________________
દીક્ષાનું સુન્દર સ્વરૂપ . . . . . . . . . [ ૨૧
ચારિત્ર્ય-આકર્ષ યાને પરિણામ સાધુઓને માટે શ્રી દશવૈકાલિક અને શ્રી આચારાંગ સૂત્રમાં જણાવ્યું છે કે –
જે પરિણામથી સાધુપણું લેવામાં આવે, તે પરિણુમને હંમેશાં નિભાવી રાખવા જરૂરી છે. દીક્ષા લેતી વખતે દરેક મનુષ્યને ઉચ્ચ ભાવ આવી જાય છે અને તે વખતની દીક્ષા લેનારની પરિણતિ ઉત્તમોત્તમ થાય છે, તે પરિણતિને હમેશાં ટકાવી રાખવા પ્રયત્નશીલ રહેવું જોઈએ.”
%
2
છતાં આવશ્યક નિર્યુક્તિકાર કહે છે કે—
“એક જન્મમાં ચારિત્રના પરિણામે થવા અને પડવા તે સેંકડો વખત બને છે.”
ચારિત્ર ગ્રહણ કરનારાના પરિણામ યાવત છંદગી એક સરખા જ રહેવું એમ બનવું અસંભવિત છે, અને એજ વાત શ્રી દશવૈકાલિક અને શ્રી આચારાંગનાં ઉપરનાં વાક્યો પણ બતાવે છે. દીક્ષા લેતી વખતની પરિણતિથી ચઢતી પરિણતિ થાય, તેને નિષેધ કરવા માટે તે વાક્ય નથી અને હાય જ નહિ, કિંતુ દીક્ષા લેતી વખતના ઉત્તમોત્તમ દશાના પરિણામથી પાછા નીચા નહિ ઉતરવાને માટે જ તે વાક્યો ઉચ્ચારવામાં આવ્યાં છે. વળી દીક્ષા લેનારના પરિણામ હમેશાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com