________________
ખંડ બીજે–પ્રકરણ ૩. છવ છે, ને તેમાં આત્મા છે ને કર્મ યોગે તે દરેક, એક અથવા બીજા રૂ૫માં આ દુનિયામાં નજરે પડે છે, એમ જિનશાસ્ત્ર માને છે. માણસમાં જીવ છે એ બાબત તે સર્વ કોઈ માને છે, વનસ્પતિમાં જીવ છે એ વિષે આજ પ્રકરણમાં બોલવામાં આવ્યું છે. વાયુમાં છ રહેલા છે એ વાત હમણાંના સર્વે વિદ્વાનો કબુલ કરે છે. જનાવરોમાં છવછે તે સંબંધમાં કોઈ પણ ધર્મ ના પાડતો નથી, પણ અગ્નિ સંબંધમાં પૂર્વ તરફના ધમેં કોઈ જુદો વિચાર જણાવતા માલુમ પડે છે. આમાં છવહે ને તેના ભેદ કેટલા છે, તે અગાડી જણાવવામાં આવ્યું છે. એ સંબંધમાં જનશાસ્ત્રો કેટલીક અચુક સાક્ષીઓ પુરી પાડે છે અને તેથી, એ બાબતમાં પણ કોઈ શક રહેતો નથી.
પણ માણસ સિવાય બીજા છવામાં આત્મા નથી એમ કેટલાક માનતા જણાય છે. એ માણસ જીવ અને આત્મા એ બેને જુદા ગણે છે અને જનાવર વનસ્પતિ વગેરે જે ચીજ માણસ સિવાયની છે તેમાં આત્મા નથી, એમ જણાવે છે. એટલું સારું છે, કે તેઓ માણસમાં આભા છે એમ માને છે. ખરું જોઈએ તે આ પ્રકરણની શરૂઆતમાં જીવને જે અર્થ જણાવવામાં આવ્યા છે, તે અર્થપર વિચાર કરતાં તેજ અ વાસ્તવિક જણાયછે. *
જીવ અને આત્મા જુદા નથી પણ એક જ છે અને મિથ્યાવ અવિતિ, પ્રમાદ અને વેગથી મલીન થઇને વેદનાઆદિ કર્મના કર્તા અને તે કર્મો ભોકતા તથા નર્ક, તિર્યંચ વગેરે ગતિઓમાં કર્મના ઉદયથી બ્રમણ કરનાર, તેમજ નિર્વાણ પદને પ્રાપ્ત કરનાર છે ” એજ કારથી જે જીવો છે તેમાં જીવ અથવા આત્મા છે, અને જેમપૂર્વ તરફની ફિલસુફી શીખવે છે, કે “ A cow has no soul,” તે વાસ્તવિક નથી, જનાવર માત્રમાં આત્મા છે. એજ આત્માના કારણથી તેઓમાં એટલે જનાવરોમાં પણ જે ઉત્તમ બુદ્ધિ નજરે પડે છે, તે તો એમજ સાબીત કરતી જણાય છે, કે તેઓમાં આત્મા હેવો જ જોઈએ અને જવ અને આત્મા જુદા નથી, પોતાના ઘરનાં પાળેલાં કુતરા કુતરીનું કોઈ જે અવલેકિન
*જુઓ પાનું ૧૫૫
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com