________________
૩.
ખડ પહેલો-પ્રકરણ ૧. શરીર ઘણાં મોટાં હતાં એમ જ્યારે કોઈ નહીં માને, શાસ્ત્રમાં આવેલી બાબતોથી તે બાબતો સાબીત થયાં છતાં જ્યારે તેઓ નહિ માને,વિદ્યાકળાની શોધ ખોળેના પુરાવા, તેઓ જોવાની દરકાર નહિ કરે ત્યારે તેમને માટે એટલું જ કહેવું બસ થશે, કે અગાડીના વખતમાં પણ “જ્યાં દેવતાઓ પણ જતાં ડરે, તેવા વિકટ વિચારના ગહનમાં ધણાક મૂર્ખાઓએ માથાં માય છે, ને લડી મુવા છે,” તે હમણાં પણ તે કેટલાક હોયજ. કઈ વસ્તુને અનાદિ કહેવાથી કાંઈ હાનિ થતી નથી. તે વસ્તુ કેમ થઈ એ ભલે ન સમજાય-કારણ કે વિશ્વમાં ઘણીક વસ્તુઓ મનુષ્ય સમજની બહાર છે; પણ તે હાલ કેમ ચાલે છે, અર્થાત તેનાં પર સ્વરૂપ વિચારતાં, તેના સ્વભાવના નિયમ કેવા છે એ, અને તેમાંથી શું ફળ પમાય તેમ છે, એ વાત સમજી શકાય તે બહુ છે.
આટલી બાબત જણાવ્યા પછી વિશ્વ અનાદિ છે, એ સિદ્ધાંત સિદ્ધ થયે છે, એમ કોઈ પણ સ્વિકારશે.
અગાડી જણાવ્યા પ્રમાણેને અવસાણીકાળ જે હમણું ચાલે છે, તેના પહેલાના ઉત્સર્પિણીકાળમાં પણ મનુષ્યો હતાં; તે વખતના ઇતિ હાસ કોઈ પણ રીતે મળી શકે એમ નહિ હોવાથી, જૈન શાસ્ત્ર એ બાબતમાં જે કાંઈ જણાવે છે તે ખોટું છે, એમ કોઈ નહિ કહી શકશે. તે વખતમાં પણ જૈનેના વીશ તીર્થંકરે આ પૃથ્વી પર ઉત્પન્ન થઈ જૈન ધર્મ ફેલાવી રહ્યા હતા. કાલના ક્રમે અવસર્પિણીને સમય શરૂ થયો. અવસર્પિણીના પહેલા ત્રણ ફેરામાં ધ્યાન, ધર્મ, ચાલ્યાં હતાં એવું જૈન શાસ્ત્રો ઉપરથી જણાય છે. ત્યાર પછી બીજા ત્રણ ફેરા ફરવાની અગાઉ, જેનેથી પ્રથમ તીર્થકર આજથી કરોડથી પણ વધુ વર્ષો અગાઉ ઉત્પન્ન થયા તે જૈન ધર્મ ફેલાવે, તે કેવી રીતે બન્યું તે આપણે હવે પછી જોઈશું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com