________________
નં. ૪૦
ધરસેન ૨ જાનાં ભાડવામાંથી મળેલાં તામ્રપત્રો
ગુપ્ત સંવત ૨૫૨ વૈશાખ વદ ૧૫ ( અમાવાસ્યા ) આ બે પતરાંઓ ૨૭ વર્ષ પહેલાં કાઠિવાડના હાલાર પ્રાંતમાં રાજકેટથી અગ્નિકોણમાં ૧૫ માઈલ ઉપર લાડવા નામના મોટા ગામડાંમાંથી મળ્યાં હતાં. તે રાજકેટના વાટસન મ્યુઝીયમમાં રાખવામાં આવ્યાં છે.
આ બે પતરાંઓ વલભીની સામાન્ય મુદ્રા વડે જોડેલાં છે; અને તે મુદ્રા પહેલાં પતરાંના નીચેના ભાગમાં એક કાણામાંથી બીજા પતરાના ઉપરના એક કાણામાં પસાર કરેલી છે. બન્ને પતરાંની જમણી બાજુનાં બે કાણાંઓમાંથી પસાર કરેલી કડી ખવાઈ ગઈ છે.
પતરાંઓ એક બાજુ લખેલાં અને ઉત્તમ સુરક્ષિત સ્થિતિમાં છે. તેનું દરેકનું માપ ૧૦x૮” છે. લખાણના રક્ષણ માટે ચારે હાંસીયાના કાંઠાઓ વાળી દીધેલા છે. દરેક પતરાપર ૧૬ પંક્તિઓ લખેલી છે. બધા અક્ષરે તદ્દન સીધી લીટીમાં સુંદર અને ચોખા કોતરેલા હે દરેક સહેલાઈથી વાંચી શકાય છે. દરેક અક્ષર આશરે ?” પોહળે અને ફ” ઉંચે છે. પતરાંઓ પૂરાં ?” જાડાં હેવાથી અક્ષરો ઉંડા કોતરેલા છતાં પાછળ દેખાતા નથી.
આ દાનપત્ર વલભીમાંથી પરમ માહેશ્વર સામંત મહારાજ શ્રી ધરસેન ૨)એ જાહેર કરેલું છે. અને તે જ રાજાનાં બીજા પાંચ દાનપત્રોનાં વર્ષ તથા તિથિએ, એટલે વૈશાખ બ(હુલ) ૧૫ સંવત ૨પર, આપેલું છે. પ્રશંસાવાળી પ્રરતાવના તથા દરેક રાજાનું વર્ણન પણ ધરસેન ૨ જાનાં પ્રસિદ્ધ થયેલાં બીજાં સર્વ દાનપત્રો પ્રમાણે જ છે. પરંતુ તેના પૂર્વે ગુહસેને છોડી દીધેલ “સામંત 'ને ઈદકાબ ધ્રુવસેન ૧ લાની માફક તે પણ ધારણ કરે છે. તેના દાદાનું નામ ધરપડ લખ્યું છે, જ્યારે એક વધારાના અપવાદ સિવાય, તેના બીજા દાનપત્રોમાં ધરપટ્ટ અથવા ધરપણું લખેલું છે.
દાન લેનાર આનર્તપુરના રહીશ, અથર્વવેદના વિઘાથી, કૌશવસ ગોત્રના રૂકાશને રૂદ્રગોપ નામને બ્રાહ્મણ છે. આ બ્રાહ્મણનું ગોત્ર વિચિત્ર છે. આ ગેત્રવાળે બ્રાહ્મણ મારા જાણવામાં નથી.
દાનમાં આપેલી વસ્તુ, આંબરેણુ સ્થલી( પ્રદેશ)(પ્રાપીય)માં આવેલું ગામ ઈષિકાનક ૩૪, ૩પરિવર, વિગેરે સાધારણ હક્ક સંહિત છે.
દાન આપવાને ઉદ્દેશ બ્રાહ્મણોને અપાતી દરેક દક્ષિણના હેતુ મુજબ, પાંચ યજ્ઞો કરાવવાનો છે.
દાનપત્રમાં સંબોધન કરાએલા અધિકારીએામાં અવેલેકિક અને દશાપરાધિક નામના બે છે, જે અત્યાર સુધીમાં મળી આવેલાં તે વંશના કેઈપણ દાનપત્રમાં જોવામાં આવ્યાં નથી. પહેલા શબ્દનો અર્થ સમજાતું નથી. તેને અર્થ કદાચ, જમીન મહેસુલ માટે ગામડાના લોકોની જમીન ઉપર દેખરેખ રાખનાર અમલદાર એવો હેય. દશાપરાધિકાને અર્થ ઘણું કરીને ગામની
* એ ભાઈ , ૪ ૫. ૩૩-૩૭ ડી. બી, દિલકર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com