SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ નં૦ ૨૯ ધ્રુવસેન ૧ લાનાં વાવડી જોગીયામાંથી મળેલાં તામ્રપત્રો ગુ. સં. રર૧ આશ્વિન વ. ૧ જૂનાગઢ તાબે ભેસાણથી થોડે છેટે અને ગાયકવાડના માણેકવાડાથી વાયવ્યમાં ૧૧ માઈલ છેટે આવેલા વાવડીં જોગીયા ગામડામાં રહેતા બે બ્રાહ્મણ ભાઈઓ પાસે આ તામ્રપત્રો હતાં. આમાંના એક તામ્રપત્રમાં કાંઈક પૈસાની વાત હશે એમ માની થોડી પતિની નકલ ઉતારી મને પૂછવા આયે. આ વલભીના તામ્રપત્રમાંથી છે એમ તેને સમજાવ્યું ત્યારે મળ પતરાં દેખાડવા કબૂલ કર્યું. થડા માસ બાદ તે પોતાના ભાઈ સાથે રાજકેટ તે પતરાં લઈને આવ્યા. આ પતર પાછાં ઉપલબ્ધ નથી. પતરાંનું માપ ૧૦ ઈ. ૪થા ઈ. હતું અને દરેકમાં બબે કાણાં હતાં જેમાં નાં ખેલી કડીથી તે બાંધેલાં હતાં. બન્ને પતરાં સુરક્ષિત હતાં માત્ર સાત આઠ અક્ષર ગયેલા હતા તે અટકળ થી બેસારી શકાય તેમ હતા. અક્ષરે સારી રીતે અને ચોખા કતરેલા હતા. પહેલા કરતાં બીજાના ઉપર અક્ષરો જરા નાના હતા અને તેનું કારણ એ હતું કે પહેલા માં જ્યારે ૧૫ પંક્તિ હતી ત્યારે બીજા માં ૧હા પતિ સમાવવી પડી હતી. ભાષા સંસ્કૃત હતી. અનુસ્વાર વિગેરેના તેમ જ શબ્દની ફેરબદલી મળી ને લગભગ ચાળીસેક ભૂલ હતી. તામ્રપત્ર અંદરની હકીકતમાંથી વલભી વંશના ઇતિહાસ ને લગતી કાંઈ નવી બીના મળતી નથી. તેની અંદર લખેલાં ગામડાંઓ હાલ વાવડી ગીયા આસપાસ મળતાં નથી. શમિહમ્બર (પત્ર ૧ ૫. ૧૫), ભણિકા ( પત્ર ૨ પં. ૧૮), દ્રાણિક) પત્ર ૨ ૫. ૧૭), સરસ્વતિય (પત્ર. ૨ ૫. ૨૦) વગેરે ગામડાં વાવડી જોગીયાની આસપાસ મળતાં નથી. અત્યારે તે તેની પૂર્વમાં ગલથ, દક્ષિણે કાલિયા અને ભેસાણ પશ્ચિમે રાણપુર અને ખંભાલિયા અને ઉત્તરે બરવાલા અને હડમતિઆ નામનાં ગામડાં મળે છે. આ ઉપરથી અટકળ થાય છે કે કાં તો ગામડાંનાં નામ બધાં ફરી ગયાં છે. અગર તો દાનનું સ્થળ કાઠિયાવાડની બહાર હોવું જોઈએ. રાષણપુર તાલુકામાં સમી નામનું ગામ છે અને તેનાથી ઉત્તરે પાંચ માઈલને છેટે સરસ્વતિ નદી વહે છે, જેના ઉપરથી સરસ્વતિવટ પડેલું હોય પણ તે સિવાય બીજાં ગામડાં આસપાસ મળતાં નથી, એમ કબુલ કરવું જોઈએ. દાન લેનાર સ્કેદત્રાત અને ગુહગાત જે ભારદ્વાજ ગોત્રના છે અને છાંદેગસ સબ્રહ્મચારી છે તે નાગર બ્રાહ્મણ છે. આનન્દપુર એટલે કે ઉત્તર ગુજરાતમાંના વડનગરના રહેવાશી હોવાથી તેમ જ તેના નામ ઉપરથી તે અનુમાન બાંધી શકાય છે. તેઓનાં મૂળ નામ સ્કેન્દ્ર અને ગહ હોવાં જોઈએ ત્યારે ત્રાત તે તેઓનાં શર્મ છે. તેવાં તેર શર્મો છે, અને અત્યારે પણ નાગર બ્રાહ્મણોનાં નામ સાથે ધાર્મિક ક્રિયા વખ્ત તેમાંનું એક જોડવામાં આવે છે. શ્રીમાલીર અને ઔદિચ્ય બ્રાહ્મણેમાં પણ ત્રાત શર્મ જોવામાં આવે છે. પણ ભારદ્વાજ અને આત્રેય ગેત્ર સાથે નાગરબ્રાહ્મણે જ્ઞાતિમાં તે શર્મ મળે છે તેથી આ દાન લેનારા નાગર બ્રાહ્મણુ હુતા, એ સાબીત થાય છે. દૂતકનું નામ ભક્ટિ આપવામાં આવ્યું છે. તેના ઈલકાબ ને અર્થ થેક્કસ થઈ શક્તા નથી. તે શબ્દ સૂપ અને કાર વાંચીએ તો ભટ્ટિ રસોડાને ઉપરી હોય એવો અર્થ થાય છે પણ "સૂ” ને “તું” ને બદલે હોય (ભૂલથી) તે રૂપારાવતિ ને અર્થ રૂપ અને જેલને અધિકારી એ થઈ શકે. વિશેષ વિવેચન આચાર્ય વલ્લભજી એ પ્રકટ કરેલાં આ નવા તામ્રપત્રો ઐતિહાસિક દષ્ટિએ ઉપયોગી છે. તેની સાલ ગુ. સં. ૨૨૧=૫૩૯-૪૦ ઈ. સ. જે સ્પષ્ટ રીતે લખેલ છે તે ધ્રુવસેનની પ્રાપ્ત સાલથી પાંચ વર્ષ મેડી છે. તેથી ધ્રુવસેન ૧ લે સં. ૨૦૭ થી ૨૨૧ સુધી રાજ્ય કરતા હો જોઈએ, એમ અનુમાન થાય છે. મી. વઠ્ઠભજીનું શર્મ બાબતનું વિવેચન ઉપયોગી છે અને જે બધાં દાનપત્રોમાંનાં નામો તથા તેનાં શમા વિગેરેનો સંગ્રહ કરવામાં આવે તે બ્રાહ્મણની પેટા જ્ઞાતિ માંહેના કેટલાક પ્રશ્નો ને નિકાલ થઈ શકે. મી આચાર્યે ગામડાંની ઓળખ આપી છે તે તપાસ કરવા જેવી છે. ૧ વીએના એરીયેન્ટલ જરનલ વો. ૭ પા. ૨૯૭ આચાર્ય વલભજી હરિદન. ૨ શ્રીમાલી તે શ્રીમાલ હાલના ભિનમાલ( મારવાડમાંના )ના રહીશ બ્રાહ્મણુની ઉપજાતિ હતી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034505
Book TitleGujaratna Aetihasik Lekho Bhag 01
Original Sutra AuthorN/A
AuthorGirjashankar Vallabhji Acharya
PublisherFarbas Gujarati Sabha
Publication Year1933
Total Pages394
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy