________________
शीलादित्य ३ जानां ताम्रपत्रो ।
२२९ ભાષાન્તર (૫. પર) પરમમાહેશ્વર શ્રી શીલાદિત્ય કુશળ હાલતમાં ( નીચેનું ) શાસન સર્વેને કરે છે –
તમને જાણ થાય કે –મારાં માતાપિતાના પુણ્યની વૃદ્ધિ અર્થ, બ્રાહ્મણ ધનપતિના પુત્ર, દ્વીપ માંથી આવતા, અને આ(સ્થાન)ના ચતુર્વેદી મધ્યેના, ડૉડવ્ય ગોત્રના અને વાજસનેય શાખાના સબ્રહ્મચારી બ્રાહ્મણ ભક્ટિ અને બ્રાહ્મણ ઈશ્વર નામના બે સહેદર ભાઈઓને સૌરાષ્ટ્ર ભૂમિમાં દેસેનક ગામમાં મધુમતી નદીના મુખ (દ્વાર) આગળ નીચેની જમીનના ખડ આપ્યા છે – (૧) (ગામની) પૂર્વ સીમા પર એક કુ-પ૫ (પંચાવન) પારાવર્ત ભૂમિના વિસ્તારને, જેની સીમા - પૂર્વે પિકૂપિકાવહ. દક્ષિણે બ્રાહ્મણ બાવનું ક્ષેત્ર, અને મહલ તડાગા; પશ્ચિમે ગ્રામનિપાન ઉપક (ગામને પાણી પીવાને કુ). ઉત્તરે મૂલવર્મપાટક ગામની સીમા; (૨) ( દેસેનક ગામની ) અગ્નિ કેણની સીમામાં કવિથિકા નામનો ૭૦ પાદાવર્ત ખેતી કરાએલી ભૂમિને ખડ, જેની પૂર્વે વિશાલ પાટક ગામની સીમા. દક્ષિણે શિવત્રા તૈજજ ગામની સીમા. પશ્ચિમે વિશાલપાટકની સીમા; ઉત્તરે વિશાલપાટકની સીમા. (૩) (દેસેનક ગામની) તેજ સીમમાં ઉચા નામનો ૯ પારાવર્તને ખેતી કરાએલે બીજો ભૂમિનો ખરડ, જેની પૂર્વે વિશાલપાટક ગામની સીમા. દક્ષિણે વિશાલ પાટક ગામની સીમા. પશ્ચિમે પિપિકાવહ અને ઉત્તરે થેર(વી)નું કૌટુમ્બ ક્ષેત્ર અને (૪) દેસેનક ગામની પૂર્વ સીમામાં ૨૦ પાદાવર્ત ભૂમિને ત્રીજો ખડ જેની પૂર્વ માણેજિકા, નદી દક્ષિણે બમ્પકનું ઉત્તમ ક્ષેત્ર; પશ્ચિમે બ્રાહ્મણ સ્કન્દનું બ્રહાદેય ક્ષેત્ર. ઉત્તરે ઈશ્વરનું ક્ષેત્ર.
. (૫. ૬૧) આ પ્રમાણે કહેલી તેમની સીમાવાળા આ ત્રણ ખેતી કરેલા ખ૩ વાપી (તડાગ) સહિત, ઉદ્વેગ, ઉપરિકર, અને ભૂતવાત પ્રત્યાય સહિત અન્ન અને સુવર્ણની આવક સહિત, દશ અપરાધ કરનારના દડની સત્તા સહિત, વેઠના હકક સહિત, રાજપુરૂષની દખલગિરિથી મુક્ત, મંદિરે અને દ્વિજોને પૂર્વે કરેલાં દાને સિવાય ભૂમિચ્છિદ્રના ન્યાયથી,ચન્દ્ર, સૂર્ય, સાગર, પૃથ્વી, નદીઓ અને પર્વતાના અસ્તિત્વકાળ સુધી આ બે દાન લેનારના પુત્ર, પૌત્ર અને વંશના ઉપગ માટે ધર્મ દાન તરીકે પાણુના અર્ધથી હું આપ્યા છે.
(પ. ૬૩) આથી આ બે (દાન લેનારા પુરૂષને ) બ્રહ્મદેયના સામાન્ય નિયમ અનુસાર ( આ ભૂમિને ) ઉપભોગ કરે, ખેતી કરે, ખેતી કરાવે, અથવા અન્યને સોંપે ત્યારે કેઈએ પ્રતિબંધ કરવો નહિ.
(પં. ૬૪) અને અમારા વશના કે અન્ય ભાવિ ભદ્રકૃપિએ રાજ્ય શ્રી ચંચળ છે, જીવિત અસ્થિર છે. અને ભૂમિદાન સર્વ નૃપને સામાન્ય છે એમ માની આ અમારા દાનને અનુમતિ આપવી અને તેનું રક્ષણ કરવું. * (પં. ૬૫) “ અને કહ્યું છે કે ”
[ ચાલુ કમાના ત્રણ સ્કેક ] (૫. ૨૬) આ(દાન)ને દૂતક રાજપુત્ર ધ્રુવસેન હતે. આ દિવિરપતિ સંધિવિગ્રહાધિકૃત શ્રીસ્કન્દભટના પુત્ર દિવિરપતિ શ્રીમદ્દ અનહિલથી આ (શાસન) લખાયું છે. સં. ૩૫૦. ફાલ્ગણ વદિ. ૩. આ મહારા સ્વહસ્ત છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com