________________
નં. ૩૯ ભાવનગર તાબે મહુવા પાસે કતપુર ગામેથી મળેલાં
ઘરસેન ૨ જાનાં તામ્રપત્રો
સંવત ૨૫ર વિશાખ વદ ૫ (ઈ. સ. ૧૭૧-૭૨) ભાવનગર તાબે કાઠિવાડના દક્ષિણ કિનારા પરનું મહુવા બંદર એક હાનું શહેર છે. અને જ્યાંથી આ પતરાંઓ મળ્યાં છે તે કતપુર ગામ તેની પૂર્વમાં બે મૈલપર આવેલું છે. આ બન્ને પતરાંઓ, વલભી રાજાઓની મુદ્રા તથા બને પતરાંઓ જોડાએલાં રાખવા માટે પસાર કરેલી કડીઓ સહિત, ભાવનગરના મ્યુઝીયમમાં રાખ્યાં છે. કાટને લીધે બીજા પતરાંના થોડા અક્ષરો ઝાંખા થઈ ગયા છે પણ તે સુરક્ષિત સ્થિતિમાં છે. તે ઉકેલવામાં કાટને લીધે કંઈ પણ હરકત થતી નથી. તેનું મા૫ ૧૦૪૭” છે અને તેમાં અનુક્રમે ૧૬ અને ૧૭ પંક્તિઓ ફક્ત એક બાજુએ લખેલી છે.
વિશાખ અને બપા નામના કેઈ બ્રહ્મચારીઓને અમુક યજ્ઞ કરવાના બદલામાં ડામરિપટકની પૂર્વ તરફની સરહદ ઉપર એક ખેતરનું દાન બાબતને આ લેખ છે. તે વલભી સંવત ૨પર (ઈ. સ. ૧૭૧-૭૨ )ને છે.
તે સંરકત ગદ્યમાં લખેલે છે. અને લિપિ વલભી છે.
૧ પ્રા. સ. ઈ. ૫. ૩૫-૩૯
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com