SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ गुजरातना ऐतिहासिक लेख मौर्यवंशी राजा अशोकनां धर्मशासनो કાઠિયાવાડ દ્વીપકલ્પમાંના જાનાગઢ રાજ્યના રાજધાનીના શેહેર જાનાગઢની પૂર્વે આશરે એક માઈલ છેટે અશોકનાં પ્રસિદ્ધ ચિદ શાસને મળી આવ્યાં છે તે હેટા અને પવિત્ર ગિરનાર પર્વતની આસપાસની ખીણમાં જવાના સાંકડા માર્ગ ઉપર આવેલાં છે. જમીનની સપાટીથી બાર ફીટ ઉંચાઈવાળા અને નીચેના ભાગમાં ૭૫ ફીટના પરિઘવાળા વિશાળ ગળ કરેલા અને લગભગ શંકુ આકૃતિવાળા ગ્રેનાઈટના ખડકની સે ચરસ ફીટથી પણ વધારે ખડબચડી સપાટી ઉપર આ લેખ પથરાયેલો છે. અશોકનાં શાસને ઉપરાંત આ ખડક ઉપર બીજા બે લેખે કતરેલા છે જેમાં એક મૌર્ય રાજા ચન્દ્રગુપ્તના પ્રાંતિક સુખ વૈશ્ય પુષ્યગુપ્ત બંધાવેલા સુદર્શન તળાવમાં સમારકામ સંબંધી મહાક્ષત્રપ દામનના સમયને છે. બીજો લેખ ગુપ્તરાજા સ્કન્દગુપ્તના સમયને છે અને સુરાષ્ટ્રના સુબા અને પિત્તના દીકરા થકપાલિત ઈ. સ. ૪૫૬-૭ માં કરાયેલા વિશેષ સમારકામ સંબંધી છે. અશોક લેખ ખડકની ઈશાન બાજુ ઉપર છે. ચિદ શાસને પડખોપડખ બે હારે ગોઠવેલાં છે. અને સીધી લીટીથી એક બીજાથી જાદાં પડાયેલાં છે, ડાબી બાજુની હારમાં એકથી પાંચ અને જમણી બાજુએ છથી ૧૨ શાસને છે. તેરમું અને ચદમું શાસન અનુક્રમે પાંચમા અને બારમા શાસન નીચે છે. મેજર જેમ્સ ટોડ ઈ. સ. ૧૮૨૨ના ડીસેમ્બરમાં ગિરનાર ઉપર ગએલ ત્યારે આ લેખ આબાદ સ્થિતિમાં હતા. ત્યાર બાદ જાનાગઢથી ગિરનાર જવાને બધ બાંધતી વખતે આ લેખના પાંચમા અને તેરમા શાસનના અમુક ભાગ સુરંગથી ઉરાડી દીધા હતા. અત્યારે આ લેખ ઉપર છે. જેમ્સ બરસની ભલામણથી છાપરું ઉભું કરવામાં આવ્યું છે. તેરમા શાસનના ગુમ થએલ ભાગના બે કટકા હાલમાં મળ્યા છે અને તે જૂનાગઢ મ્યુઝિયમમાં સુરક્ષિત છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034505
Book TitleGujaratna Aetihasik Lekho Bhag 01
Original Sutra AuthorN/A
AuthorGirjashankar Vallabhji Acharya
PublisherFarbas Gujarati Sabha
Publication Year1933
Total Pages394
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy