________________
દીક્ષાનું સુન્દર સ્વરૂપ . . . . . . . . . [૧૭
દ્રવ્ય વેષની મહત્તા જેનશાસનનો વ્યવહાર એમ કહે છે કે જ્યાં સુધી બાહ્ય ત્યાગ અને સાધુપણાને વેષ ન હોય, ત્યાં સુધી કોઈ પણ વ્યક્તિ વંદ્ય હોઈ શકતી નથી. આવશ્યક ચણિ અને ટીકામાં તથા શ્રી આદીશ્વર ચરિત્રમાં ભરત મહારાજના અધિકારમાં સ્પષ્ટપણે જણાવવામાં આવેલ છે કે-“આકસ્મિક ભાવનાન સંગથી ભરત મહારાજને કેવલજ્ઞાન પ્રગટ થયું. તેથી ઈંદ્ર મહારાજનું આસન ચલાયમાન થયું. ઇંદ્ર મહારાજ આવ્યા તે વખતે ભરત મહારાજા કેવળજ્ઞાન પામ્યા છે, એમ સ્પષ્ટપણે જાણવા છતાં ઈંદ્ર મહારાજે ભરત મહારાજને વંદના કરી નહિ: વંદના કરી નહિ એટલું જ નહિ, પણ ભરત મહારાજને સાધુપણાને વેષ લેવા વિનંતિ કરી. ભરત મહારાજે તે સ્વીકારી, અને પછી જ ઇંદ્ર મહારાજે વંદના કરી.” જ્યારે ઈદ્ર મહારાજ સરખા ત્રણ જ્ઞાનવાળા અવિરતિ પણ દ્રવ્ય વેષ વગર કેવળજ્ઞાની સરખા ભરત મહારાજને નમસ્કાર કરે નહિ, તો પછી શાસ્ત્રની શ્રદ્ધાવાળે
ક્ય મનુષ્ય દ્રવ્ય વેષ વિનાના મનુષ્યને નમસ્કાર કરવા તૈયાર થાય ? જેવી રીતે કેવળજ્ઞાનને અંગે દ્રવ્ય વેષની પ્રધાનતા જણાવી છે, તેવી જ રીતે છમસ્થ (કેવળજ્ઞાન પ્રગટ થયા પહેલાં)ની અવસ્થા માટે પણ શાસ્ત્રકારોએ ચાંદી અને મહારના દષ્ટાંતે દ્રવ્ય લિંગની અત્યંત જરૂરીઆત બતાવી છે. એક તે ચાંદીનો કટકો, જે કે ચકખી ચાંદીને છે, છતાં તેની ઉપર રૂપીઆની મહેર છાપ ન હોય તો તેને રૂપીઓ કહેવાય નહિ, અને તે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com