________________
ध्रुवसेन २ जानां ताम्रपत्र
ભાષાન્તર
૧૩. પરમ માહેશ્વર ધ્રુવસેન કુશળ હાલતમાં સંબંધવાળા સર્વને અનુશાસન કરે છેઃ— તમને જાહેર થાએ કેઃ—
१६१
૧૪-૧૬. મહારાજ દ્રોણસિંહે તેનાં માતાપિતાના પુણ્ય અર્થે પ્રાપીયેામાં ત્રાંબાપત્રપર લખી ત્રિસઙ્ગમકના સ્વતલમાં સ્થાપિત કાટ્ટમ્મહિકાદેવી અર્થે શુદ્દાદાન (? ) અને ત્રિસદ્ગમકનાં સરાવર કર્યાં. અને સમય વીતે (તે દાનના ઉપભેાગ)ના પ્રતિબંધ થયા હતા. આ (હ્વાન) માં અમારાથી ગન્ધ, કુસુમ, ધૂપ, દીપ, તેલ, આદિ માટે અને મન્દિરના ખંડિત અથવા જીર્ણ થએલા ભાગના ઉદ્ધાર ( સમારકામ ) માટે અને તેના પુજારીના પાલન માટે અનુમતિ અપાઈ છે.
૧૬-૧૭ અને ત્રિસમકના સ્વતલના સચય( ખજાના )માંથી પ્રતિક્રિન એક રૂપાને સિક્કો નિત્ય દાન તરીકે, ત્યાં નીમેલા માણસથી દેવીની પૂજા અર્થે દેવાના છે. તે ધર્મદાન તરીકે અપાયું છે, જેથી કેાઈ એ પ્રતિમધ કરવા નહિ.
૧૭–૧૮ અને આ અમારા દાનને, અમારા વંશના કે અન્ય ભાવિ ભદ્ર નૃપાએ પ્રભુત્વ અનિત્ય છે, માનુષ્ય લક્ષ્મી અસ્થિર છે, અને દાનનું કુળ ( દેનાર અને રક્ષનારને ) સામાન્ય છે, એમ જોઈ અનુમતિ આપવી અને રક્ષવું.
૧૯-૨૦. અને નીચે પ્રમાણે કહ્યું છે:-સગરથી માંડી ઘણા નૃપાએ પૃથ્વીના ઉપભાગ કર્યાં છે અને જે જે સમયે ભૂપતિ તેને તે સમયનું ફળ છે. દારિદ્રયના ભયથી નૃપાએ આ જગમાં સત્પાત્રામાં દીધેલી લક્ષ્મી જે ઉપલેાગ થએલી માળા સમાન છે તે કયા સુજન પુનઃ હરી લેશે ?
૨૧ ભૂમિદાન દેનાર સ્વર્ગમાં ૬૦૦૦૦ વર્ષ વસે છે, પણ તે હરી લેનાર અથવા હરણમાં અનુમતિ આપનાર તેટલાં જ વર્ષ નરકમાં વસે છે. દૂતક રાજપુત્ર ખરગ્રહ છે.
૨૨ સંધિવિગ્રહિક અને દિવિપતિ કત્રભટ્ટિના પુત્ર દ્વિનિરપતિ સ્કન્દભટથી મ લખાયું છે. સં. ૩૨૦ (ઈ. સ. ૫૦૨-૩ ) અષાઢ શુ. ૧
મારા સ્વહસ્ત.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com