________________
कया ૧૨S
દુનિયાનો સૌથી પ્રાચિન ધર્મ.
જૈન ધર્મની પ્રાચિનતા તથા તેનું શ્રેષ્ટપણુંઇતિહાસ, વિદ્યા, શાસ, તથા શોધો
આધારે તેના પુરાવા.
ખંડ પહેલો.
- -- -70 – ––
પ્રવેશ. સત્ય જાણવાની જિજ્ઞાસા સર્વને છે; સત્યને પિતાનું જ કરી બેસવાનો અધિકાર કોઈને નથી. સર્વ સ્થળે, સર્વ પ્રસંગે, સત્ય જાણવાની ઉત્કંઠા સર્વને હોય છે. પણ જાણનારની કલ્પના ઘણીવાર પટંતરે આવી કાંઈકને બદલે કાંઈકથી સંતોષ પમાડે છે. ધર્મવાળા જાણે છે કે અમે સત્ય પામ્યા છીએ, તત્વ જ્ઞાનવાળા જાણે છે કે અમે સત્યને વર્યા છીએ, વિદ્યા કળાના શોધકો જાણે છે કે અમે સત્યને પકડ્યું છે, પણ સત્યનું નામ ગમે તે હો. તેનો વેશ સમયાનુસાર હો, પણ તે સત્ય હોય એટલે પૂર્ણ છે. આધુનિક કાળમાં જૈનધમી તથા અન્ય ધર્મીઓ અન્ય અન્યની સાથે વાદવિવાદ કરે છે. “પ્રાચિન ધર્મ કયો? એ ઉપર તકરાર કરે છે. પણ નામ માત્રથી કાંઈ બાધ આવતો નથી. સત્યને જ્યાં હોય ત્યાંથી, ને જેવું હોય તેવું લેવું, એ જ્ઞાનીઓનું મુખ્ય કર્મ છે. આપણામાં સાધારણ રીતે એવી રીતે મનાય છે કે કાંઈ પણ ન માનવું એજ ડહાપણનું લક્ષણ છે, પણ એ ભુલવું નથી જોઇતું કે બધી વાતમાં ના, ના, કરવામાં જેટલું ભૂષણ છે, તે કરતાં અનેક ઘણી બુદ્ધિ કોઈ વાતની હા કહેવામાં પણ સમાયેલી છે. સત્યને જાણવાના પ્રયાસમાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com