________________
૨૭
દુનિયાને સિથી પ્રાચિન ધર્મ. હ, લાજ, ભય, મિથુન, ધ, માન, માયા, આહાર વગેરે સર્વ વિકાર વૃક્ષને પણ, મનુષ્યની માફક થતા જોવામાં આવે છે. સફેદ આંકડાનું ઝાડ અને બીલ પલશાદક વૃક્ષ, ભૂમિગત નિધાનને પિતાના મૂળની જડ કરી વીંટી લે છે, તેથી તે લોભ ભાવવાળું છે એમ દેખાય છે. વર્ષ રંતુમાં મેધની ગર્જના સાંભળીને શીતળ વાયુના ફરસે કરી અંકુર ઉત્પન્ન થાય છે, તે હર્ષને ભાવ જણાય છે: લજાવ્યુવેલી, મનુષ્યના હાથ વગેરેના સ્પર્શથી સંકોચાઈ જાય છે એ લજજ તથા ભયનો ભાવ કહેવાય. અશોકવૃક્ષ, બકુલવૃક્ષ તથા તિલકવૃક્ષાદિક નવયવન સ્વરૂપ સાલંકાર કામિનીના પગના પ્રહાર કરી, તેના મુખને તાંબુલ રસ છાંટવાથી, તેના કરેલા સ્નેહાલિંગન વડે તથા તેના કરેલા હાવભાવે કરી તકાળ ફળતાં જણાયછે, એ મિથુનસરાને ભાવ કહેવાય—કોકનદ વૃક્ષને કંદ, મનુષ્યને પગ લાગવાથી હુંકારા કરે છે એ ક્રોધને ભાવ જાણો.
ઢાંકી છે ? જણ . . ના એક વિચાર
રૂદંતી વેલ, અહો! હું છતાં આ લોકો દુખી છે, એમ વિચાર કરી હમેશાં રડે છે ને અશુપાત કરે છે, કેમકે તેના વેગથી સુવર્ણ સિદ્ધિ થાય છે, એ માનને ભાવ જાણ. ઘણું ખરું દરેક વલી પિતાનાં ફળોને પાંદડાંએ કરી ઢાંકી દે છે, એ માયા ભાવ જાણ વળી જમીન અને પ્રાણી વગેરેના આહારના યોગે વૃક્ષના વૃદ્ધિ થાય છે, અને તે વગર દિવસે દિવસે કુમલાઈ જાય છે. વળી નાગર વેલિ પ્રમુખને તિલવટી ગોમય તથા દુગ્ધાદિકના દોહલા ઉપજે છે, જે પરિપૂર્ણ થયા પછી પત્ર, ફળ, ફુલ, પાન, તથા રસની વૃધ્ધિ થાય છે, એ આહાર સંજ્ઞાને ભાવ જાણ. ઝાડને પાડું, ગાંઠ, ઉદર વૃધ્ધિ, સોજો, દુબળપણું, વગેરેના રેગથી ફુલ, ફળ, પાન, ત્વચાને વિરાર દીસે છે.
વખતે કોઈ શંકા કરે કે વનસ્પતિના છેદન ભેદન વખતે, તે કેમ રૂદન કરતી નથી ? અથવા તે કેમ નાશી જતી નથી ? એને જવાબ એ છે કે, મનુષ્યની માફક વનસ્પતિને મુખ, પગ તથા હાથ વગેરે અવએવો ન હોવાથી અને સ્થાવર કર્મના ઉદયથી તે નાસી શકતી નથી તે પણ તેને અવ્યક્ત વેદના તો હોય છેજ : જેમ કોઈ એક આંધળો, બહેરો, બેબો, હંઠા, પાગળ અને વિષમ વાયુના વિકારે કરી માં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com