________________
દુનિયાનો સૌથી પ્રાચિન ધ.
રાજાની ઉત્પત્તિ.
વખતના પ્રભાવે જેમ જેમ કાળ વ્યતીત થતો ગયે, તેમ તેમ લોકો પણ વધુ પાપ તર૬ દેરાવા લાગ્યા, અને જે ત્રણ પ્રકારના દંડ અત્યાર સુધી ગુનેહગારોને કરવામાં આવતા હતા, તેથી બરાબર વ્યવસ્થા રહેતી નહોતી, તેથી હવે વધુ ફેરફાર કરવાની જરૂર જણાઈ; આ કારણથી લોકોએ આવી, રીષભદેવજીને કહ્યું કે “હમણાંના લોક જે ત્રણ ભયદંડ છે તેથી બીહતા નથી, તેથી હવે તમારી સત્તામાં ફેરફાર કરે જોઈએ.” રીષભદેવે કહ્યું કે “જે રાજા થાય છે તે બીજા લોકો પર સર્વોપરી સત્તા ભોગવે છે ને કોને તેમના કાર્યમાં દેરી શકે છે, તથા દંડ કરી ગુનેગારોને શિક્ષા પણ આપી શકે છે. એ જે રાજા હોય તેની આજ્ઞા કેઈ પણ તોડી શકતું નથી, તથા એવા રાજાને પ્રધાન. સેનાપતિ તથા લશ્કર પણ હોય છે. જો તમે એ રાજા કોઇને નામે તો પછી હમણુના ગુન્હામાં ઘટાડો થાય.” યુગલીઓએ કહ્યું કે “અમે એ રાજા બનાવવા ઉત્સુક છીએ, એવો અમારો રાજા થાઓ.” રીષભદેવજીએ કહ્યું કે " જે તમે બધા એમ કરવા ઈચ્છતા હૈ, તો તમે નાભિકુલકર પાસે જઈ એ બાબતની વિનંતી કરો’ તેઓએ તેમ કર્યું. નાભિકુલકરે તેના જવાબમાં કહ્યું. “જાઓ તમારા રાજા રીવભદેવજી થયા.” આથી યુગલીયાઓ ખુશી થયા અને રીષભદેવનો રાજ્યાભિષેક કરવા માટે પદ્મિની સરોવરમાં તૈયારી કરવા માંડી, ઇંદ્રને જ્ઞાનથી આ બાબતની ખબર થતાં, તે પણ ત્યાં આવ્યા ને રાજ્યાભિષેકની ક્રિયા ધણી ધામધુમથી કરીને રાજાને ગ્ય ઘરેણું, મુકુર, વગેરે રીષભદેવજીને પહેરાવ્યાં; વળી તેમને રાજ્યના કાર્ય માટે, હાથી, ઘોડા, ગાય, બળદ વગેરે જનાવરો પણ આપવામાં આવ્યાં.
અગ્નિ તથા રસેઈ કરવાની કળાની ઉત્પતિ.
અત્યાર સુધી લેકે કલ્પવૃક્ષનાં ફળને આહાર કરતા હતા. કાળના પ્રભાવથી કલ્પવૃક્ષ ફળ આપતાં બંધ થયાં, જેથી લોકો કંદ, મૂળ, પત્ર,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com