________________
ખંડ બીજો પ્રકરણ ર જુ. વળી ઇશ્વરજ જે જગતકર્તા હોય તો તેની અંદરની સર્વ વસ્તુને કાં પણ તેજ હેય ! આમ માનવાથી એમ માનવું પડે કે, સર્વ પાખંડી ધર્મને કરનાર પણ ઇશ્વરજ હોવો જોઈએ. હવે એ ધર્મ તે અકેકથી વિરૂદ્ધ છે, તો તેમાં કોઈ સારો અને કોઈ ખોટો પણ હેવો જોઈએ. ત્યારે તે સાચા અને ખોટા બંને ધર્મના ઉપદેશક ઇશ્વરજી સાબીત થયા. જે એમ સાબીત થયું, તે ઈશ્વરજ ધર્મના ઝગડા જગાડનાર સાબીત થયા. જો આ કોઈ ઈશ્વર હોય તે તે ઈશ્વર નહિ પણ કોઈ મહાપાપી હે જોઈએ, પણ વાસ્તવિક રીતે તેમ નથી ઈશ્વર તે સાચે જ અને તેથી ઇશ્વર સૃષ્ટિકર્તા સિદ્ધ થતો નથી.
વળી એમ માનીએ કે ઈશ્વરે તો સાચા ધર્મજ ચલાવ્યા છે અને ખોટા ધર્મ ચલાવ્યાજ નથી, ને તેવા ધર્મ તે છેવોએ તેજ બનાવી લીધા છે, તે એમ પણ માનવું પડશે, કે ઈશ્વરે જગત બનાવ્યું નહિ હોય, પણ છેવોએ જમત બનાવ્યું હશે, કેમકે ઈશ્વર સર્વ વસ્તુના કર્તા સિદ્ધ થતા નથી.
(૧૬) દેહધારી ઇશ્વરે સષ્ટિ રચી છે અને તે ઈશ્વર સર્વજ્ઞ, સર્વ શક્તિમાન સ્વતંત્ર, અને નિત્ય છે એમ
માનવાથી પણ ઈશ્વર સુષ્ટિ કર્તા સિદ્ધ થતા નથી.
પીસ્તીઓ, વૈષ્ણવ, શીવમાર્ગીઓ વગેરે એમ માને છે કે, ઈશ્વર દેહધારી છે અને સર્વ શક્તિમાન છે. એ કારણથી પ્રીસ્તીઓ ઇસુ ખ્રિસ્તને પરમેશ્વરનો અવતાર માને છે. વૈષ્ણવો એજ કારણથી પરમેશ્વરના અવતાર માને છે અને તેજ રીતે શીવપંથીઓ ઈશ્વરને દેહધારી માની શીવને સ્ત્રીપુત્રવાળા જણાવે છે. જે આવા દેહધારી ઈશ્વરને સષ્ટિકર્ત માનીએ, તે તેમાં પણ પણ આવે છે કેમકે, જે ઈશ્વર દેહધારી હોય. તો આ જગતમાં સર્વત્ર ઈશ્વરજ વ્યાપી રહેશે અને બીજા જ માટે રહેવાની જગ્યા રહેશે નહિ. વળી એ ઈશ્વર સર્વ પણ હોઈ શકે નહિ, કેમકે જે તેમ હોય તે ઇશ્વરની સાથે દુશ્મનાવટ રાખનારા જીવોને તે શા કાણે પેદા કરે? જો એમ માનીએ કે ઈશ્વર તો કર્મનુસાર સર્વ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com