SearchBrowseAboutContactDonate
Page Preview
Page 346
Loading...
Download File
Download File
Page Text
________________ નં૦ ૯૫ શીલાદિત્ય ૬ ઠ્ઠાનાં તામ્રપત્રા સંવત્ ૪૪૧ કાર્તિક સુદિ પ શીલાદિત્ય ૬ ઠ્ઠાનું આ દાન ૧૧”× ૧૭ૐ” ના માપનાં મેટામાં મેટાં કે પતરાંએ ઉપર લખેલું છે. ડાબી બાજુની કડી ખાવાઈ ગઈ છે. મુદ્રા લગાડેલી જમણી માનુની કડી તેને સ્થાનેજ છે. આ મુદ્રા વલભીનાં પતરાં માટે પણ બહુ વજનદાર છે. તેના ઉપર હંમેશનું ચિહ્ન તથા લેખ છે. લિપિ સામાન્ય રીતે વડાદરા અને કાવીનાં રાષ્ટ્રકૂટનાં પતરાંઓને મળતી છે. પતરાંનું કાતરકામ ઘણુંજ ગંદું છે. દરેક પક્તિમાં અસંખ્ય ભૂલા છે, તથા આખી પંક્તિઓને લેાપ થયેા છે. એટલું જ નહીં પરંતુ ઘણે સ્થળે કાતરનારે લીટાએ જોડવાની તસ્દી પણ લીધી ન હેાવાથી અક્ષરો અસ્પષ્ટ રહે છે. લગભગ આવા જ ખીજા ઘણા લેખા આપણી પાસે ન હોત તા આ પતરૂં વાંચવું અશક્ય થાત. પતરાંએ એકંદરે સુરક્ષિત છે. તેમાં ફક્ત બે જ ફાટ છે, એક જમણી બાજુમાં છેક ઉપર અને ખીજી ડાખી માજુમાં છેક નીચે, ખીજાં પતરા ઉપર છે. 40 દાનપત્રની તારીખ “ ગાઢુહુકમાં સ્થાપેલી વિજથી છાવણી”માંથી નાંખેલી છે. ગેદ્રહક એ પંચમહાલનું મુખ્ય શહેર ગાધરા હાય. ‘ ગેદ્રહક ’ શબ્દ ાહ' માંથી વ્યક્તિત્વ અથવા સંબંધ અતાવતા ૐ' પ્રત્યય સાથે થયા છે. અને ગેદ્રહના અર્થ ગાયેા માટે એક તળાવ ’ અથવા ગાયનું તળાવ” થાય છે, સરખાવેા ‘નાગદ્રહ’ વાફપતિનાં દાનપત્રમાં. વળી ગોધરામાં એક માઢું તળાવ હાવાથી આ નામ તેને ખરેખર લાગુ પડે છે. સેામેશ્વરની કીર્તિકૌમુદી ” ૪૫૭ માં પણ ‘ગેાદ્રહ ’નામ આવે છે. તેમાં કહ્યું છે કે ગાઢ઼હુ અને લાટના રાજાએએ પેાતાના સ્વામી ધાળકાના રાણા વીરધવલને દગો દઈ, તેના દુશ્મના મરૂદેશના રાજાઓને જઈ મળી ગયા. તે ફકરામાં ગાદ્રહ ગાધરાને જ લાગુ પડી શકે. આપણાં પતરાંમાં તે આ સ્થળને જ લાગુ પડે છે કે કેમ તે ખાખત હું ખાત્રીથી કહી શકતા નથી. કારણ કે, કાઠિયાવાડમાં ખીજું ગાધરા હશે, એ બહુ સંભવિત છે, જો કે તે હું સાખીત કરવા હાલ અસમર્થ છું. રાવસાહેબ વિ. એન. મંડિલકેર ભાષાંતર કરેલાં ગોંડલનાં પતરાં કરતાં આની વંશાવળી આપણને એક ડગલું આગળ લઇ જાય છે. શીલાદિત્યનું નામ ધારણ કરેલા એક પાંચમા રાજા હતા એવું જણાય છે. આપણાં શાસનમાં આ નવા રાજાનું નીચે પ્રમાણે વર્ણન આપ્યું છેઃ— “તેના ( એટલે ચાથા શીલાદિત્ય દેવના ) પુત્ર મહેશ્વરના પરમભક્ત, મહારાજા, મહેશ્વર શ્રીશીલાદિત્યદેવ છે. તે પરમમહેશ્વર મહારાજા, પરમેશ્વર અપના પાનું ધ્યાન ધરે છે. તે દુશ્મનનાં લશ્કરને ગર્વ તાડે છે. તે મેાટા વિજયા મેળવાવથી સર્વ મંગળના આશ્રય છે. તે શ્રીના આલિંગનથી નૃસિંહ રૂપ ધારણ કરવાથી મળેલ અતુલ ખળથી તથા જેમ પુરુષાત્તમે પાંખ વગરના પર્વત ઉપાડી ગાવાળીઆઓનું રક્ષણ કર્યું હતું, તેમ શત્રુ રાજાઓને નાશ કરી આખી પૃથ્વીનું રક્ષણ કરવાને લીધે પુરુષાત્તમના જેવા છે. તેના પગના નખાની કાન્તિ અસંખ્ય રાજાઓનાં નમેલાં મસ્તકાપરના મુગટાનાં રત્નાનાં તેજને લીધે વૃદ્ધિ પામે છે, અને તેણે પૃથ્વીની સર્વ દિગ્વધૂનાં સુખની જિત મેળવી છે.” ૧ ઈ. એ. વા, ૬ પા. ૧૬ જી, બ્યુત્તુર. ૨ જ, બેા. શ્રા, રા. એ. સા. વેા. ૧૧ મા. ૩૩૧. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034505
Book TitleGujaratna Aetihasik Lekho Bhag 01
Original Sutra AuthorN/A
AuthorGirjashankar Vallabhji Acharya
PublisherFarbas Gujarati Sabha
Publication Year1933
Total Pages394
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy