SearchBrowseAboutContactDonate
Page Preview
Page 251
Loading...
Download File
Download File
Page Text
________________ धरसेन ४ थानां ताम्रपत्रो ૨૮૩ વાપીક્ષેત્ર ૧૮૨ પાદાવતનું. આ સર્વ સ્થાવર મીલકતના હક્ક સહિત અને તેના પર સર્વ સહિત, તેમાં ઉત્પન્ન થતા સર્વેની જાતમાં કે સુવર્ણમાં આવક સહિત, પૂર્વે કરેલાં દેવા અને દ્વિજોનાં દાન વર્જ્ય કરી મેં આપ્યું છે. આ સર્વ રાજપુરૂષના હસ્તક્ષેપમુકત, અને પુત્ર પૌત્રના ઉપલેાગ માટે સૂર્ય, ચંદ્ર, સાગર, પૃથ્વી, નદીએ અને પર્વતાના અસ્તિત્વકાળ સુધી છે. આથી બ્રહ્મદેયના નિયમ અનુસાર કાઈ ઉપભાગ કરે, ખેતી કરે, ખેતી કરાવે અથવા અન્યને સોંપે ત્યારે કાઈએ પ્રતિબધ કરવા નહિ. અમારા વંશના કે અન્ય ભાવિ નૃપાએ પ્રતાપ ચંચળ છે, મનુષ્યત્વ અસાર છે, એ મનમાં રાખી અને ભૂમિદાનમાંથી ઉદ્ભવતાં સારાં ફળ જાણી આ અમારા દાનને અનુમતિ આપવી અને ચાલુ રાખવું. કહ્યું છે કે આ ભૂમિના સગર આદુિં ઘણા નૃપાએ ઉપભાગ કર્યા છે. જે જે સમયે ભૂપતિ તેને તેનું ફળ છે. દારિદ્રયના ભયથી નૃપાથી દાનમાં દેવાએલી વસ્તુઓ, ઉપોગ થયેલા કુસુમસમાન કયા સુજન પુનઃ હરી લેશે? ભૂમિ દાન દેનાર સ્વર્ગમાં ૬૦,૦૦૦ વર્ષ વસે છે અને તે હરી લેનાર અથવા હરી લેવા દેનાર તેટલાં જ વર્ષ નરકમાં વાસ કરે છે. દૂતક, ધ્રુવસેન કુમાર છે. દિવિપતિ વર્ષ ( ! ) ભટના પુત્ર સંધિવિગ્રહિક દ્વિવિરપતિ સ્કન્દ્રભઅથી કેાતરાયું સંવત ૩ર૬ અષાઢ દિમાં. મારા સ્વહસ્ત. ५९ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034505
Book TitleGujaratna Aetihasik Lekho Bhag 01
Original Sutra AuthorN/A
AuthorGirjashankar Vallabhji Acharya
PublisherFarbas Gujarati Sabha
Publication Year1933
Total Pages394
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy