SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ નં. ૬ જૂનાગઢમાં ખડક ઉપર રુદ્રદામનને શિલાલેખ વર્ષ ૭૨ મું કાઠિયાવાડમાં જૂનાગઢ શહેરથી પૂર્વમાં આશરે એક માઈલ છેટે ગિરનારના રસ્તા ઉપર જે ખડક ઉપર અશોકનાં શાસને અને ગુપ્તવંશી રાજા સ્કન્દગુપ્તને શિલાલેખ છે તે ખડકની પશ્ચિમ બાજુએ મથાળાના ભાગમાં આ લેખ કતરેલ છે. ૧૧ ફુટ ૧ ઇંચ પહોળાઈ અને ૫ ફુટ ૫ ઇંચ ઉંચાઈવાળી જગામાં સાદી કેરેલી હાની હેટી વીસ પંક્તિને આ લેખ છે. છેલી ચાર પંક્તિ માત્ર સુરક્ષિત છે, જ્યારે બાકીની બધી પંક્તિઓને અમુક અમુક ભાગ ઘસાઈ ગયું છે. એદર લેખની લંબાઈ૧૯૦૦ ઈંચ ગણતાં ર૭૫ ઇંચ જેટલો ભાગ એટલે કે આખા લેખનો ભાગ નષ્ટ થએલ છે. બાકીના ભાગમાં અક્ષરો સુરક્ષિત છે અને નિઃસંશય વાંચી શકાય છે. અક્ષરની ઉંચાઈ સરેરાસ 9 ઇંચ છે. . ફલીટના મત અનુસાર લેખની લિપિ તે જ ખડક ઉપરના સ્કન્દગુપ્તના લેખની દક્ષિણ બાજુની લિપિના પૂર્વ સ્વરૂપ જેવી છે. ભાષા સંરકત છે અને લેખ આખો ગદ્યમય છે. લેખની ઇબારત સાદી અને સરળ છે. જે સુદર્શન તળાવ પાસે લેખ કેતરાએલે છે તેને મહાક્ષત્રપ રુદ્રદામાએ દુરૂસ્ત કરાવ્યું તે સેંધવાનો આશય લેખમાં છે. પંક્તિ ૧૩ માં તળાવની અત્યારની ઉત્તમ સ્થિતિનું વર્ણન છે. પં. ૩-૭ માં રુદ્રદામનના સમયમાં તે તૂટયાની હકીકત છે. બધું પાણી નીકળી જવાથી સુદર્શન દુર્દર્શન થયાનું વર્ણન ૫. ૭-૮ માં છે. મૌર્ય ચન્દ્રગુપ્તના સમયમાં બંધાયું અને મૌર્ય અશોકના સમયમાં પૂર્ણ દશાએ પહોંચ્યાનું ૫ ૮-૯ માં વર્ણન છે. રુદ્રદામાના પ્રાંતિક સુબા સુવિશાખે ફરી સમરાવ્યું, એમ ૫, ૯-૨૦ સુધીમાં માલુમ પડે છે. આ લેખમાં ઉપરની હકીકત ઉપરાંત સંશોધન કરવા લાયક કેટલીક હકીક્ત છે. લેખમાં મુખ્ય પુરૂષ પાશ્ચાત્ય મહા ક્ષત્રપ રાજા રુદ્રદામન છે. તેના પિતા ક્ષત્રપ જયદામનનું નામ પં. ૪ થી માં છે, પણ તે વંચાતું નથી. તેના પિતામહ મહાક્ષત્રપ સ્વામિ ચષ્ટનનું નામ પ. ૪ માં છે. પં. ૧૫ માં આપેલા બીરૂદ ઉપરથી સમજાય છે કે રુદ્રદામાએ મહાક્ષત્રપને ઈલકાબ પિતે મેળવ્યું હતું. પં. ૧૧ અને ૧૨ માં આપેલાં બીજાં બીરૂદ ઉપરથી માહિતી મળે છે કે દ્રદામા પિતાના બાહુબળથી પૂર્વ અને પશ્ચિમ આકરાવન્તિ, અનુપદેશ, આનર્ત, સુરાષ્ટ્ર, સ્વત્ર, મરૂ, કચ્છ, સિધુ સૌવીર, કુકુર, અપૂરાન્ત, નિષાદ અને બીજા દેશોનેં પ્રભુ બન્યા હતા. તેમ જ તેણે યૌધેયનું નિકંદન કાઢયું અને દક્ષિણપથના શાતકણને બે વાર હરાવ્યા છતાં નજીકના સંબન્ધને લીધે હણે નહેાતે. જે તેફાનથી સુદર્શન તુટયું તેની તિથિ ૭૨ મા વર્ષના માર્ગશીર્ષ ના કૃષ્ણપક્ષની પ્રનિપદા આપેલી છે ૭૨ મું. વર્ષ સુદામાનું લખ્યું છે, પણ તેને અર્થ - દામાના સમયમાં પ્રચલિત સંવતનું ૭૨ મું વર્ષે એમ હું જોઈએ. તે સંવત શકસંવત છે, એમ સર્વમાન્ય છે અને તે ગણત્રી મુજબ તે તિય ઈ. સ. ૧૫૦ ની ૧૨ મી નવેમ્બરે હેવી નઈએ. આ લેખ તેથી ૧૫૧ કે ૧પર માં કોતરાયેલો હોવો જોઈએ. A પંક્તિ ૧૮-૧૯ માં સ્પષ્ટ જણાય છે કે બન્ધનું કાર્ય જે સુવિશાખે પાર મૂક્યું તે કલૈપને દીકરો અને ૫૯હવ હતા અને તેને આનર્ત અને સુરાષ્ટ્રને સૂબે રુદ્રદામાએ નિમેલ હતા. ચન્દ્રગુપ્ત અને અશોકના સમયમાં તે સંબધી બાંધકામ કરનારા તરીકે વૈશ્ય પુષ્પગુપ્ત અને યવન રાજ કુશાશ્વનાં નામ આપેલા છે. સહર્શન તળાવ ઉપરાંત બીજા સ્થળનાં નામે નીચે મુજબ મળી આવે છે; ગિરિનગર ( ૫. ૧) ઊર્જત (પ. પૂ) અને સુવર્ણસિકતા અને પલાશિની નદીનાં નામ પ. ૫ અને ૬ માં આપેલ છે. આમાનું ગિરિનગર તે જાનાગઢનું પ્રાચીન નામ છે અને ઊર્જાયત તે અત્યારે ગિરનાર તરીકે પ્રસિદ્ધ છે. બે નદીમાંથી સુવર્ણસિકતાને સેનરેખા ડે. ભગવાનલાલ ઈન્દ્રજીએ માનેલ છે. પલાશિની તે અત્યારને પલાશિઓ વેઠળ હોવો જોઈએ, એમ હું માનું છું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034505
Book TitleGujaratna Aetihasik Lekho Bhag 01
Original Sutra AuthorN/A
AuthorGirjashankar Vallabhji Acharya
PublisherFarbas Gujarati Sabha
Publication Year1933
Total Pages394
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy