________________
ध्रुवसेन १ लानुं पहेलुं पतरूं
ભાષાન્તર છે! સ્વસ્તિ ! વલભી( નગર )માંથી–બળથી શત્રુઓને નમાવનાર, મૈત્રકાનાં અતુલ બળવાન મહાન સન્યા સાથે અનેક યુદ્ધોમાં યશ પ્રાપ્ત કરનાર, અને પ્રતાપથી વશ કરેલા અને દાન, માન અને સરળતાથી પ્રાપ્ત કરેલા અનુરાગથી અનુરકત મૌલભત અને મિત્રની શ્રેણિના બળથી રાજયશ્રી પ્રાપ્ત કરનાર પરમ માહેશ્વર શ્રીસેનાપતિ ભટાર્ક હતા,
(લી.૩) તેને પુત્ર, જેનું શિર તેના ચરણની રત રજમાં નમન કરવાથી પવિત્ર થયું હતું, જેના પદનખની પંકિતનાં કિરણે તેને શિર નમાવતા શત્રુઓના ચૂડામણિનાં ૨ની પ્રજા સાથે ભળતાં, (અને જેની લક્ષમી દીન, અનાથ અને કુપણુ જનેનું પાલન કરતી તે પરમ માહેશ્વર (મહેશ્વરને પૂજક) શ્રી સેનાપતિ ધરસેન (૧) હતે.
(લી.૪) તેને અનુજ, જેને ચૂડામણિ તેના ચરણને નમન કરવાથી પ્રથમ કરતાં અધિક પ્રકાશવાળો થયો હતો, જે મનુ આદિ મુનિઓએ કરેલા વિધિ અને વિધાનનું પાલન કરતે, જે ધર્મરાજ (યુધિષ્ઠિર )જેમ સદાચારના માર્ગમાં પરાયણ હતું, જેને અભિષેક અખિલ ભૂમંડળના પરમ સ્વામિથી જાતે જ થયો હતે, (અને ) જેની રાજ્યશ્રીને યશ તેના મહાન દાનથી પવિત્ર થયે હતું તે સિંહ સમાન પરમ માહેશ્વર મહારાજ દ્રાણસિંહ હતે.
( લી. ૬) તેને અનુજ, જે નિજ ભુજના પરાકમથી શત્રુઓના માતંગોની સેનાને એક વિજયી હતો, જે શરણાગતને આશ્રય હતા, જે શાસ્ત્રાર્થ તત્ત્વને બંધ આપતે, અને જે ક૯પતરૂ સમાન મિત્રો અને પ્રભુજિનેને ઈચ્છિત ફળ આપતો તે પરમ ભાગવત મહારાજ શ્રી ધ્રુવસેન (૧) હતે.
(લી,૮) તેને અનુજ, જેના સર્વ પાપ તેના ચરણકમળને પ્રણામ કરી દેવાઈ ગયાં હતાં, જેનાં અતિશુદ્ધ કાના જળથી કલિયુગનાં સર્વ કલંક ધોવાઈ ગયાં હતા, અને જેણે બળથી - શત્રુપક્ષને મહિમા હરી લીધું હતું તે પરમાદિત્ય ભક્ત શ્રી મહારાજ ધરપત્ત હતો.
(લી. ૧૦) તેને પુત્ર, જેણે તેના ચરણની સેવાથી પુણ્યની વૃદ્ધિ પ્રાપ્ત કરી હતી, જેને બાળપણથી તરવાર બીજા કર સમાન હતી, જેનું બળ નિજ શત્રુઓના સમદ માતંગેનાં કપાળ ઉપર કરથી પ્રહાર કરી પ્રકાશિત થયું હતું, જેના પદનખની ૨મિ તેના પ્રતાપથી નમાવેલા શત્ર એના ચૂડામણિની પ્રભા સાથે ભળતી, જેણે સકળ સૃતિથી નિર્માણ થએલા માર્ગનું યોગ્ય પરિપાલન કરી નિજ પ્રજાનાં હૃદય અનુરંજી રાજશદ સત્ય અને ઉચિત કર્યો હતો, જે રૂપ, કાન્તિ, રિથરતા, ગાંભીર્ય, બુદ્ધિ અને સંપદમાં, સ્મર, ઈન્દુ, અદ્રિરાજ ( હિમાલય), સાગર, દેના ગુરુ (બૃહસ્પતિ) અને ધનેશ કરતાં અનુક્રમે અધિક હતા, જે શરણાગતને અભયદાન દેવામાં પરાયણ હોવાથી નિજ સર્વ કાયૉનાં ફળ તૃણવત્ લેખતે, અને જે અખિલ ભૂમંડળને સાક્ષાત્ + આનન્દ હતો તે પરમ માહેશ્વર શ્રીમહારાજ ગુહસેન હતે.
(લી. ૧૫) તેને પુત્ર, જેનાં સર્વ પાપ તેના પિતાના પદનખની રશિમના પ્રસારથી બનેલી જાન્હવી નદીના જળના પ્રવાહથી છેવાઈ ગયાં છે—જેની સંપદ ( લમી ) લક્ષ અનુરાગીઓને પાલન કરે છે, જેનું, સર્વ આકર્ષક ગુણેએ જાણે તેના અપના અભિલાષથી (અને) મેહથી, અવલંબન કર્યું છે, જે સર્વ ધનુર્ધરને નૈસર્ગિક બળ અને શિક્ષાથી (અભ્યાસથી) પ્રાપ્ત કરેલી વિદ્યાની વિશેષતાથી વિસ્મય પમાડે છે, જે પૂર્વેના નૃપેએ કરેલાં દાન રક્ષે છે, જે નિજ પ્રજાને પીડા
૧ આનો સંબંધ પંક્તિ ૧૯માં મહારાજ ધરસેન કુશળ હોઈને આજ્ઞા કરે છે તેની સાથે છે. ૨ સેનાને પતિ તે લશકરી હોદા છે. ૩ બધી અભિલાષા પરનાર ઇદ્રના સ્વર્ગમાં ઝાડ ૪ અથવા કદાચ બાળપણથી બને હાથે તલવાર ફેરવી શકો એમ પણ અર્થ હોય. ૫ પગે ચાલનાર
- ૨૪
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com