SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ ખંડ બીજે-પ્રકરણ ૨ જું. આમાં પહેલાં તે એ સવાલ ઉઠે છે કે, જે ઈશ્વર જગત રચે છે તે ઈશ્વર શરીર વાળા છે, કે શરીરવગરના છે, ? જો એમ માનીએ કે ઇશ્વર શરીર વાળા છે ત્યારે એ સવાલ ઉભો થાય છે કે, તે શરીર દશ્ય છે કે ભૂત પિશાચના શરીર માફક અદશ્ય છે. ઈશ્વર શરીરવાળા નથી એતો પ્રત્યક્ષ જ છે, કેમકે દુનિયામાં દરેક ચીજ તે ઇશ્વરને દેખ્યા વગર બનતી, આપણી નજરે પડે છે. હવે જે એમ માનીએ કે ઈશ્વનું શરીર દેખી નહિ શકાય એવું છે, તે એ પ્રશ્ન ઉઠે છે કે નહિ દેખાવાનું કારણ શું ? જો એમ માનીએ કે ઈશ્વરની મહાન શકિતના સબબે ઈશ્વરનું શરીર નજરે પડતું નથી, તો તેમાં પણ દાણ આવે છે, કેમકે ઈશ્વરના મહાભ્યને સિદ્ધ કરનારૂં કોઈ પણ પ્રમાણ નથી. વળી એમાં ઇતરેતર આશય દુષણ આવે છે. જો ઇશ્વર મહાભ્ય વિશેષ સિદ્ધ થાય, તો ઈશ્વર અદશ્ય શરીરવાળા સિદ્ધ થાય અને જે અદશ્ય શરીરવાળા સિદ્ધ થાય, તે મહાભ્ય વિશેષ સિદ્ધ થાય, જો એમ માનીએ કે ભૂત પિશાચ મારક ઈશ્વરનું શરીર અદશ્ય છે. તો તેથી કાંઈ પણ સિદ્ધ થતું નથી, કેમકે એવી શંકા દર વખતે ઉઠશે કે “ શું ઈશ્વર નથી કે જેથી તેનું શરીર નજરે પડતું નથી ?’ આ શંકાનું સમાધાન નહિ થાય અને તેથી, ઈશ્વર જગતકર્તા પણ સિદ્ધ નહિ થાય. જો એમ માનીએ કે ઈશ્વર શરીર વગરના છે, તો તે પણ નહિ મનાશે, કેમકે ઘરને બાંધનાર કડીયો, ઘડાને બનાવનાર કુંભાર વગેરે જે આપણે જોઈએ છીએ, તે તે શરીરવાળા છે, અને જો ઈશ્વરને -શરીર વગરના માનીએ તો તે તે કાંઈ પણ કાર્ય કરવા સમર્થ નહિ. થાય, કેમકે જે આકાશ માફક નિત્યવ્યાપક અયિ છે તે અકર્તા છે. આ ઉપરથી જણાશે કે, શરીરવાળે કે શરીર વગરનો ઈશ્વર બનેમાંથી એકે સિદ્ધ થતું નથી. અને તેથી ઈશ્વર જગતકર્તા છે, એ પણું સિદ્ધ થતું નથી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034504
Book TitleDuniyano Sauthi Prachin Dharm
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherZZZ Unknown
Publication Year
Total Pages220
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy