________________
૨૦ ] . . . . . . . પૂ. સાગરાનંદસૂરિજી સંકલિત એક પ્રકાર છે, એમ જૈનશાસ્ત્ર સ્પષ્ટપણે કહે છે. જેમ ગુણરહિત મનુષ્ય પહેરેલા સાચા વેષની કિંમત નથી, તેમ વેષરહિતના સાચા ગુણે પણ, જ્યાં સુધી વેષ ધારણ કરે નહિ ત્યાં સુધી સ્વકારી શકાતા નથી. આ હકીકતથી સ્પષ્ટ થાય છે કે-મોક્ષના ચિહન તરીકે અને સાધુના ભેખ તરીકે જે વેષ શાસ્ત્રકારોએ નિયમિત કરેલ છે, તે વેષ આત્માના કલ્યાણને ઈચ્છનારા પતિતપણુથી બચવાના મનોરથવાળા, અન્યને પણ કલ્યાણને માર્ગે જોડવા ઈચ્છનાર જીવોએ અંગિકાર કરવો જરૂરી છે. વકીલે, ડૉકટરે, આંખ, કાન કે દાંતના સ્પેશીયાલીસ્ટ, પિતપોતાના ધંધાની જાહેરાતને માટે, દરદીઓને ગોથાં ન ખાવાં પડે અને સીધા પિતાને ત્યાં આવી શકે, તે કારણસર જેમ પિતાને સ્થાને બેડું લગાવે છે, તેમ મહાવ્રતધારી સાધુઓ પણ ધર્માથી એની સવડને માટે તેમજ પિતાના આત્માને પાપથી બચાવવા માટે સાધુપણાના વેષને ધારણ કરે છે, કારણકે–જગના જી ધર્મની ઈચ્છાવાલા થયા પછી પણ ધર્મ કેને પૂછો, ધર્મ બાબતમાં કેની સલાહ લેવી, ધર્મમાં કેવી રીતે આગળ વધી શકાય, અમે ધર્મ કરો તેમાં અમને મદદગાર કેણ થઈ શકે, તેને માટે આવા વિચારવાળા આત્માઓને શુદ્ધ સાધુઓએ ધારણ કરેલ સાધુપણાને વેષ જરૂર આલંબનરૂપ થાય. વેષ ધારણ કરવાવાળા સાધુને કદાચિત્ પરિણામ વિપર્યાસ થવાનો પ્રસંગ આવે, તે પણ વેષને લીધે પરિણામ સુધરવાનું બની શકે છે, પરંતુ જેઓએ સાધુપણાને વેષ લીધે ન હોય, તેવાઓને આલંબનના અભાવે પરિણામને પલટો થતાં અશુભ કાર્યોથી બચવાનું બની શકતું નથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com