદ્ધિક કર્કથી સં. ૧૪૧ કાર્તિક શુ. ૧૫ને ક્રિને લખાયું હતું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com