________________
બૅરીસ પાસ પણ જોઈએ, એમ
દીક્ષાનું સુન્દર સ્વરૂપ . . . . . . . . . [ ૧૯ પૂરું જ્ઞાન પણ હોવું જોઈએ, એટલે કે-બેરીસ્ટરની પરીક્ષામાં પાસ પણ થવું જોઈએ અને કોર્ટમાં હાજર થતાં બેરીસ્ટરનો ઝ પહેરેલે પણ જોઈએ. ધારાશાસ્ત્રમાં પૂરું જ્ઞાન મેલવનાર બેરીસ્ટર ઝ પહેર્યા વગર કોર્ટમાં હાજર થાય, તો તે બેરીસ્ટર તરીકે ઉભું રહી શકતો નથી, તેમજ જેને ધારાશાસ્ત્રનું મુદ્દલ જ્ઞાન ન હોય તેવો કઈ મૂર્ખ મનુષ્ય ઝ પહેરી આવી ઉભું રહે, તે ઝેર પહેરવા માત્રથી તેને બૅરીસ્ટરની ખુરશી મલતી નથી, એટલે ત્યાં જેમ જ્ઞાન અને વેષ બનેની જરૂર છે, તેવી રીતે જૈનશાસનમાં પણ ગુણ અને વેષ બનેની સરખી જરૂર સ્વીકારેલી છે.
ખાલી વેષ ઉપરથી ભેળવાઈ જનારાઓને–
આ દષ્ટાંત ઉપરથી જેઓ એવી માન્યતા રાખતા હોય કે–સાધુને વેષ તે શ્રીમન મહાવીરદેવનો લેખ છે, માટે તેને અમારે પૂજેવો જ જોઈએ, પછી તે વેષમાં રહેલા ગુણવાળા છે કે ન હો, મહાવ્રત રાખે કે ભાંગે, સાધુઓને અંગે જરૂરી એવા શીલની રક્ષા કરે કે ન કરો, તેની અમારે જરૂર નથી, ફક્ત જે આ મહાવીરદેવને ભેખ છે તે અમારે પજવા યોગ્ય છે.” આ માન્યતા હોય તે તેમની ગેરસમજ છે. જેમ ત્રાંબાના કટકા ઉપર પડેલી છાપ નકામી ગણી અને તેને જેમ રૂપીયા તરીકે વ્યવહાર થતો નથી, તેમ મહાવ્રતાદિક જે સાધુઓના ગુણો છે, તેનાથી રહિત સાધુવેષ ધારણ કરનારાઓ સાધુ નથી પણ અસાધુઓ છે. અગુરૂને ગુરૂ માનવા તે મિથ્યાત્વનો
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com