________________
નં૦ ૬૬ વળામાંથી મળેલાં ધ્રુવસેન ૨ જાનાં તામ્રપત્રો
ગુ. સ. ૩૧૯ ઈ. સ. ૬૩૮. ઈ. સ. ૧૯૩૦ માં વળામાંથી મળેલાં પાંચ તામ્રપત્રો પિકીનું આ એક છે. તે ધ્રુવસેન બીજાના સમયનું અને ગુ. સ. ૩૧૯ ના વર્ષનું છે. તે ... • મુકામેથી અપાયું છે.
વંશાવલિ. ભટાર્કના વંશમાં ગુહસેન જન્મ્યો હતો. તેને દીકરો ધરસેન બીજે હિતે. તેને દીકરે શીલાદિત્ય ઉર્ફે ધર્માદિત્ય નામે હતું. તેને નાનો ભાઈ ખરગ્રહ, તેને દીકરો ધરસેન અને તેને નાનો ભાઈ ધ્રુવસેન બીજે હતે.
દાનવિભાગ--વલભીની પડેશમાંના યક્ષસુર વિહાર પાસે પુજભટ્ટ (પૂર્ણભદ્દે) બંધાવેલા વિહારમાં રહેતી શિક્ષુરના સંઘ માટે કપડાં ખેરાક તથા દવા મેળવવા વાસ્તે તથા ભગવાન બુદ્ધની પૂજા માટે જોઈતાં ચંદન, પુષ્પ, ધૂપ, દીપ વિગેરે વાતે અને વિહારના ત્રુટક ભાગના જીર્ણોદ્ધાર વાતે સુરાષ્ટ્રમાં રેહનક પ્રાંતમાંના નગદિજનક નામનું ગામડું ધ્રુવસેને દાનમાં આપ્યું.
સામન્ત કકુકની માના આબરૂદાર કુટુંબમાં પૂર્ણભટ્ટ જન્મે હતે.
૧ નેટમાઝ. . હી. એા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com