________________
ध्रवसेन२ जानां गोरसनां ताम्रपत्रो
(૨) તથા આ બહુમૂલ નામના ગામડામાં જ તેની પશ્ચિમ દિશામાં એક બીજું ૧૦૦ પાદાવર્તનું ત્રણ ભાગવાળું ક્ષેત્રે આપેલું છે. પહેલા ભાગની સીમા : પૂર્વે બ્રાહ્મણ ભાવનું ક્ષેત્ર, દક્ષિણે સંઘનું ક્ષેત્ર, પશ્ચિમે સ્થવિરનું બ્રહ્મદેય ક્ષેત્ર, અને ઉત્તરે કુરિ ડુડકનું ક્ષેત્ર છે. બીજા ભાગની સીમા : પૂર્વે વિરનું બ્રહ્મદેય ક્ષેત્ર, દક્ષિણે કુમારભેગનું બ્રહ્મદેય ક્ષેત્ર, પશ્ચિમે ગુણુનું બ્રાદેય ક્ષેત્ર, અને ઉત્તરે ષષ્ટીશ્રનું બ્રહ્મદેય ક્ષેત્ર.
ત્રીજા ભાગની સીમા–પૂર્વે સંઘનું ક્ષેત્ર, દક્ષિણે ગેરકેશની હદ, પશ્ચિમે પણુ ગોરકેશની હદ, અને ઉત્તરે કુમાર ભેગનું બ્રહ્મદેય ક્ષેત્ર.
આ દાનપત્રને દૂતક, અમલ કરનાર અધિકારી સામંત શીલાદિત્ય છે. તે રાજકુટુંબને હોય એવું લાગે છે. સં. ૩૧૦ ના દાનપત્રમાં પણ એ જ માણસ દૂતક છે. પરંતુ ધ્રુવસેનનાં બીજાં દાનપત્રોમાં પ્રવક રાજપુત્ર ખરગ્રહ છે.
આ દાનપત્ર મુખ્ય મંત્રી (દિવિરપતિ ) વત્રભક્ટિ જે સંધિ અને વિગ્રહને પણ મંત્રી હતા, ( સંપિવિત્તિ ) તેણે લખ્યું હતું. સંવત્ ૩૧૦ ના દાનપત્રને પણ એ લેખક હતે.
દાનપત્રમાં લખેલાં સ્થળોમાંથી, વેલાપ ચોક્કસપણે ઓળખી શકાતું નથી. પરંતુ તે સ, ૨૧૦ અને ૨૧ર૧ નાં બીજાં બે દાનપત્રમાં લખેલું છે. સંવત ૨૫૨ ના દાનપત્રમાં ઝારીસ્થલીમાં આવેલું જણાવેલું છે. કાઠિયાવાડના અમરેલી ડિસ્ટ્રિકટના હાલના “ઝાર” સાથે ઝારી ઓળખાવી શકાય.
ગેરકેશ, હાલનું, ભાવનગર સ્ટેટના મહુવા ડિસ્ટ્રિકટનું ગેરસ ગામડું, જ્યાંથી આ પતરાં મળ્યાં છે તે જ છે. બહુમૂલ ગામ, વટપલ્લિકા સ્થલીમાં આવેલું, સં. ૨૪૮ ના દાનપત્રમાં પણ આપેલું છે, પણ ઓળખી શકાતું નથી.
-
-
- - -
-
-
-
- -
-
૧ જુઓ એ. ઈ. વો ૧૫ પા. ર૫૫ અને ૧૮૭
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com