________________
દુનિયાને સેથી પ્રાચિન ધર્મ.
અંગત પેદા કરવા માટે ઈશ્વરને શું શું ચીજોની જરૂર હતી, એમ પ્રશ્ન ઉઠતાં, સામગ્રીથી ઈશ્વરે સૃષ્ટિ રચી છે એમ માનનારાઓ નીચલી સામગ્રી જણાવે છે
૧ પૃથ્વીનાં પરમાણુંઓ ૨ જળનાં પરમાણુ ૩ અગ્નિનાં પરમાણું જ વાયુનાં પરમાણુંએ ૫ આકાશ. '૬ દિશા. ૭ આત્મા ( મન. * ૯ કાળ.
ઉપલો સામગ્રીથી ઈશ્વરે જગત રચ્યું છે, અને એ ન વસ્તુઓ 'નિત્ય અને અનાદિ છે, અને તે કોઈની બનાવેલી નથી, એમ તેઓ માને છે. તે સાથે તેઓ એમ પણ માને છે, કે આ જગત પ્રત્યક્ષાદિ પ્રમાણથી લય છે, અને સર્વે જગતના રચનારનું સ્વરૂપ એવું છે, કે તે વર્ણવી શકાતું નથી; અને જગતમાં બુદ્ધિવાન ચીજો નજરે પડે છે, તેથી તેને રચનાર પણ બુદ્ધિવાન હોવો જોઈએ. વળી ઈશ્વર અનેક નહિ પણ એક છે કેમ કે, ઘણું ઈશ્વર હોય તો એક કાર્ય કરવામાં જુદા જુદા ઈશ્વરોની જુદી જુદી બુદ્ધિ થઈ જાય, અને પછી એક ઈશ્વર બે પગવાળો માણસ અનાવે, તો બીજો ઈશ્વર ચાર પગવાળો માણસ બનાવે. વળી ઇશ્વર સર્વે વ્યાપક છે, કેમકે તે ત્રણે ભુવનમાં એક સાથે થનારા કાર્ય એક કાળમાં કરી શકે છે; વળી તે સર્વનું છે કેમકે, તેજ કારણથી તે જગત વિચિત્ર રચી શકે છે. વળી તે સ્વતંત્ર છે અને પોતાની ઈચ્છાથી સર્વ જીવને સુખ દુઃખનું ફળ આપે છે. વળી તે નિત્ય છે કેમકે, જે તેમ ન હોય તો તેને પેદા કરનાર કોઈ હેવું જોઈએ. અને આ સઘળા ગુણવાળા ઇશ્વરે ઉપલી સામગ્રીઓથી જગત રચ્યું છે.
૧૯
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com