SearchBrowseAboutContactDonate
Page Preview
Page 257
Loading...
Download File
Download File
Page Text
________________ નં. ૭૩ ધરસેન ૪ થાનાં તામ્રપત્રો સં. ૩૩૦ ઢિ. માર્ગશીર્ષ સુ. ૨ ડો. જે. બજેસની કૃપાથી મને મળેલા ઉલટા કેટેઝીમ્ફ ગ્રાફ ઉપરથી ધરસેન ૪ થાના આ નવા તામ્રપત્રનું અક્ષરાન્તર કરેલું છે. ડે. બરજસે જણાવ્યા મુજબ મૂળ પતરાંઓ ગયા વર્ષ( ૧૮૮૫ ઈ. સ. )માં ખેડા જીલ્લામાંથી મળેલાં છે. તે સાધારણ રીતે સુરક્ષિત છે અને બીજા પતરાના થડા અક્ષરે અસ્પષ્ટ છે. તેની લંબાઈ પહોળાઈ આશરે ૧૨ઇચx૧૦ ઈંચ છે. પહેલા પતરામાં ૨૮ પંક્તિ છે. અને બીજામાં ૨૯ પંક્તિ છે, જેમાંની છેલ્લી બેને “સ્વહસ્તા-મમ' ની જગ્યા કરવા જરા સંકડાવી છે. ઈ. એ. વ. ૧ પા.૧૪ મે તથા . ૭ પા. ૭૩ મે પ્રસિદ્ધ થએલાં ધરસેન ૪ થાનાં તામ્રપત્રોના અક્ષરને મળતા જ આમાં અક્ષર છે. લેખની ઇબારત સારી છે. કેટલાક લેખન દે છે તેમ જ અક્ષરેમાં ફેર છે. વંશાવલિમાં ખાસ કાંઈ નવીન નથી, પણ લેખમાં કેટલાક ઉપયેગી મુદ્દાઓ છે. છે. ૭ પા. ૭૩ મે અને વો. ૧૦ પા. ર૭૮ મે આપેલાં બીજાં દાનપત્રોની માફક આ દાન પણ ભરૂકચ્છ(ભરૂચ)માં વિજય (યાત્રા)નો મુકામ હતું ત્યાંથી અપાએલ છે. ધરસેન ૪ થે તે વખે વિજયયાત્રાએ તે બાજુ ગયે હોય કે માત્ર પિતાના પ્રદેશમાંથી પસાર થતાં ત્યાં રહ્યો હોય, પણ તે ઉપરથી એટલું તે પુરવાર થઈ શકે કે નર્મદા નદી પર્વતને ભરૂચ જીલ્લાને ભાગ વલભીના રાજ્ય નીચે હવે જોઈએ. પ.૪૧-૪૨ માં આપેલ છે કે દાન લેનાર બ્રાહ્મણ અદિતિશમેનૂ બ્રાહ્મણ ભવીનાગનો પુત્ર પરાશર ગેત્રને અને વાજસનેયી શાખાને હતે. ઉદુમ્બરગહર છોડીને આવેલા અને ખેડામાં રહેતા ઉદુ મ્બરગહર ચાતુર્વેદી પૈકીને તે હતે. ઉદુમ્બરગહર સ્થળના નામ તરીકે કદિ જોયું નથી, પણ હાલ ઉમર( ઉદુમ્બરનું અપભ્રંશ)ની સાથે સમાસવાળાં ઘણુ ગામનાં નામ મળી આવે છે તે તે મુજબ ઉદુમ્બરગહર પણું ગામનું નામ હશે, એમ હું અનુમાન કરૂં છઉં. ખેડા પંચમહાલ અને અમદાવાદ જીલ્લામાં અત્યારે રહેતા ઉદમ્બર બ્રાહ્યણે આ ઉદુમ્બરગહર ચાતુર્વેદીના વંશજ હોવા જોઈએ, માલતીમાધવમાં ભવભૂતિએ પોતાને ઉદુમ્બર બ્રાહ્મણ અને વિદર્ભ અથવા બરારના રહેવાસી તરીકે વર્ણવ્યો છે તેથી ઉદુમ્બરગહરનું પ્રાચીનત્વ સિદ્ધ થાય છે. - દાનમાં અપાએલી વસ્તુનું વર્ણન ૫. ૪૩ થી ૫૦ માં છે. અદિતિશર્મને બે ખેતરે અને ભૂછી દાનમાં આપેલાં છે. ખેટક (ખેડા) જીલલામાં કોલંબમાં ખેડાના મા૫ અનુસાર બે ટ્રીપિટુક સાળ વાવી શકાય તેવડું વસમાલિકા ગામના અગ્નિપાદરમાં એક ખેતર આપેલું, જેની સીમા નીચે મુજબ છે. પૂર્વે સીહમુહિજજ ગ્રામની સીમ, દક્ષિણે વિશ્વપલિલ ગામની સીમ, પશ્ચિમે શમી કેદાર ખેતર દ્રણની માલીકીનું અને ઉત્તરમાં ખગડિકેદારી મહેશ્વરની માલીકીનું ખેતર છે. ટ્રીગ્નેમેટ્રીકલ સર્વેના નકશામાં જતાં મહમૂદાબાદની પૂર્વે હાલનું વંટવાલી તે વહુમાલિક હોવું જોઈએ. તેની અગ્નિખૂણાની સીમની પૂર્વમાં સહુજ અથવા સુજ નામનું મોટું ગામડું છે તે સ્પષ્ટ રીતે સીહ મુહિજ હોવું જોઈએ. વટવાલીન અગ્નિખૂણની સીમની બરાબર દક્ષિણે વસેલ નામનું ગામડું છે, જે વિશ્વપલિલને મળતું આવે છે. આ પ્રમાણે ગામ નિશ્ચિત કરીએ તે કેલમ્બ તે મહમુદાબાદ તાલુકાને અમુક ભાગ હવે જોઈએ. *ઈ. એ. વ. ૧૫ પા. ૩૩૫ કે. જી. બુલર. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034505
Book TitleGujaratna Aetihasik Lekho Bhag 01
Original Sutra AuthorN/A
AuthorGirjashankar Vallabhji Acharya
PublisherFarbas Gujarati Sabha
Publication Year1933
Total Pages394
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy