SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬ ] . . . . . . . પૂ. સાગરાનંદસૂરિજી સંકલિત થયેલી છે, તો તેઓને ખરી રીતે સ્વલિંગ સિદ્ધના ભેદમાં જ ગણી લેવા જોઈએ, તે કેમ ગણ્યા નહિ ? અને બે ભેદો જુદા કેમ પાડયા? આ શંકા નહિ કરવાનું કારણ એજ છે કે-કઈ મરૂદેવી માતા સરખા ગૃહીલિંગવાળા અને તેવા જ બીજા કેઈ અન્યલિંગવાળા કદાચિત આકસ્મિક ભાવનાથી કેવળજ્ઞાન પામ્યા અને તે કેવળજ્ઞાન પામ્યા પછી પોતાનું આયુષ્ય અંતર્મુહૂર્ત (૪૮ મીનીટ)થી વધારે ન હોય ને તેથી તેઓ સાધુપણાનું લિંગ લઈ શકે નહિ, અને બે ઘડીમાં આવાજીકરણ તથા શેલેશીકરણ કરીને મોક્ષે જાય, તો તે અસંભવિત નથી, એમ જણાવવાને જ ભેદે જુદા પાડેલ છે. આ બધી હકીકત ઉપરથી જણાશે કે-કેઇને ગૃહસ્થપણામાં કે અન્યલિંગમાં કેવળજ્ઞાન થઈ જાય, તો પણ જો તેમનું આયુષ્ય અંતર્મુહૂર્તથી વધારે હેય, તે તેઓ અવશ્ય સાધુવેષ ગ્રહણ કરે છે. અર્થાત-કેઇપણ કેવળજ્ઞાની અન્યલિંગમાં વિચરતા મલે જ નહિ ! વિચરતા કેવળજ્ઞાનીએ સાધુપણું લેવું જ જોઈએ. તેટલા જ માટે ભરત મહારાજા અને વલ્કલચીરીને અનુક્રમે ગ્રહીલિંગ તથા અન્યલિંગે કેવળ જ્ઞાન થયું તે પણ દેવતાઓએ સાધુપણુને વેષ આપે અને તેઓએ તે ગ્રહણ કર્યો. આ બધી હકીકત ઉપરથી સ્પષ્ટપણે માલમ પડે છે કે–દુનિયાની પ્રવૃત્તિઓમાં રહીને, સાધુપણાને વેષ પહેર્યા સિવાય મોક્ષ મેળવવું, તે માખણ મેળવવાના ઇરાદે પાણુંને વલોવવાની જેમ નિષ્ફળ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034502
Book TitleDikshanu Sundar Swawrup
Original Sutra AuthorN/A
AuthorSagaranandsuri
PublisherHarshpushpamrut Jain Granthmala
Publication Year1933
Total Pages270
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy