________________
નં. ૬૫ ધ્રુવસેન ૨ જાનાં ગોરસનાં તામ્રપત્રો
[ ગુપ્ત] સંવત્ ૩૧૩ શ્રાવણ સુદ ૧૪ આ બે પતરાંઓનું એક સંપૂર્ણ દાન બનેલું છે. તે કાઠિયાવાડમાં ભાવનગર સ્ટેટના મહુવા ડિસ્ટ્રિકટના ગેરસ નામના ગામડામાંથી ઈ. સ. ૧૯૦૮ માં મળી આવ્યાં હતાં, અને હાલ ભાવનગરના બારટન મ્યુઝીયમમાં રાખ્યાં છે.
આ પતરાંઓ અતિ સુરક્ષિત સ્થિતિમાં છે અને તેનું વજન આશરે ૧૬ પડ છે. વલભી રાજાઓની હમેશની મુદ્રા વડે તે એક બીજા સાથે જોડેલાં છે. તેની એક જ બાજુ ઉપર લખાણ છે, અને તેનું માપ ૧૫”x૧૧” છે. ચાર હાંસીઆઓ ઉપર તેની કેર ઉંડી વાળી લખાણનું રક્ષણ કરેલું છે. પહેલા પતરા ઉપર ૨૪ અને બીજા ઉપર ૨૫ પંકિતઓ લખેલી છે.
અક્ષરે મોટા અને ચોખા કે તરેલા હાઈ સહેલાઈથી વાંચી શકાય છે. પરમમાહેશ્વર શ્રી–ધ્રુવસેન, જેને બાલાદિત્ય પણ કહે છે, તેણે આ દાનપત્ર વલભીમાંથી
ઈ છે. પોતાનાં કેઈ પણ દાનપત્રોમાં તે કઈ રાજકીય ઇલકાબ ધારણ કરતું નથી, પ્રશંસાવાળી પ્રસ્તાવના, તથા તેના પહેલાંના રાજાઓનું વર્ણન, ઈ. એ. ૬. પા. ૧૨. માં પ્રસિદ્ધ કરેલ સંવત્ ૩૧૦ નાં તેનાં દાન મુજબ જ છે.
દાનપત્રની તારીખ, સંવત ૩૧૩ ના શ્રાવણ સુદ ૧૪ છે. આ રાજાનું વહેલામાં વહેલું દાનપત્ર ઉપર કહ્યું તે (સંવત ૩૧૦ નું) છે, અને મેડામાં મોડું સં. ૩૨૧ નું છે. ( જુઓ, એ. ઇં. ૮, પા.૧૯૪) આ જ રાજાનાં બીજાં બે વધારે દાનપત્રો બન્ને સં. ૩૨૦ નાં, જે. બી. બી. આર. એ. એસ. વે. ૨૦ પા. ૬ અને એ. ઇં. . ૮, પા. ૧૮૮ માં પ્રસિદ્ધ કર્યા હતાં. આ રાજાનું એક વધારે સંવત્ ૩૧૨ નું દાનપત્ર અપ્રસિદ્ધ રહ્યું છે.
આ દાન લેનાર સામવેદના અનુયાયી. અને કપિછલ ગેત્રના બે બ્રાહ્મણે છે. તેઓ વેલપદ્ધ છેડી ગેરકેશ આવી વસ્યા હતા. એક બ્રાહ્મણનું નામ દેવકુલ હતું, તે શર્મન નામના બ્રાહ્મણને પુત્ર હતા. બીજે, જે પહેલાને ભત્રિજર હતા, તે બ્રાહ્મણ દત્તિલને પુત્ર, ભાદ
નામને હતે.
તેઓને આપેલી મિલ્કતનું વર્ણન નીચે પ્રમાણે છે.
(૧) સુરાષ્ટ્રમાં વટાલિકા પ્રદેશમાં આવેલાં બહુમૂલ નામના ગામડામાં એક ૧૦૦ પાદાવનું ત્રણ ભાગવાળું ક્ષેત્ર. પહેલો ભાગ તે ગામની નૈરૂત્યમાં આવેલ છે. તેની સીમા–પૂર્વે આમ્રગત્ત, દક્ષિણે પણ આમ્રગર્તા, પશ્ચિમે સંઘનું ક્ષેત્ર, (અને) ઉત્તરે દેવીનું ક્ષેત્ર છે. તેની પશ્ચિમ દિશામાં બીજો ભાગ આવેલું છે, જેની સીમા-પૂર્વ કુમારભેગને બ્રહ્મદેય તરીકે આપેલું ક્ષેત્ર, દક્ષિણે ગોરકેશ (ગામ)ની હદ, પશ્ચિમે પણ ગેરકેશની હદ, અને બુકનું ક્ષેત્ર છે. એ જ પ્રમાણે તે જ પશ્ચિમ દિશામાં ત્રીજો ભાગ છે. તેની સીમા–પૂર્વે ગેરક્ષિત ક્ષેત્ર, દક્ષિણે સ્થવિરકનું બ્રહ્મદેય ક્ષેત્ર, પશ્ચિમે ષષ્ટીશૂર, (અ) ઉત્તરે કુટુંમ્બિ કહુકનું ક્ષેત્ર.
• જ. . બ્રાં ર. એ. સ. પુ. સી વો. ૧ પા. ૫૦-૫૩ ડી. બી. દિસકલકર. ૧ આ શબ્દની ગોત્રના અર્થમાં વપરાશ માટે જુઓ સિદ્ધાન્તકૌમુદી પ્ર. ૭ પા. ૩ છે. ૪૧ ૨ બીજે બ્રાહ્મણ ભાદ, દેવકુલ અથવા તેના બાપ શમનને ભત્રિ હતું કે નહિ તે સ્પષ્ટ નથી. આગલી હકીકતમાં બને દાન લેનારા કાકા ભત્રિજાના સમ્બન્ધી તરીકે છે. જ્યારે પાછલી હકીકતમાં પિત્રાઈ તરીકે છે. ૩ આ કદાચ મિમ્માને મઠ હશે કે જેનું દાન તે જ ગામમાં ૬૫ વર્ષ પહેલાં અપાયું હતું (જીએ સંવત ૨૪૮ નું દાનપત્ર ઈ. એ. વો-૫,પા.૨૦૬) ૪ સાધારણ દાન સાથે નહિ અપાતા ચેક હક સહિત બ્રહ્મય દાન હોય છે. ૫ ઢેરેને ચરવા માટેની જગ્યા (સરખા મરાઠી શબ્દ ગાયરાન.)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com