SearchBrowseAboutContactDonate
Page Preview
Page 268
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦ ગુજરાન પરિસિક રેસ ભાષાન્તર ૫. ૧ ઓમ સ્વસ્તિ વિજયશાલી છાવણીમાંથી સિરિસિમ્મિણિક મુકામેથી; જેઓના શત્રુઓ એકદમ નમી ગયા હતા એવા મૈત્રકોના અતુલ બલથી સંપન્ન મંડલ વિસ્તારમાં થયેલી સે સે લડાઈ આથી જેણે પ્રતાપ મેળવ્યું હતું. પોતાના પ્રતાપથી નમાલા એને, દાનમાં અને માનમાં બતાવેલી પ્રામાણિકતાથી જે અનુરાગ ઉપાર્જિત કર્યો હતો, અનુરાગયુક્ત વંશપરંપરાના, ભાડુતી તથા અધિકારી નિકાની સેનાવડે જેણે રાજ્યલકમી પ્રાપ્ત કરી હતી, એવા રાજવંશને અવિચ્છિારાખનારા પરમ માહેશ્વર શ્રીભટ્ટાર્કથી પરમમાહેશ્વર શ્રીગુહસેન (થયા), જેણે માતાપિતાનાં ચરણરવિને પ્રણમીને પોતાનાં બધાં પાપ ધોઈ નાખ્યાં હતાં; શૈશવથી ખગયુત કર મદમસ્ત ગજઘટાને ભેદીને જેણે પોતાના સત્ત્વની કસોટી પ્રકાશિત કરી હતી, જેના ચરણનખને કિરણસમૂહ રવાભાવથી નમાવેલા શત્રુઓના ચૂડામણિની પ્રભાથી મિશ્ર થતો હત; સકલ સ્મૃતિઓએ રચેલા માર્ગને અનુસારે સારા પરિપાલને વડે પ્રજાનું હદય રંજિત કરીને પિતાનું “રાજા” નામ અન્વર્થ બનાવ્યું હતું, રૂપ, કાન્તિ, સ્થિરતા, ગંભીરતા, બુદ્ધિ અને સંપત્તિમાં જે કામદેવ, ચન્દ્ર, શૈલરાજ, સાગર, બહસ્પતિ, અને કુબેરથી ચઢીયાતા હતા; શરણાગતને અભય આપવાની ટેવમાં જે પિતાના અશેષ કાર્યકલને તૃણની માફક ફેંકી દેતે; માગણીથી વિશેષ આપીને જેણે વિદ્વાન, મિત્ર, અને નેહીનાં હૃદયને આનંદિત કર્યા હતાં, જે અખિલ ભુવનમંડલને, જાણે કે દેહધારી, આનદ હતે. - પં. ૭ એને પુત્ર પરમમાહેશ્વર શ્રીધરસેન હતું, જેણે પિતાના પાદનખના કિરણસમૂહથી નીકળતી જાહ્નવીના જલપ્રવાહમાં અશેષ પાપ ધોઈ નાખ્યાં હતાં જેની સંપત્તિ હજારે પ્રણચીને આધાર બનતી; જેને જાણે કે રૂપથી આકર્ષાઈને આકર્ષક ગુણે એકદમ આવી મળતા હતા; સહજશક્તિ અને શિક્ષાના ઉત્કર્ષ વડે જેણે બધા ધનુધને આશ્ચર્ય પમાડ્યા હતા; પૂર્વ નૃપતિઓએ આપેલાં ધમેદાનેનું જે અનુપાલન કરતેપ્રજાને નાશ કરનાર ઉપદ્રને જે હરતે લક્ષમી અને સરસ્વતીના એકત્ર નિવાસનું જે દર્શન કરાવતે હજુયેલા શત્રુપક્ષની લક્ષમીને પરિભેગ કરવામાં જેનું પરાક્રમ કુશલ હતું અને વિક્રમ વડે જેણે નિર્મલ રાજલક્ષ્મી પ્રાપ્ત કરી હતી. પ. ૧૦ તેને પુત્ર પરમમાહેશ્વર શ્રી શિલાદિત્ય હતો, જે એના પિતાના ) પાનું અનુધ્યાન કરતે, જેણે અખિલ જગતને આનંદ અર્પનારા અત્યભુત ગુણેના સમુદયથી સમગ્ર દિગ્ય. ડલને વ્યાપ્ત કરી દીધું હતું, તેં સે લડાઈમાં મેળવેલા વિજયથી શોભતી તરવારની શુતિ વડે વિશેષ ઉજજવલ બનેલા પિતાના કંધપીઠ ઉપર જે હેટા મનેરને જબરે ભાર ઉચકી રહે તે સર્વ વિદ્યાઓના પર અને અપર વિભાગના અધ્યયનથી જેની મતિ વિમલ બનેલી હતી છતાં ગમે તેવા એક ન્હાના સુભાષિત વડે પણ જે સહેલાઈથી સંતુષ્ટ કરી શકાતે; સમય લેકથી પણ તાગ ન પામી શકાય એવા ઊંડા હૃદયવાળે તેવા છતાં જે અત્યન્ત સુચરિતથી વ્યક્ત પરમકલ્યાણ સ્વભાવથી યુક્ત હતે; કલિયુગના નૃપતિઓના ઉજજડ બનીને રંધાઈ ગયેલા વિશાધન કરીને જે ઉત્કૃષ્ટ કીર્તિ મેળવી હતી; ધર્મને બાધા ન કરવાથી વિશેષ ઉજજવલ બનેલી ધનસુખસંપત્તિને કારણે મેળવેલું જેનું ધર્માદિત્ય એવું બીજું નામ હતું. ૫. ૧૪. તેને ભાઈ પરમમાહેશ્વર શ્રી ખરગ્રહ હતા, જે તેના ચરણનું ધ્યાન કરતે, ઉપન્દ્રના ગુરુ ( વડીલ ભાઈ) જેવા પિતાના વડીલ ભાઈએ અભિલાષા ઉપજાવે તેવી હોવા છતાં, અત્યંત આદરથી પોતાના સ્કન્ધ ઉપર મૂકેલી રાજલકમીને જે પરમભદ્ર ધેરીની માફક એમની આજ્ઞાનું પાલન કરવામાં તત્પર બનીને જ ધારી રાખતે છતાં જેની સરવસંપત્તિને થાકને કે સુખવાંછાનું વિન નડયું નહોતું પોતાની પ્રભાવ સંપદ વડે વશ કરેલા સે સે નપતિઓનાં શિરારત્નની કાન્તિ જેના પાદપીઠને આલિંગી રહી હતી છતાં જેની મનવૃત્તિને અન્યની અવજ્ઞા કે અભિમાન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034505
Book TitleGujaratna Aetihasik Lekho Bhag 01
Original Sutra AuthorN/A
AuthorGirjashankar Vallabhji Acharya
PublisherFarbas Gujarati Sabha
Publication Year1933
Total Pages394
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy