________________
દુનિયાનો સૌથી પ્રાચિન ધર્મ
૩૫ આ સર્વ કુલકરના જન્મ ગંગા અને સિંધુ નદીના મધ્યમાં આવેલા દેશમાં થયા હતા,
ન્યાયાધિશની ઉત્પત્તિ
આ વખતે યુગલીઆ, જેઓને સંસારની સર્વ જરૂરીયાતની ચીજો કલ્પવૃક્ષ તરફથી મળતી હતી. તેઓને મમત્વની કેટલીક લાગણીઓ ઉત્પન્ન થવાની માંહોમાંહે કલેશ, લડાઈ તથા ટેટો કરવા લાગ્યા. દિવસે દિવસે તેઓની લડાઈઓ વધતી ગઈ અને તેઓને એવો વિચાર આવ્યો કે. જો તેઓમાંથીજ કોઈ પુરૂષને તેઓના ટંટ તથા કજીઆના નિવેડા લાવવા માટે નીમવામાં આવે, તો તેઓને ફાયદો થાય અને કજીઆ કંકાસ એાછા થાય.
આવા વિચારોમાં તેઓએ કેટલાંક વર્ષ ગાળી નાખ્યાં, પણ એક દિવસે એક કંતુક થયું. કેટલાક યુગલીઆઓ ફરતા હતા, તેવામાં તેઓમાંના એકને એક હાથીએ પોતાની સુંઢથી ઉંચકી પોતાની પીઠ ઉપર બેસાડ્યો; તે વખતના સરળ સ્વભાવી માણસોએ જ્યારે આ જોયું, ત્યારે તેઓને વિચાર આવ્યો કે આપણા સૌમાં તે માટે ગણવો જોઈએ કેમકે જયારે આપણે પગે ચાલીએ છીએ ત્યારે એ હાથી પર ફરે છે, ને તેથી તેમાં આપણુ બધા કરતાં વધારે ગુણ હોવા જોઇએ. આ વિચાર કરી તેઓએ તેને પોતાને ન્યાયાધીશ બનાવ્યો.
( જુઓ આવશ્યક સૂત્ર, )
કાયદાની ઉત્પત્તિ
——– — – આ ન્યાયાધીશનું નામ વિમળવાહન હતું; તેમણે સર્વ યુગલીયાને કલ્પવૃક્ષો વહેંચી આપ્યાં, જો તેમાં કાંઈ તકરાર થતી તો તેને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com