________________
ખંડ પહેલે–પ્રકરણ : (૧) જો સર્વ જીવ ઉત્પન્ન થયા ત્યારે નિર્મળ હતા, તે હમણાં પણ તેવાજ હોવા જોઈએ. જે તેમ હોય તો પછી કોઈ પણ શાસ્ત્રોની જરૂર રહે નહીં; ધર્મની તથા કાયદાની જરૂર પડે નહીં, અને સૈ નિર્મળતામાં જ પ્રવર્તે. વાસ્તવિક રીતે જોતાં તેમ નથી. કોઈ એમ શંકા કરે કે ઈશ્વરે તો સર્વને નિર્મળ જ બનાવ્યા હતા પણ જીવોએ પોતાની ઈચ્છાથીજ પાપ કયાં તેમાં ઇશ્વરનો શો દોષ? આવી શંકા કરનારે એમ ભૂલી જવું ન જોઈએ, કે ઈશ્વરેજ સર્વ જીવમાં પાપ કે પુન્ય કરવાની શક્તિ મુકેલી હેવી જોઈએ, કારણ કે જે તેમ ન હોય તે પછી જીવોમાં પાપ કે પુન્ય કરવાની બુદ્ધિ હેયજ કયાંથી? આનો જવાબ કઈ એમ આપશે કે ઈશ્વરેજ સર્વ શક્તિઓ રચી છે, પરંતુ જીવોને પાપ કરવા પ્રવર્તાવ્યા નથી; જીવ પોતે જ પાપમાં પ્રવર્તે તેમાં ઈશ્વરની શો દોષ? આના જવાબમાં આ વાત યાદ રાખવાની છે, કે ઈશ્વરે સર્વ છે જ્યારે પેદા કર્યા ત્યારે, તેમને ખબર હોવી જ જોઈએ કે આ જીવો પાપ કરશે. જે એમ હતું તો એવા જીવો શું કારણ પેદા કર્યો? જે કોઈ એમ કહે કે ઈશ્વરને ખબર નહોતી કે જેવા પાપ કરશે, ત્યારે તો વળી ઈશ્વર જ્ઞાની નહિ પણ અજ્ઞાની કહેવાય.જો ઈશ્વર જાણતા હતા તો ઈશ્વરે મનુષ્યને પેદા કરવામાં ભૂલ કરી એમ સિદ્ધ થયું, અને એ પણ સિદ્ધ થયું કે ઈશ્વરે નિર્મળ છવ રચ્યા નથી.
(૨) જો કોઈ એમ કહેશે કે ઈશ્વરે પુચવાળા જ જીવ રચ્યા છે, તો તે આંધળાં, લુલાં, લંગડાંને નીચ લોકોના પ્રત્યક્ષ પુરાવાથી ખોટું પડે છે. આથી પણ એમ સિદ્ધ થાય છે, કે સર્વ જીવ પુણ્યવાના નથી.
( ૩ ) જ ઉપલાં પ્રમાણોથી બચવા માટે કોઈ એમ કહે કે ઇશ્વરે પાપી જીવ પેદા કર્યા હતા, તો તે પણ ખોટું પડે છે, કેમકે ઇશ્વરે વગર વાંકે જીવોને પાપ સાથે કેમ પેદા કર્યા ? જો એમ પેદા કર્યા હોય તો ઈશ્વર અન્યાયી ગણાય, અને જો ફક્ત પાપી છને પેદા કર્યા હોય તો રાજા, પ્રધાન, તવંગર ગૃહસ્થો વગેરે માટે શું ધારવું, અને રૂપ, સુંદર કાયા વગેરે પાપથી કેમ મળે ? તે તે કદી પણ મળે નહીં, તેથી સર્વ જી પાપમાં જ ઉત્પન્ન થયા નથી એ સિદ્ધ થાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com