________________
દીક્ષાનું સુન્દર સ્વરૂપ . . . . . . . . . [ ૧૫ અન્યલિંગ અને ગૃહીલિંગના શબ્દોથી જાહેર ર્યો, એટલે કેદુનિયાદારીનું કે અન્ય મતનું લગ ખૂદ શાસ્ત્રકારના શબ્દોમાં જ મોક્ષનું લિંગ નથી, એમ સ્પષ્ટ થાય છે. અન્ય લિંગે અને ગૃહી લિગે સિદ્ધ થવાની જે વાત શાસ્ત્રકારોએ જણાવી છે, તે અસત્ય તે નથી જ: પણ કઈક તેવા સાધુ આદિના તે ભવમાં કે અન્ય ભવમાં ગાઢ પરિચયવાળાને, કે જેને ધાર્મિક ભાવનાની તીવ્રતા હોય–જે ત્યાગધર્મને જ મેળવવા ચાહના કરી રહ્યો હોય, તેવાને આકસ્મિક ભાવનાના ઉલ્લાસથી, બે ઘડી માત્ર પરિણામની તીવ્ર ધારાથી, સાધ્ય એવું કેવલજ્ઞાન કદાચિત થઈ જાય તે સંભવિત છે, અને તે અપેક્ષાએ આ ગૃહીલિંગ સિદ્ધ અને અન્યલિંગ સિદ્ધ, એ ભેદે કહેવામાં આવ્યા છે. ભરત મહારાજાએ પૂર્વભવમાં ઘણા લાંબા કાળ સુધી સાધુપણું પાડ્યું અને પછી મોક્ષે ગયા, તે પણ તેઓને ગૃહસ્થપણામાં આકરિમક ભાવનાથી કેવળજ્ઞાન થયેલું, માટે તેમને ગૃહીલિંગ સિદ્ધ કહ્યા. તેમજ વલ્કલ ચીરીને કેવળજ્ઞાન અન્ય લિગે થયું અને પછી જે કે તે સાધુપણામાં વિચર્યા અને તે સાધુપણામાં વિચરતાં જ મોક્ષ પદ મેળવ્યું, છતાં તેમને અન્ય લિગે સિદ્ધ કહ્યા. આથી સ્પષ્ટ થાય છે કે-મોક્ષનું ખરું લિંગ તો સાધુપણું જ છે અને ગૃહીલિગે સિદ્ધ અને અન્યલિંગે સિદ્ધ તરીકે કહેલા ભેદે, તે તે લિંગમાં થતા કેવલજ્ઞાનની અપેક્ષાએ જ છે. અહીં શંકાને સ્થાન છે કે ગૃહીલિંગ અને અન્યલિંગ સિદ્ધમાં ગણેલા ભરત મહારાજ અને વક્તચીરીના દષ્ટાંતથી જ્યારે માત્ર કેવલજ્ઞાન જ તે તે લિંગમાં થયાં છે, અને મોક્ષપ્રાપ્તિ તે તેઓને સાધુપણાના લિંગમાં જ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com