________________
૧૫૮
ખંડ બીજ–પ્રકરણ ૩. થયેલો. સર્વ અપાંગના વ્યાપાર રહિત, એવો પુરૂષ હેય તેને કોઈ તાડના પ્રમુખ કરે, તે તેથી સહન થાય નહિ પણ મુખાદિકના અભાવે કરી, રડી અથવા નાશી શકે નહિ, પણ તેને વેદના તો થાયછેજ, તેમજ વનસ્પતિ પણ મુખાદિકના અભાવે કરી રડી. અથવા નાશી શકતી નથી.
વનસ્પતિને માટે જેમ ઉપર જણાવવામાં આવે છે, તેમ દરેક છાવાળી વસ્તુ માટે જૈન શાસ્ત્રમાં જણાવવામાં આવ્યું છે. જેના જૈન શામાં બે ભેદ પાડવામાં આવ્યા છે- ૧ મુકતાપ. ૨ સંસારી,
બંને પ્રકારના જીવ અનાદિ અનંત છે. મુક્ત સ્વરૂ૫ આત્મા સર્વ એક સ્વભાવ છે, કલેશ વગેરેથી વરછત છે; તે અનંતજ્ઞાન, અનંતદર્શન, અનતવીર્ય, અનંત આનંદમય સ્વરૂપમાં સ્થિત છે. અને નિકાર, નિરંજન જતિ સ્વરૂપ છે.
સંસારી છવ બે પ્રકારના છે
(૧) સ્થાવર
( ૨ ) ત્રસ, સ્થાવરના પાંચ ભેદ છે –.
૧ પૃથ્વીકાય ૨ અકાય. ૩ તેજwય.. ૪ વાયુકાય.
૫ વનસ્પતિકામ વળી ત્રસના ચાર ભેદ છે –
(૧) દીક્રિય. (૨) ત્રૌઢિય. (૩) ચતુરિંદ્રિ (૪) ચંદ્રિય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com