________________
નં. ૪૫ ધરસેન ૨ જાનાં તામ્રપત્રો
સંવત ૨૫૯ ચૈત્ર વદિ ૨ હાલમાં પ્રસિદ્ધ થયેલાં વલભીનાં ત્રણ દાનપત્રમાંનું પ્રથમ દાનપત્ર વલભીનાં ખંડેરામાંથી જૂની ઇંટ ખેદતાં કેળીઓને મળ્યું હતું. મને તે ૧૮૭૫ ન જાનેવારીમાં મળ્યું હતું.
ધસેન ૨ જાનું દાનપત્ર ૯ ઇંચ૮૧૬૨ ઇંચનાં બે પતરાંઓ ઉપર લખેલું છે. મુદ્રા સાથેની કડીઓ અર્ધ બળથી તેડેલી અને અધ કાપેલી છે, તેથી ડાબી બાજુની કડીની આસપાસમાં પહેલા પતરાના નીચેના ભાગમાં અને બીજાના ઉપરના ભાગમાં, અર્ધ ગોળ પતરાંના કકડાઓ નાશ પામ્યા છે. આ અકસ્માતને લીધે બીજા પતરાની પહેલી પંક્તિઓના કેટલાક અક્ષરો બહુ ઝાંખા અને અસ્પષ્ટ છે, જે એક મહદર્શક કાચથી જોઈ શકાય છે. બીજા પતરાને જમણી બાજુએ નીચે એક કકડે પણ નાશ પામ્યો છે. મને મળ્યાં ત્યારે મને પતરાં પર રેતી તથા કાટ લાગેલાં હતાં, અને ચૂનાના પાણીમાં ઘણો સમય રાખવાથી તે સાફ થયાં. તેમ છતાં પહેલું પતરું સહેલાઈથી વાંચી શકાય તેવું નથી, અને ફેટોગ્રાફ લેવા માટે પણ નકામું છે. બીજાને ફેટોગ્રાફ સારો આવે છે.
પતરાં પરના અક્ષરે ગહસેનની જેમ ગળાકારના અને પાતળા છે. દાનપત્રની તારીખ એક “વિજ્યી છાવણ' માંથી નાંખેલી છે. ગામનું નામ ખરાબ થઈ ગયું હોવાથી તે સ્થળ નક્કી થઈ શકાતું નથી. નામની શરૂવાત ભદ્રાપાટ્ટથી થાય છે.
વંશાવળીમાં નિયમ પ્રમાણે ભટારકથી ગુહસેનના પુત્ર ધરસેન સુધીના રાજક્તઓની યાદી આપ્યું છે.
વલભીમાં આવેલે, આચાર્ય ભદંત સ્થિરમતિએ બંધાવેલે શ્રીબમ્પપાદને મઠ દાનમાં આપે છે. હું ધારું છું કે, આ વિહાર હિવેનસાંગે “અહત ” “ એપેલે ” ને કહે છે તે જ છે, તેમાં શંકા નથી. તેણે આ મઠ વિષે આ પ્રમાણે કહ્યું છે –
- શહેર( વલભી)થી થોડે દૂર પ્રાચીન સમયમાં અહંત ચેલે એ બંધાવેલો એક મઠ છે? ગુણુમતિ અને સ્થિરમતિ નામના બોદ્ધિસોએ આજ સ્થળે પિતાને નિવાસ રાખ્યો હતે. અને તેમણે પ્રખ્યાત થયેલા કેટલાક ગ્રંથે પણ આંહિ જ લખ્યા હતા.
આપણું લેખને તથા હિવેનસાંગે લખેલે સ્થિરમતિ વસુબંધુને સુવિખ્યાત શિષ્ય હતે. અને તેણે પોતાના ગુરૂના લેખેની ટીકા લખી હતી એ નિર્વિવાદ છે.
દાનમાં બે ગામો આપેલાં છે–એક હસ્તવપ્ર–આહરણીમાં મહેશ્વરદાસેનક અને બીજું ધારાકેઠ સ્થલીમાં દેવદ્વિપલ્લિકા. ધ્રુવસેન ૧ લાના સંવત ૨૦૭ ના પતરાંમાં “હસ્તવપ્ર’ હસ્તકવપ્ર” તરીકે આપેલું છે. અને તે હાલના હાથબ તરીકે ઓળખાવેલું છે. કર્નલ યુલે ત્યાર બાદ, હાથબને ગ્રીક અટકેત માનેલું છે. મહેશ્વરદાસેનક કદાચ હાથબની નૈરૂત્યમાં આવેલું મહાદેવપુર હેય. ધરસેનના દાનમાં ઉતાબાદથાનું એ પાઠ આખે આપેલ છે, અને તેથી મારો સુધારો થ અને “આહરણ” એ કઈ પ્રદેશને ભાગ બતાવે છે, એ મતને પુષ્ટિ મળે છે,
ઈ. એ. . ૬ પાનું
છે. મ્યુલર.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com